SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ પસ્તાવાગરણ - ૧૪/૨૦ રેખાઓ સતેજ છે; પુષ્ટ અને ઉંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે; પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે; ચાર આંગળના માપની, શંખને આકારે, રેખા સહિત તેમની ગ્રીવા-ડોક છે; માંસલ તથા રુડા આકારની તેમની હડપચી છે; દાડમનાં ફુલ સમાન રાતો, પુષ્ટ, જરા લાંબો, આકુંચિત એવા સુંદર નીચેનો હોઠ છે; નિર્મલ તેમના દાંત છે લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે; કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે; સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયનો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર, કાળી વાદળની રેખાસમી, એક સરખી, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે; સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને રુડા તેમના કાન છે; પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે; ચાર આંગલ જેટલું વિશાળ તેમનું લલાટ છે; કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્રનું સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું મસ્તક છે, અત્યંત કાળા અને સતેજ તથા લાંબ તેમના મસ્તકના કેશ છે; બત્રીશ લક્ષણ તેઓ શરીર પર ધારણ કરે છે; હંસ સરખી તેમની ગતિ છે; કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભ-પ્રિય છે; ચામડીની કરચલી, સફેદ કેંશ, વ્યંગ દુષ્ટ વર્ણ, વ્યાધિ, દુર્ભાગ્ય, શોક ઈત્યાદિથી તેઓ રહિત છે; ઉંચપણે પુરુષથી થોડી ઓછી ઉંચી છે; શૃંગાર રસના આગાર રુપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રુપ, યૌવન એ ગુણે કરીને સહિત છે; નંદન વનના વિવર માં એ અપ્સરાની જેમ પરિભ્રમણ કરે છે; ઉત્તરકુરુને વિષે મનુષ્ય રુપે અપ્સરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાયોગ્ય ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભોગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુધર્મને પામે છે. [૨૧]મૈથુનસંજ્ઞામાં ગૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા તેઓ વિષરુપી વિષની ઉદીરણા કરતા એક બીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી, કેટલાકો પરસ્ત્રીની સાથે પ્રવર્તતા બીજાઓથી હણાય છે. વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે પરસ્ત્રી થકી જેઓ નિવર્યા નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ઘ છે, મોહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગોધા, મહીષ, મૃગો, કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કાર્મી મનુષ્યો, વાંદરા અને પક્ષીમાં માંહોમાંહે વિરોધ કરે છે, મિત્ર હોય તે વેરી થાય છે. પરદારાગામી મનુષ્યો સિદ્ધાન્તના અર્થને, ધર્મને, સમાચારીને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે ૨ક્ત એવો બ્રહ્મચારી પરદારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેથી અપયશ, અપકીર્તિ, વ્યાધિને વધારે છે, અને બેઉ લોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવસ્ત્ય નથી તેમાંનાં કોઈ પરદારાને શોધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રુંધાય છે, એ પ્રમાણે અત્યંત મોહ-મુગ્ધતા રુપ સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા જીવો દુર્ગતિને પામે છે. વળી જૂદાં જૂદાં શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજકારણથી) લોકોનો ક્ષય કરનારાં યુદ્ધો થયાં છે. સીતા, દ્રૌપદી, ૠક્મિણી, ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રા મો થયેલાં સંભળાય છે. એ પ્રમાણે થયેલાં યુદ્ધો અધર્મોનાં-વિષયનાં મૂળ છે. અબ્રહ્મ ચર્યને સેવનારા ઈહલોકથી અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. મહામોહરુપી અંધકારને વિષે અને ઘોર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પતિ, અપતિ, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy