SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ , , આશ્રવ, અધ્યયન-૪ ૨૫ પોતેજ રાયુંજ રસજ સંસ્વેદજ સંમૂછિત ઉભિ તથા નારકી દેવતામાં તેઓ ઉપજે. ચારે ગતિમાં જરા, મરણ, રોગ, શોક આદિએ કરી શોકભય સંસારમાં ઘણા પલ્યોપમાં સાગરપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ધ કાળવાળી એવી ચાર ગતિરુપ સંસાર અટવીમાં એ મોહને વશ પડેલાં જીવો વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યનો ફળવિપાક એવા પ્રકારનો છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને બહું દુખ આપનારું છે, મહા ભયરુપ છે, ધણા કર્મ રુપી મેલથી આકરું છે, દારુણ-કર્કશ અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષે પણ અણભોગવ્ય ન છૂટે તેવું છે. અધ્યયનઃ૪-આસવારઃ૪ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપઆવકારઃ૫) [૨૧]હે જંબૂ! હવે હું આઝવદ્ધારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચય કરીને જેમ છે તેમ કહું છું તે સાંભળ. વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન, પરિમલ સુગંધ, પુત્ર- સ્ત્રી આદિ પરિવાર, દાસીઓ, દાસ ચાકર, શ્રેષ્ઠ ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડાં, બકરાં, શિબિકા ગાડાં, રથ, યાન યુગ્મ સ્પંદન પલંગાદિ શયન, ધન, ધાન્ય, પાણી, ભોજન, વસ્ત્ર, ગંધ માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતો, નગર, આદિ હજારો સ્થાનો આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને એક છત્ર. સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિમિત અને અનંત રહે છે. તેમની સાથે મોટી ને મોટી ઈચ્છારુપે પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષના નરકરુપ જાડાં મૂળ છે. લોભ, સંગ્રામ અને કષાય રુપ મોટું થડ છે, સેંકડો ચિંતાપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે. ગર્વરુપે વિસ્તાર વંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયાકપટપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ-ભોગરુપ પુષ્પ-ફળ છે, શરીરનો ખેદ, મનનો ખેદ, કલહ, એ વડે કંપતો તેનો શિખરનો ભાગ છે; એવા પરિગ્રહ રુપી વૃક્ષને રાજા પૂજે છે, જે નિલભતારુપ માર્ગ છે તે માર્ગની અર્ગલારુપ એ પરિગ્રહ વૃક્ષ છે. [૨૨]એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન ૩૦ નામો આ પ્રમાણે છેઃ-પરિગ્રહ, સંચય ચય ઉપચય નિધાન સંભાર સંકર આદર પીંડો બનાવવો, દ્રવ્યસાર મહેચ્છા, પ્રતિબંધ લોભસ્વભાવ, મોટી ચાયના, ઉપકરણ સંરક્ષણ ભારનું કારણ, અનર્થનું ઉત્પાદન, ક્લેશ નો કરંડિયો, ધન ધાન્યાનો વિસ્તાર, અનર્થનું કારણ, સંસ્તવ મનનું અગોપન, શરીરનો આયાસ અવિયોગ અમુક્તિ તૃષ્ણા, અનર્થકધનાદિનો આસંગ,અસંતુષ્ટ વૃત્તિ. [૨૩]પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂચ્છથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની રુચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, વ્યંતરો આ દેવો મહા ઋદ્ધિવંત છે, ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ સહિત છે, પણ તેઓ મમતા કરે છે. હવે તેમના પરિગ્રહની વસ્તુઓ કહે છે, ભવન, વાહન, યાન આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણ, ઉત્તમ હથિયારો, નાના પ્રકારનાં પાંચ વર્ણનાં મણિરત્નોનો દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારના રુપ વિદુર્વે તેવી અપ્સરાઓનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy