________________
૩૮૪
રાયપશિયં-(૧૫) ગોઠવેલાં હતાં, એ બધાં તોરણો ખૂબ પ્રકાશમાન હતાં, જોનારની આંખને અડકનારના હાથને સુખ ઉપજાવે એવાં પ્રાસાદિક હતાં.વળી, તે તોરણોની ઉપર તે આભિયોગિક દેવો એ સાથીઓ,શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન કલશ, મત્સ્ય-માછલી અને દર્પણ એ આઠ આઠ મંગલો ગોઠવ્યાં, ઉપરાંત વજમાંથી બનાવેલાં ડાંડીવાળાં કાળાં ચામર, ધોળાં ચામર વગેરે અનેક રંગનાં ચામરોની ધજાઓ પણ તે તોરણો ઉપર લટ કાવેલી હતી. વળી, તે તોરણો ઉપર, છત્ર ઉપર છત્ર હોય તે ઘાટે અનેક છત્રો, એ પ્રમાણે અનેકઘંટડીઓ, પતાકાઓ,સર્વરત્નમયઉત્પલના,કુમુદના,નલિનના,સો. પાંખડીવાળા કમળના અને હજાર પાંખડીવાળા કમળના અનેક ગુચ્છાઓ ગોઠવેલા હતા.
- હવે તેઆભિયોગિક દેવો, એ સોપાનો અને તેને લગતી બીજી બધી સુંદર રચના પૂરી કરી તે દિવ્યયાન વિમાનની અંદરના ભૂમિભાગને સુંદરમાં સુંદર રીતે સજાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. તે દિવ્ય યાન વિમાનની અંદરનો ભૂમિભાગ, તે દેવોએ સર્વ પ્રકારે અત્યંત સમ બનાવ્યો હતો. જેમ ઢોલનો ઉપરનો ભાગ, મૃદંગનો ઉપરનો ભાગ, સરોવરનો ઉપરતળનો ભાગ, હાથની હથેળીનો ભાગ, ચંદ્રના મંડળનો ભાગ, સૂર્યના મંડળનો ભાગ, આરીસાનો ઉપરનો ભાગ જેવો સર્વ પ્રકારે સરખો હોય છે-કયાંય ઊંચો નીચો નથી હોતો, એ પ્રકારે તે વિમાનની અંદરનો ભૂભાગ સર્વ પ્રકારે સમ કરેલો હતો. વળી, જેમ ઘેટાનું. બળદનું વરાહનું, સિંહનું વાઘનું. હરણનું, બકરાનું અને દીપડાનું ચામડું સર્વ બાજાઓથી શંક શંકુ જેવડા ખીલાઓ ભરાવી ખેંચતાં જેવું એકસરખું થઈ જાય છે તેવો તે વિમાનનો અંદરનો ભૂભાગ સમ બનાવેલો હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા,પીળા અને ધોળા એવા અનેક મણિઓ જડેલા હતા. તેમાંના કેટલાક આવર્ત વાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રશ્રેણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષ્પ માણવા જેવા, શરાવસંપુટ જેવા હતા. તે મણિઓમાં બીજા કેટલાક માછલાનાં ઈંડા જેવા અને મગરનાં ઈંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્ર તરંગ, વાસંતીલતા, કમળવેલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્રો કોરલાં હોય એમ દેખાતું હતું. તે ભૂભાગમાં જડેલા બધા મણિઓ ભારે ચકચકાટવાળા, અનેક કિરણો વાળા, ઉત્કટ પ્રભાવાળા અને તેજના અંબારથી ભરેલા હતા. એ મણિઓમાં જે કાળા મણિ હતા તે મેઘ જેવા, આંજણ જેવા, દીવાની મેશ જેવા, કાજળ જેલા, પાડાના શિંગડા જેવા, પાડાના શિંગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારાભાગ જેવા, જાંબૂડા જેવા, કાગડાના નાના બચ્ચા જેવા, કોયલ જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદ ઋતુના વાદળા જેવા, કાળા અશોક જેવા, કાળી કણેર જેવા અને કાળા બપોરીયા જેવા કાળા હતા. શું તે કાળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા ? એ અર્થ સમર્થ નથી અથતુ એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે કાળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર, અને મનોજ્ઞ કાળા વર્ણવાળા હતા. એ મણિ ઓમાં જે નીલા મણિ હતા તે ભૃગ જેવા, ભૃગની પાંખ જેવા, પોપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી. જેવા, ચાષના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગોળી જેવા, બળદેવે પહેરેલા લીલા કપડા જેવા, મોરની ડોક જેવા, અળસીના ફૂલ જેવા, બાણના ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, લીલા કમળ જેવા, લીલા અશોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org