________________
૨૦૪
ઉવાસગ દસાઓ -૭૪૬
હોય, તે એક મોટા અજ, ઘેટા, સૂકર, કૂકડા, તીતર, વર્તક લાવક, કપોત, કપિંજલ, કાગડા અથવા બાજ પક્ષીને હાથે, પગે, ખરીએ, પૂંછડે, પીંછાએ, શિંગડે સૂકરના દાંતો કે રુંવાડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિશ્ચલ અને સ્પન્દનરહિતપણે ધારણ કરી શકે છે, એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને પણ અર્થો, હેતુઓ, યાવત્ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાંનિરુત્તર કરે છે. તે હેતુથી હું એમ કહું છું કે હું વિવાદ કરવાને સમર્થ નથી.
ત્યાર બાદ શ્રમણોપાસક સદ્દાલપુત્રે મંખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિય ! કેમકે તમે મારા ધર્માચાર્ય યાવત્ ભગવાન મહાવીરના વિદ્યમાન, સત્ય તથા પ્રકારના સદ્ભૂત ભાવો વડે ગુણકીર્તન કરો છો, તેથી હું તમને પાછા આપવા યોગ્ય પીઠ, આસન યાવત્ સંસ્તારક વડે આમંત્રણ કરું છું. પરંતુ ધર્મ અથવા તપની બુદ્ધિથી કરતો નથી. તત્પશ્ચાત મંખલીપુત્ર ગોશાલક સકડાલપુત્ર શ્રાવકની આ વાત સ્વીકાર કરે છે અને એની દુકાનોમાંથી પ્રાતિહારક પીઠ આદિ ગ્રહણ કરીને યાવત્ વિહરે છે. ત્યારપછીતેમંખલીપુત્રગોશાલક શ્રમણોપાસક સકડાલપુત્રને જ્યારે સામાન્ય કથનથી પ્રજ્ઞાપના થી પ્રતિબોધ કરીને અને વિજ્ઞાપના કરીને નિર્પ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવાને ક્ષુબ્ધ કરવાને,વિપરિણત કરવાને સમર્થ થતો નથી ત્યારે થાકેલો, ખિન્ન થયેલો અને અતીવ દુઃખિત થયેલો તે પોલાશપુરનગરથી નીકળે છે અને બહારના દેશોમાં વિહરે છે. [૪૭]તદનન્તર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ઘણાં શીલવ્રત વગેરે વડે યાવત્ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે તેનું પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે રાત્રિના મધ્ય સમયે યાવત્ તે પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની પાસે થી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલકમલ જેવી તલવાર લઈને સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ કહેવું, પરંતુ એક-એક પુત્રના નવ-નવ માંસના ખંડ કરે છે યાવત્ ઘાત કરીને તેના લોહી અને માંસ વડે તેના શરી૨ને છાંટે છે. ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ભયરહિત થઈ અચલિતભાવે યાવત્ રહે છે.
ત્યાર બાદ તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વાર પણ સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત- હે સકડાલપુત્ર શ્રમણો પાસક ! જો તું શીલવ્રતાદિક ભાંગીશ નહિ તો જે આ તને ધર્મમાં સહાય કરનારી, ધર્મમાં અદ્વિતીય ધર્મના અનુરાગ વડે રંગાયેલી અને સમાનપણે સુખ-દુઃખમાં સહાય કરનારી તારી અગ્નિમિત્રા ભાર્યાને તારા પોતાના ઘરેથી લઈ આવીશ અને લાવીને તારા સામે ઘાત કરીશ, ઘાત કરીને નવ માંસના ટુકડા કરીશ, અને આંધણથી ભરેલા કઢાયમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેથી તું આર્તધ્યાનની અત્યંત પરાધીનતાથી પીડિત થઈને જીવનથી મુક્ત થઈશ. તે દેવના એ પ્રમાણે કહેવા છતાં પણ તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક નિર્ભય થઈને જ વિચરે છે. ત્યાર બાદ તે દેવે બીજીવાર અને ત્રીજીવા૨ પણ એ પ્રમાણે કહ્યું : એટલે સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો-તે ચુલનીપિતાની પેઠે વિચાર કરે છે કે જે મારા મોટા પુત્રને, મારા મધ્યમ પુત્રને અને નાના પુત્રને મારી છાંટે છે અને જે આ મારી અગ્નિમિત્રા ભાર્યા છે, જે સુખ-દુઃખમાં સમાન, સહાય કરનારી છે તેને પણ મારા પોતાના ઘરેથી લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org