________________
૧૦૮
નાયા ... કહાઓ - ૧ - ૧૨૫ દયમાં ધારણ કરીને ભયભીત ન થયા. ત્રાસ ન પામ્યા ઉદ્વિગ્ન ન થાય. સંભ્રાન્ત ન થયા. તે રત્નદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યો, તેની પરવા ન કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણાં પ્રતિકુલ ઉપ સર્ગો દ્વારા ચલિત કરવામાં, ક્ષુબ્ધ કરવામાં. પલટવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર મૃગારમય અને અનુરાગજનક અનુકૂળ ઉપસગોંથી તેમના ઉપર ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. દેવી કહેવા લાગી તમે મારી સાથે હાસ્ય કરેલ છે. ચોપાટ આદિ રમેલ છે. મનોવાંછિત કરેલ છે. ઝુલા આદિ પર ઝૂલીને મનોરંજન કરેલ છે. ઉદ્યાન આદિમાં ભ્રમણ કરેલ છે. અને રતિક્રિડા કરી છે. તે બધાને કાંઈ પણ ન ગણતાં મને છોડીને તમે શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં જાઓ છો ! ત્યાર પછી, રત્નદ્વીપની દેવીએ જિનરક્ષિતનું મન અવધિજ્ઞાનથી (કંઈક શિથીલ) જોયું. તે જોઇને દેવી આ પ્રમાણે કહેવા લાગી-હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ અકાન્ત આદિ હતી અને જિનપાલિત મારા માટે અનિષ્ટ અકાન્ત આદિ હતો. પરંતુ જિનરક્ષિતને માટે હું હંમેશા ઈષ્ટ આદિ હતી. અને જિનરક્ષિત મને ઈષ્ટ હતો તેથી જિનપાલિત રોતી આક્રન્દન કરતી. શોક કરતી, અનુતાપ કરતી. અને અલાપ કરતી એવી મારી પરવાહ ન કરે તે હે જિનરક્ષિત ! તું પણ રોતી એવી મારી યાવતુ પરવાહ નથી કરતો?
[૧૨-૧૩૩] ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવી અવધિજ્ઞાન દ્વારા જિનર ક્ષિતનું મન જાણીને બંને માકંદીપુત્રો પ્રતિ તેમના વધ કરવાના નિમિતે દ્વેષથી યુક્ત તે દેવી લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસથી મિશ્રિત દિવ્ય નાસિકા અને મનને તૃપ્તિ દેનાર અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી વિવિઘ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘુઘરાનુપુર અને મેખલા તે બધા આભૂષણોના શબ્દોથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી તે પાપીણી દેવી આ પ્રમાણે કહેવા લાગી. હે હોલ! વસુલ ગોલ હે નાથ ! હે દપિત હે પ્રિય! હે રમણ ! હે કાન્ત ! હે સ્વામિનુ હે નિર્ગુણ ! હે નિત્યકકા ! હે ત્યાન ! હે નિષ્કપ હે અકતજ્ઞ હે શિથિલભાવ હે રુક્ષ ! હે અકરુણ ! હે જિનરક્ષિત ! હે મારા દ્ધયના રક્ષક મને એકલી, અનાથ, બાંધવવિહીન. તમારા ચરણોની સેવા કરનારી અને અધન્યા ને ત્યાગી દેવી તે તમારે માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવિત રહેવા સમર્થ નથી. સેંકડો મત્સ્ય, આદિના ઘરસ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં, તમારી સામે હું મારો વધ કરૂં છુંઆવો, પાછા આવે. જો તમે કુપિત થયા છો. તો મારો એક અપરાધ ક્ષમા કરો. તમારું મુખ મેઘરહિત નિર્મળ ચંદ્રમા સમાન છે. તમારા નેત્રો શરઋતુના સઘઃ વિકસિત કમલ કુમુદ અને કુવલયના પાંદડાની સમાન અત્યંત શોભાયમાન છે. એવા નેત્રવાળા તમારા મુખના દર્શનની ઈચ્છાથી હું અહીં આવી છું. તમારા મુખને જોવાની મારી અભિલાષા છે. હે નાથ ! તમે મારી તરફ જુઓ, જેથી હું તમારા મુખ કમળને જોઈ લઉં. આ પ્રમાણે પ્રેમપૂર્ણ. સરલ અને મધુર વચન વારં વાર બોલતી તે પાપિની અને પાપપૂર્ણબ્દયવાળીદેવી માર્ગમાં તેની પાછળ પાછળ ચાલી.
[૧૩૪] ત્યાર પછી પૂર્વોક્ત કાનોને સુખ દેનાર અને મનને હરણ કરનાર આભૂષણોના શબ્દોથી તથા તે પ્રણયયુક્ત, સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તેને પહેલાં કરતા તેણી પર દ્વિગુણિત રાગ ઉત્પન્ન થયો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org