________________
૪૦૨
રાયપ્રસેલિય-(૩૬) ચાર યોજન જાડી અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સોહી રહી છે, એ મણિપીઠિકા ઉપર સિંહાસન વગેરે આરામની સામગ્રી ગોઠવી છે. વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપો વર્ણવેલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સુંદર મણિપીઠિકાઓ ઢાળેલી છે. તે દરેક પઠિકાની ઉપર સોળ યોજન લાંબા પહોળા અને તે કરતાં ઉંચાઈમાં કાંઈક વધારે ઉંચા તથા સર્વ પ્રકારનાં રત્નોથી ચણેલા ધોળા શંખ જેવા ઊજળા એવા અનેક સ્તૂપો બાંધેલા છે. એ દરેક સ્તૂપો ઉપર ધજાઓ તોરણો અને આઠ આઠ મંગળો છે.
તથા, એ એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ યોજન અને જાડાઈચાર યોજન છે. એ પીઠિકાઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મેલી અતિશય રમણીય છે, એમની ઉપર અને એ સ્તૂપોની બરાબર સામે ચાર જિનપ્રતિમાઓ બિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈએ ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તેમાંની એક ઋસભની, બીજી વર્ધમાનની, ત્રીજી ચંદ્રાનનની અને ચોથી વારિફેણની એિ ચાર ભગવંતોની શાશ્વત] પ્રતિમા છે. વળી, તે સ્તૂપોની સામે સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ નિર્મેલી છે. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવક્ષ આવેલું છે. એ બધાં ચૈત્યવક્ષો આઠ યોજન ઊંચાં અને અડધા યોજન ઊંડાં છે. બે યોજનનું તેમનું થડ અડધું યોજન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગએલી વચલી શાખા યોજન ઊંચી છે. એમ એ ચૈત્યવક્ષોની સવગ લંબાઈ પહોળાઈ એકંદર સાધિક આઠ યોજન છે. એ વૃક્ષોનાં મૂળ વજમય, શાખા રુપેરી, કંદો રિઝરત્નમય, સ્કંધો વૈર્યના, નાની નાની શાખાઓ મણિમય રત્નમય, પાંદડાં વૈદુર્યનાં, ડીટિયાં સુવર્ણમય, અંકુરાઓ જાંબુનદમય અને ફૂલફલભર વિચિત્ર મણિરત્નમય સુરભિ છે. એ ફળોનો રસ અમૃતસમ મધુરો છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં એ ચૈત્યવક્ષો વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે. એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળો ધ્વજે અને છત્રો વગેરે શોભી રહેલાં છે ફરતા શિરીષ વગેરે બીજાં પણ અનેક વૃક્ષો છે.
[૩૭] એ ચૈત્યવૃક્ષોની આગળ આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજના જાડી એવી સર્વમણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે. એ દરેક પીઠિ કાઓ ઉપર સાઠ યોજન ઊંચા એક યોજન ઊંડા અને એક યોજન પહોળા એવા વિશિષ્ટ પ્રકારના વજમય અનેક મહેંદ્રધ્વજો ખોડેલા છે, તેમની ઉપર પવનથી ચાલતી નાની નાની અનેક પતાકાઓ, આઠ આઠ મંગળો, ધ્વજો અને છત્રો વગેરે બધું લહેરી રહેલું છે. તે દરેક મહેંદ્રધ્વજોની આગળ સો યોજન લાંબી પચાસ યોજન પહોળી અને દસ યોજન ઉંડી એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે. એ પ્રત્યેક પુષ્કરિણીઓની ચારે તરફ પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિ કાઓ અને વનખંડો આવેલાં છે અને પુષ્કરિણીઓમાં ત્રણ બાજા, સરસ સોપાનો ગોઠવેલાં છે તથા ઉપર બેસાડેલાં તોરણો, ધ્વજો, આઠ આઠ મંગળો અને છત્રો વગેરે તો ત્યાં ઠેકઠેકાણે દીપી રહેલાં છે.
એ સુધમસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સોળ સોળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠ આઠ હજાર પેઢલીઓ બાંધેલી છે. એ પેઢલીઓ ઉપરનાં પાટીયાં સુવર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org