________________
૧૦૬
નાયાધમ્મ કહાઓ- ૧-૯૪૧૨૭ ખંડમાં ગયા. પછી પશ્ચિમ દિશાના વનખંડમાં ગયા. જઈને યાવતું વિહાર કરવા લાગ્યા.
ત્યારે તે માકંદીપૂત્રો ત્યાં પણ સ્મૃતિ યાવતું શાંતિ ન પામતા કહેવા લાગ્યા - હે દેવાનુપ્રિયો ! આપણે દક્ષિણ દિશાના વનખંડમાં પણ જવું જોઇએ. આ પ્રમાણે કહીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો સંકલ્પ કર્યો રવાના થયા. ત્યારે દક્ષિણ દિશાથી દુર્ગધ છુટવા લાગી જેમ કોઈ સર્પનું ફ્લેવર હોય યાવતુ તેનાથી પણ અધિક દુર્ગધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગધથી ગભરાઈને પોતપોતાના ઉતરીયા વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા. - ત્યાં તેઓએ એક વધસ્થાન જોયું. જોઇને સેંકડો હાડકાઓના સમૂહથી વ્યાપ્ત અને જોવામાં ભયંકર તે સ્થાન પર શૂલી પર ચઢાવેલ એક પુરૂષને કરુણ, વિરસ અને કષ્ટમય શબ્દ કરતો જોયો. તેને જોઇને તેઓ ડરી ગયા તેઓને મોટો ભય ઉત્પન્ન થયો. પછી તેઓ ત્યાં શૂલી પર ચઢાવેલ પુરૂષ હતો ત્યાં પહોંચ્યાં અને શૂલી પર ચઢાવેલા પુરુષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! આ વધસ્થાન કોનું છે? તમે કોણ છો? શા માટે અહીં આવ્યા હતા? કોણે તમને આ વિપત્તિમાં નાખેલ છે? ત્યારે શૂલીપર ચઢેલ પુરુષે માકંદીપૂત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! આ રત્નદ્વીપની દેવીનું વધ સ્થાન છે. હું જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં કાકંદી નગરીના નિવાસી અશ્વોનો વ્યાપારી છું. હું ઘણાં અશ્વો અને ભાંડોપકરણ પોત-વહનમાં ભરીને લવણ સમુદ્રમાં ચાલ્યો. ત્યાર પછી પોત વાહન ભાંગી જવાથી મારું બધું ઉત્તમ ભાંડોપકરણ સમુદ્રમાં ડૂબી ગયું અને પાટિયાનો એક ટુકડો મળી ગયો. તેનાં સહારે તરતા-તરતાં હું રત્નદ્વીપની સમીપમાં આવી ગયો તે સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઇને તેણે મને ગ્રહણ કરી લીધો તે મારી સાથે વિપુલ કામ-ભોગ ભોગવવા લાગી. ત્યાર પછી તે દેવી એકવાર કોઈ સમય મારા નાના અપરાધથી કુપિત થઈ ગઈ અને મને આ વિપત્તિ પહોંચાડેલ છે; ખબર નથી તમારા શરીરને પણ કઈ આપત્તિમાં મૂકશે !
[૧૨૪] ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ તે પુરુષ પાસેથી આ અર્થને સાંભળીને અને દયમાં ધારણ કરીને અતીવ ભયભીત થઈ ગયા. ત્યારે શૂલી ઉપર ચઢેલ પુરુષને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! અમે લોકો રત્નદ્વીપની દેવીના હાથેથી કેવી રીતે છુટકારો પામી શકીએ ? દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વનું રૂપ ધારણ કરેલ શૈલક નામક યક્ષ નિવાસ કરે છે. તે શૈલક યક્ષ ચૌદસ, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે એક નિયત સમય આવવા. પર જોરથી શબ્દ કહીને આ પ્રમાણે બોલે છે-“કોને તારું કોને પાલૂ?” તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને શેલક યક્ષની મહાન જનોને યોગ્ય પુષ્પોથી પૂજા. કરજો. પૂજા કરીને ઘુટણ અને પગ નમાવીને. બંને હાથ જોડીને વિનયની સાથે તેની સેવા. કરતાં તમારે ઉભા રહેવું. જ્યારે શૈલક યક્ષ કહે કે-“કોને તારું, કોને પાલું, ત્યારે તમારે કહેવું અમને તારો અમને પાલો” આ પ્રમાણે શેલક યક્ષ જ કેવળ રત્નદ્વીપની દેવીના હાથથી પોતાના હાથે સ્વયં તમારો નિતાર કરશે.
- ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ પુરુષના તે અર્થને સાંભળીને, અને મનમાં ધારણ કરીને શીધ્ર, પ્રચંડ, ચપલ, તરાવાળી અને વેગવાળી ગતિથી જ્યાં પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org