________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯
૧૦૭ દિશાનો વનખંડ હતો અને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ત્યાં જે કમલ આદિ હતાં તેમને ગ્રહણ જ્યગ્રહણ કરીને શૈલક યક્ષના યક્ષાયતનમાં આવ્યા યક્ષ પર દ્રષ્ટિપડતાં જ તેને પ્રમાણ કર્યો. પછી મહાન જનોને યોગ્ય પૂજા કરી. તેઓ ઘુટણ અને પગ નમાવીને યક્ષની સેવા કરતા થકા, નમસ્કાર કરતા થકા ઉપાસના કરવા લાગ્યા. જેનો સમય સમીપ આવેલો છે. એવા યક્ષે કહ્યું – “કોને તારું કોને પાલૂ? ત્યાર પછી માકંદી પુત્રોએ ઉભા થઈને હાથ જોડીને કહ્યું : “અમને તારો અમને પાલો ત્યારે શૈલક યક્ષે માકંદીપુત્રોને કહ્યું દેવાનું પ્રિયો! તમે મારી સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ ગમન કરશો. ત્યારે તે પાપીણી. રુદ્રા, ચપ્પા, ક્ષુદ્રા અને સાહસિકા, રત્નદ્વિપની દેવી તમને કઠોર, કોમળ, અનુકૂળ, શૃંગારમય અને મોહજનક ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. હે દેવાનુપ્રિયો ! અગર તમે રત્નઢિપની દેવી ના તે કથન નો આદર કરશો તેને અંગીકાર કરશો યા અપેક્ષા કરશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે ફેંકી દઈશ અને તમે રત્નદ્વિપના દેવતાનો તે કથનનો આદર આદિ નહિ કરો, મારા હાથથી રત્નદ્વિપની દેવીથી તમારો નિતારકરી દઈશ.
ત્યાર માકંદીપુત્રોએ શૈલક યક્ષને કહ્યું- દેવાનુપ્રિય ! આપ જે કહેશો અમે તેના ઉપપાત - સેવન, વચન - આદેશ. અને નિર્દેશમાં રહીશું ત્યાર પછી શેલક યક્ષ ઉત્તરપૂર્વ દિશામાં ગયા ત્યાં જઈને તેણે વૈક્રિય સમુઘાત કરીને એક મોટા અશ્વનારૂપની વિક્રિયા કરી અને પછી માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું તમે મારે પીઠ ઉપર ચઢી જાઓ. ત્યારે માકંદીપુત્રોએ હર્ષિત અને સંતુષ્ટ થઇને શેલક યક્ષને પ્રણામ કર્યા. તેઓ શૈલકની પીઠ ઉપર આરૂઢ થઈ ગયા. ત્યાર પછી અશ્વરૂપધારી શૈલક યશ્ર માકંદીપુત્રોને પીઠ પર આરૂઢ થયેલ જાણીને સાત-આઠ તાડની બરાબર આકાશમાં ઉંચે ઉડ્યો. ઉડીને ઉત્કૃષ્ટ શીવ્રતાવાળી દેવ સંબંધી દિવ્ય ગતિથી લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને જ્યાં જંબુદ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. અને જ્યાં ચંપા નગરી હતી. તે તરફ રવાના થયો.
[૧૨૫] ત્યાર પછી રત્નદ્વીપની દેવીએ લવણ સમુદ્રની ચારે તરફ ચક્કર લગા વીને તેમાં જે કંઈ તૃણ આદિ હતું તે બધું યાવતુ દૂર કર્યું. દૂર કરીને પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવી. આવીને તેણીએ માકંદીપુત્રોને ઉત્તમ પ્રાસાદમાં ન જોવાથી પૂર્ણ દિશાના વનખંડમાં ગઈ. ત્યાં જઈને ત્યાં દરેક સ્થળે તેઓની ગવેષણા કરી. ગવેષણા કરવા પર તે માકંદીપુત્રોની ક્યાંય પણ શ્રુતિ આદિ ન પામવાથી ઉત્તરદિશાના વનખંડ માં ગઈ. પરંતુ તે ક્યાંય ન દેખાયા ત્યારે તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરીને તેણીએ માકંદીપુત્રોને શૈલકની સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યા જતા જોયા જોતાંજ તે તત્કાળ રૂદ્ધ થઈ. તેણીએ ઢાલ તલવાર લઈ અને સાત આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડીને ઉત્કૃષ્ટ અને શીધ્ર ગતિ કરીને જ્યાં માકંદીપુત્રો હતા ત્યાં આવી આવીને આ પ્રમાણે કહેવા લાગી. અરે માકંદીના પુત્રો ! અરે મોતની કામના કરનારા ! શું તમે સમજો છો કે મારો ત્યાગ કરીને, શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં થઈને તમે ચાલ્યા જશે ? આટલે ચાલ્યા જવા પર પણ જો તમે મારી અપેક્ષા રાખશો તો તમે જીવતાં રહેશો અને જો મારી અપેક્ષા નહીં કરો તો તો આ નીલ કમલ અને ભેંસના શીંગડા જેવી કાળી તલવારથી યાવતું તમારું મસ્તક કાપીને ફેંકી દઈશ.
ત્યાર પછી તે માકંદીપુત્રો રદ્વીપની દેવીના આ કથનને સાંભળી ને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org