________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯
૧૦૯ રત્નદ્વીપનીદેવીના સુંદર સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નેત્રના લાવણ્યની, રૂપની અને યૌવનની લક્ષ્મીનું સ્મરણ કરવા લાગ્યો. તેની સાથે હર્ષ અને ઉતાવળથી કરેલ આલિંગનોને, ચેષ્ટાઓને, નેત્રના વિકારોને, વિહસિતને, કટાક્ષને, કામક્રીડાજનિત નિઃશ્વાસો ને, સ્ત્રીના ઈચ્છિત અંગના મર્દનને, ઉપલલિતને, સ્થિત ને. ગતિને પ્રણયદોષને, તથા. પ્રસાદિમને, સ્મરણ કરતાં જિનરક્ષિતની મતિરાગથી મોહિત થઈ, તે વિવશ થઈ. ગયોપોતાના પર કાબુ ન રાખી શક્યો, કર્મને આધિન થઈ ગયો અને તે લજ્જાની સાથે પાછળ, તેણીનું મુખ જોવા લાગ્યો. જિનરક્ષિતને દેવી ઉપર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી મૃત્યુ રૂપી રાક્ષસે તેના ગળામાં હાથ નાખીને તેની મતિ ફેરવી દીધી, તેણે દેવીની તરફ જોયું. તે શૈલક યક્ષે અવધિજ્ઞાનથી જાણી લીધું અને સ્વસ્થતાથી રહિત તેને ધીરે ધીરે પોતાની પીઠ ઉપરથી ફેંકી દીધો. ત્યાર પછી તે નિર્દય અને પારિણી રત્ન દ્વીપની દેવીએ દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠ ઉપરથી પડતો જોઈને કહ્યું રે દાસ! તું મર્યો.' આ પ્રમાણે કહીને સમુદ્રના પાણી સુધી પહેંચો, તે પહેલા જ બન્ને હાથોવડે પકડીને, ચિલ્લાતા જિનરક્ષિતને ઉપર ઉછળ્યો. જ્યારે તે નીચે આવ્યો ત્યારે તેને તલવારની ધાર પર ઝીલી લીધો.જિનરક્ષિતનાટુકડે-ટુકડા કરી નાંખ્યા. રુધિરથી વ્યાપ્ત અંગોપાંગોને ગ્રહણ કરીને. બંને હાથની અંજલિ કરીને, હર્ષિત થઈને તેના ઉસ્લિપ્તબલિ-દેવતાને ઉદ્દેશ્ય કરીને આકાશમાં ફેકેલી બલિની જેમ, ચારે દિશાઓને બલિદાન આપ્યું.
[૧૩૫] આ પ્રમાણે આયુષ્યમને શ્રમણો ! આપણ નિર્ગથ અને નિર્ચથીઓની પાસે પ્રવ્રજિત થઇને, ફરીથી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે, યાચના કરે છે, સ્પૃહા કરે છે, એવી અભિલાષા કરે છે, યા દ્રષ્ટઅદ્રષ્ટ શબ્દાદિના ભોગની ઇચ્છા કરે છે, તે મનુષ્ય આ જ ભવમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
[૧૩-૧૩૭] પાછળ જોનાર જિનરક્ષિત છેતરાઈ ગયો અને પાછળ ન જોનાર જિનપાલિત નિર્વિને પોતાના સ્થાન પર પહોંચી ગયો. તેથી પ્રવચનસારમાં આસક્તિ રાખવી જોઈએ. ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઈચ્છા કરે છે, તે ઘોર સંસારસાગરમાં પડે છે અને જે ભોગની ઇચ્છા નથી કરતો, તે સંસાર રૂપી વનને પાર કરે છે.
[૧૩૮] ત્યાર પછી રત્નદ્વીપની તે દેવી જિનપાલિતની પાસે આવી. આવીને ઘણાં અનુકૂળ, પ્રતિકૂળ, કઠોર, મધુર, શ્રકારવાળા અને કરુણા જનક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલાયમાન કરવામાં, ક્ષુબ્ધ કરવામાં અને મનને પલટાવવામાં અસમર્થ રહી ત્યારે તે મનથી થાકી ગઈ, શરીરથી થાકી ગઈ અને ગ્લાનિને પ્રાપ્ત થઈ અને અતિશય ખિન્ન થઈ ગઈ. ત્યારે જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ. તે શૈલક યક્ષ, જિનપાલિતની સાથે, લવણસમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યો. ચાલીને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો. આવીને ચંપાનગરીની બહાર શ્રેષ્ઠ ઉદ્યાનમાં પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને નીચે ઉતાર્યો. ઉતારીને કહ્યું- હે દેવાનુપ્રિય ! જુઓ, આ ચંપા નગરી દેખાય છે. આમ કહીને તેણે જિનપાલિત પાસેથી રજા લીધી અને પાછો ગયો.
[૧૩] ત્યાર પછી જિનપાલિતે ચંપા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર હતું. જ્યાં માતા-પિતા હતા, ત્યાં આવે છે. આવીને રોતાં-રોતાં યાવતું વિલાપ કરતાં માતા પિતાને જિનરક્ષિતનો વૃત્તાન્ત કહે છે. ત્યાર પછી જિનપાલિતે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org