________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ રૂપમાં હતા, તે પ્રમાણે હવે [આ ભવમાં પણ થાવો. હે દેવાનુપ્રિયે! અમે પણ આ સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ. યાવત્ જન્મ મરણથી ભય પામ્યા છીએ. તેથી દેવાનું પ્રિયાની સાથે મુંડિત થઈને યાવતું દીક્ષા ગ્રહણ કરીએ છીએ.” ત્યાર પછી મલ્લી અરિહંતે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજા ઓને કહ્યું- જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છો અને મારી સાથે દિક્ષિત થવા ઈચ્છો છો તો જાઓ, દેવાનુપ્રિયો ! પોત-પોતાના રાજ્યમાં અને જ્યેષ્ઠ પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. પ્રતિષ્ઠિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને મારી સમીપે આવો.' ત્યાર પછી જિતશત્રુ પ્રકૃતિ છએ રાજાઓએ મલ્લી અરિહંતના આ અર્થને અંગીકાર કર્યો.
ત્યાર પછી મલ્લી અરિહંત જિતશત્રુ વગેરેને સાથે લઈને જ્યાં કુંભરાજા હતા ત્યાં આવી. આવીને તેણે કુંભ રાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યા. ત્યારે કુંભ રાજાએ તે જિતશત્રુ વગેરેનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી અને પુષ્પ, ગંધ, માળા, વસ્ત્ર અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કારસન્માન કરીને યાવતુ તેમને વિદાય કર્યા. ત્યાર પછી કુંભ રાજા દ્વારા વિદાય કરાયેલા જિતશત્રુ આદિ જ્યાં પોત-પોતાનું રાજ્ય હતું, જ્યાં પોત પોતાનું નગર હતું. ત્યાં આવ્યા. આવીને પોત-પોતાના રાજ્યને ભોગવતા થકા વિચારવા લાગ્યા. ત્યારે મલ્લી અરિહંતે પોતાના મનમાં એવી ધારણા કરી હતી કે એક વર્ષના અંતમાં હું દીક્ષા ગ્રહણ કરીશ.
[૬] તે કાળ અને તે સમયમાં કેન્દ્રનું આસન ચલાયમાન થયું. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાનું આસન ચલાયમાન થયેલ જોયું, જોઇને અવધિજ્ઞાનથી જાણ્યું જાણીને ઇન્દ્રને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પુત્રી મલ્લી અરિહંતે એક વર્ષના અંતમાં દીક્ષા લઇશ એવો વિચાર કર્યો છે. અતીતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળના શક્ર દેવેન્દ્ર દેવરાજાનો એવો પરંપરાગત આચાર છે કે-અરિહંત ભગવંત જ્યારે દીક્ષા અંગીકાર કરવાના હોય, ત્યારે તેને એટલી અર્થ સંપદા આપવી જોઇ, તે આ પ્રમાણે
[૯૭] “ત્રણસો કરોડ, અઠ્ઠાવાસી કરોડ અને એસી લાખ દ્રવ્ય.
[૯૮] શકેન્દ્ર એવો વિચાર કર્યો. વિચાર કરીને તેણે વૈશ્રમણ દેવને બોલાવ્યો, અને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિય ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં યાવતુ ત્રણસો અઠ્ઠાયાસી કરોડ અને એંસી લાખ મુદ્રાઓ આપવી છે. તેથી હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં કુંભરાજાના ભવનમાં એટલા દ્રવ્યનું સંહરણ કરો ત્યારે પછી વૈશ્રમણ દેવ, શક્ર દેવેન્દ્ર દેવરાજના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટતુષ્ટ થયો. હાથ જોડીને તેણે યાવતુ આજ્ઞા સ્વીકાર કરીને જમ્મક દેવને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં જાઓ અને કુંભ રાજાના ભવનમાં ત્રણસો કરોડ અજ્ઞાસી કરોડએસી લાખ અર્થસંપ દાનું સંહરણ કરો. ત્યાર પછી જન્મેક દેવો, વૈશ્રમણ દેવની આજ્ઞા સાંભળીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા. જઈને ઉત્તર વૈક્રિય રૂપની વિકુર્વણા કરી. વિદુર્વણા કરીને દેવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જતા જ્યાં જમ્બુદ્વીપ નામનો દ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. જ્યાં મિથિલા રાજધાની હતી અને જ્યાં કુંભ રાજાનો ભવન હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને કુંભ રાજાના ભવનમાં દ્રવ્ય-સંપત્તિ પહોંચાડી. [7]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org