SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૧૭ ૯૮૭ કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજ્જ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવો અને દેવીઓ. પોતપોતાની ઋદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજ્જ કરી બરાબર વખતસર સૂયભદેવની સમક્ષ હાજર થયાં. [૧૪]પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સુભદેવ ખુશખુશ થઈ ગયો. પછી તેણે પોતાના આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયો ! લાખ યોજનાના વિસ્તારવાળું એક મોટું યાન વિમાન તમે જલદી તયાર કરો. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડો સ્તંભો ગોઠ વવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શોભે એ રીતે વરુ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્ય,મગર, પક્ષી, સપ કે વાઘ, કિન્નર, શરભ, ચમરી ગાય, હાથી, વનવેલો અને કમળવેલો એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જોડલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રો તે વિમાનમાં ગોઠવવાનાં છે, હજારો કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારો રુપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જોનારની આંખને શીતળ કરે એવું, અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું ટાંગેલી અનેક ઘંટડીઓના મધુર રણકારાવાળું દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિ વાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દેવી! તેવા તે યાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.” [૧૫]આભિયોગિક દેવોને સૂયાદવે પૂર્વોક્ત પ્રકારનું યાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્યાત કયો અને તે દ્વારા સંખ્યય યોજના લાંબો દંડ કાઢ્યો, જાડાં પુદ્ગલોને મૂકી સૂક્ષ્મ પુગલોને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુઘાત કર્યો અને પછી તે આભિયોગિક દેવો દિવ્ય એવા તે વિમાન બનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા. તે દેવોએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજાઓ ત્રણ મોટાં સુંદર સોપાન ગોઠવ્યાં એક સોપાન પૂર્વમાં, બીજું દક્ષિણમાં અને ત્રીજું ઉત્તરમાં. તે સોપાનોની ભોંય વજમય બનાવી તેનાં પ્રતિષ્ઠાનો રિઝરત્નોનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભો વૈદુર્યરત્નમાંથી ઘડ્યા, સોપાનોનાં પાટિયાં સોનાપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈઓ લોહિતાક્ષરત્નોમાંથી નીપજાવી સાંધાના (ભાગો વજથી જડ્યા, અવલંબનોને અનેક પ્રકારનાં મણિઓમાંથી બનાવ્યાં, અવલંબન બાહુઓને-સોપાનોની બને બાજાની કઠેડાવાળી ભીંતોને પણ મણિઓ માંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવોએ યાન વિમાનની ત્રણ બાજુએ મૂકેલાં સોપાનો અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં. તે ત્રણે સુંદર સોપાનોની આગળ સુંદર તોરણો બાંધ્યાં. તે તોરણો પણ ચંદ્રકાંત અને સૂર્યકાંત વગેરે અનેક મણિઓથી ભરેલાં હતાં, મણિમય સ્તંભો ઉપર ગોઠવેલાં હોવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો પાડેલી હતી, હાથી, ઘોડા, મગર, પક્ષી, વનવેલો અને કમળવેલો વગેરે અનેક પ્રકારનાં ચિત્રો એ તોરણોમાં કરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રો પણ એમાં ભરેલાં હતાં અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy