SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ - " આશ્રવ, અધ્યયન-૪ ૨૭૩ વેલા નિર્મળ સુવર્ણ જેવો લાલ કેશનો અંતભાગ તથા મસ્તકની ચામડી છે, શાલ્મલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીને અને વિદારેલા ફળના જેવા મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધયુક્ત, સુંદર, ભૂજમોચક રત્ન જેવા ભ્રમરા જેવા, નીલ રત્ન જેવાં. કાજળ જેવાં, હર્ષિત ભ્રમરના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહરુપે અવિખય, વાંકા વળેલાં, સુનિષ્પન્ન, સુવિભક્ત અને એક બીજાની સાથે સુસંગત એવાં તેમનાં અંગો લક્ષણ અને વ્યંજન ગુણે કરીને યુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જેવો કોંચી પક્ષી ના જેવો, દુદુભિના જેવો, સિંહના જેવો, મેઘના જેવો, મનુષ્યના સમૂહના સ્વર જેવો તેમનો સ્વર છે; સુસ્વરયુક્ત તેમનો ધ્વનિ છે; વજઋષભનારાચ સંવનનને ધારણ કરનારા છે; સમચુરરસ્ટ સંસ્થાને કરી સંસ્થિત છે, કાંન્તિમાન તથા ઉદ્યોતવંત તેમનાં અંગોપીંગ છે; રોગરહિત તેમાના શરીરની ત્વચા છે; કંક પક્ષીના જેવી તેમની ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે શકુનિ પક્ષીના જેવાં તેમની ગુદાનાં પાસાં છે, જે મલવિસર્જન કરતાં ખરડાય નહિ; કમળ સરખો તેમના શ્વાસનો ગંધ છે; સુગંધી વદન છે, મનોહર તેમનાં શરીરમાંના વાયુનો વેગ છે, ગૌરવર્ણીય, સતેજ અને કાળો તેમના શરીરને અનુરુપ કુક્ષીપ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળનો આહાર કરનારા છે; ત્રણ ગાઉં ઉંચાં તેમનાં શરીર છે; ત્રણ પલ્યોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે, તેવા એ જુગલીયા પણ કામભોગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે. તેમની સ્ત્રી પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સવગે કરી સુંદર હોય છે; પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ય પ્રમાણ યુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણો તેમને હોય છે, સરલ, મૃદુ, પુષ્ટ અને અવિરલ તેમની આંગળીઓ હોય છે; ઉંચા, સુખદાયી, પાતળી, રાતા, સુનિર્મિત અને અદ્ગશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુબદ્ધ -સ્નાયુ યુક્ત તેમના સંધિ છે; કેળના સ્થંભથી અધિક આકારવાળા, વ્રણરહિત, સુકુમાર, મૃદુ, કોમળ, અવિરલ,એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે, અષ્ટાપદ તરંગના પાટલામાંની રેખાઓ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, પહોળી તેમની કટી- કમર છે; વદનની લંબાઈના પ્રમાણથી બમણો વિશાળ, માંસલ, દ્રઢ, એવો તેમની કટીનો પૂર્વ ભાગ છે; વજના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર-પેટ છે; કશ તેમનો મધ્યભાગ છે; સરલ, પ્રમાણપત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખંડ, સતેજ, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, મૃદુ અને જૂજવી તેમની રોમરાજી છે; ગંગાના આવર્તની પેઠે, તરંગભ્રમની પેઠે સૂર્યનાં કિરણથી જાગૃત થઈ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે; નીચા નમતાં, અંતરરહિત, સુંદર, નિર્મળ ગુણોપેત, સુપરિમાણયુક્ત, માંસલ ને રમણીય તેમના પાસાં છે; પુંઠના અસ્થિ અદ્રશ્યમાન છે, સોના સમાન કાન્તિમાન, નિર્મળ, સુજાત, રોગરહિત, તેમની ગાત્રયષ્ટી છે, સોનાના કળશના જેવા પ્રમાણયુક્ત, એક સરખા, સુલક્ષણયુક્ત, મનોહર શિખર યુક્ત, સમશ્રોણીયુક્ત, એવા બે વર્તુલાકાર તેમનાં સ્તન છે, સર્પની પેઠે અનુક્રમવાળા કોમળ, ગાયનાં પૂછડાની પેઠે ગોળ, એક સરખા, મધ્યભાગે, વિરલ, નમેલા, રમણીય અને લલિત તેમના બાહું છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે, કોમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy