________________
૭િ૦
નાયાધમ્મ કહાઓ- ૧/-/૫/૬૮ તૈયારી કરો.” “જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહ્યું હતું, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે પદ્માવતીદેવીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યા. બધા દીક્ષાથી પ્રતિગ્રહ-પાત્ર આદિ ગ્રહણ કરીને શિબિકાપર આરૂઢ થયા. શેષ વર્ણન પૂર્વવતુ..
ત્યાર પછી શુક અણગારે શૈલક અણગારને પંથક આદિ પાંચસો અણગાર; શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી શુક મુનિ કોઇ સમયે શૈલકપુર નગરથી અને સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યાર પછી શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા થકા,અંતિમ સમય નજીક આવેલો જાણીને પુંડરીક પર્વત પર પધાર્યા યાવતુ સિદ્ધ થયા.
[૬૯] ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખ ભોગના યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં અન્ત પ્રાન્તતુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, ઠંડા ગરમ, કાલાતિ કાન્ત,અને પ્રમા રાતિકાન્ત, ભોજન હંમેશા મળવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના ઉત્કટ યાવતુ દુસહ હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનાર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે શૈલક રાજર્ષિ તે રોગાતંકથી શુષ્ક થઈ ગયા ત્યાર પછી શેલક રાજર્ષિ કોઈ સમયે અનુક્રમથી વિચરતા યાવતુ જ્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં આવીને વિચારવા લાગ્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. મંડૂક રાજા પણ નીકળ્યા શૈલક અણગારને બધાએ વંદન નમસ્કાર કર્યો. ઉપાસના કરી. તે સમયે મંડુક રાજાએ શૈલક અણગારનું શરીર શુષ્ક નિસ્તેજ યાવતુ દરેક પ્રકારની પીડાવાળું અને રોગયુક્ત જોયું. જોઈને આ પ્રમાણે કહ્યું. “ભગવન્! હું આપની સાધુતાને યોગ્ય ચિકિત્સકો પાસેથી સાધુને યોગ્ય ઔષધ અને ભેષજ દ્વારા તથાભોજન-પાન દ્વારા ચિકિત્સા કરાવું.હે ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો. અને પ્રાસુક તેમજ એષણીય પીઠ, લગ, શપ્યા તથા સંસ્તારક ગ્રહણ કરીને વિચારો.
ત્યાર પછી શેલક અણગારે મંડુક રાજાના આ અર્થને “ઠીક છે.” એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે મંડુક રાજાએ શેલકમુનિને વંદન નમસ્કાર કર્યા. પાછા ગયા. ત્યાર પછી શેલક રાજર્ષિ બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર ભંડપાત્ર અને ઉપકરણ લઈને પંથક આદિ પાંચસો મુનિઓની સાથે શૈલકપુરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક પીઠ, ફલક આદિ ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. ત્યાર પછી મંડુક રાજાએ ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રાસુક અને એષણીય ઔષધ આદિથી યાવતુ ચિકિત્સા કરો.' ત્યારે ચિકિત્સક મંડુક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સાધુતાને યોગ્ય ઔષધ, ભેષજ તેમજ ભોજન-પાનથી ચિકિત્સા કરી અને મદ્યપાન કરવા માટે કહ્યું. ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ આદિથી અને મદ્યપાનથી શલક રાજર્ષિનો રોગાંક શાંત થઈ ગયો. તે હૃષ્ટ-તુષ્ટ યાવતુ બળવાન શરીરવાળા થઈ ગયા. તેનો રોગાતક પૂરી રીતે દૂર થઈ ગયો.
ત્યાર પછી શૈલક રાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ જવા પર તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં અને મદ્યપાનમાં મૂર્શિત, મત્ત, ગૃદ્ધ અને અત્યંત આ સક્ત થઈ ગયા. તે આળસુ અવસગ્ન વિહારી થઈ ગયા. એ પ્રમાણે પાર્શ્વસ્થ તથા પાર્શ્વસ્થ વિહારી કુશીલ કુશીલવિહારી તથા પ્રમત્ત પ્રમત્તવિહારી, સંસક્ત તથા સંસક્તવિહારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org