________________
૧૮૪
ઉવાસગ દસાઓ- ૧૯ પુદગલપ્રક્ષેપ-ત્યાર પછી શ્રમણોપાસકે પોષધોપવાસમાં પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ.અપ્રતિલેખિત-દુષ્પતિ લેખિત શય્યા-સંસ્મારક, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા સંસ્મારક અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાઅસવણભૂમિ,અપ્રમાર્જિતદુઝમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ-અને પોષ ધોપવાસનું બરાબર પાલન ન કરવું.
ત્યાર પછી શ્રમણોપાસકે યથાસંવિભાગ(અતિથિસંવિભાગ) વ્રતનાપાંચ અતિ ચારો જાણવા પણ આચરવા નહિ. સચિત્ત નિક્ષેપણ, સચિત્તપિધાન,-કાલાતિક્રમ- પર વ્યપદેશ, મત્સરિતા- ત્યાર પછી અપ ચ્છિમ મારણાત્તિક સંલેખના ઝોષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. આ લોકના સુખોની અભિલાષા કરવી પરલોગાસંસપ્ટઓગે-પરલોકના સુખોની અભિલાષા કરવી.-જીવવાની આશિંસા કરવી-મરણની આશંસા કરવી અને-ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા કરવી.
[૧૦]ત્યાર પછી આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી એણે એ પ્રમાણે કહ્યું ઃ ભગવનું ! આજથી આરંભી મારે અન્ય તીર્થિકોને, અન્ય તીર્થિકોના દેવને, અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંતનાં ચૈત્યોને વંદન-નમસ્કાર કરવા તથા પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેની સાથે આલાપ - સંલાપ- કરવી તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આપવું, ન કહ્યું. પણ એમાં આ પ્રમાણે આગારો છે. રાજાભિયોગ-બલના આગ્રહથી,દેવતાભિયોગ-દેવતાનીપરતંત્રતાથી,ગુનિગ્રહ અને વૃત્તિ કાંતાર એ છ આગાર સિવાય ધર્મબુદ્ધિથી ઉપર્યુક્તનો ત્યાગ છે. મારે શ્રમણ નિર્ચન્હો ને પ્રાસુક અચિત્ત અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપ્રીંછનક પીઠ, આસન, ફલક-પાટિયું, શવ્યા, વસતિ, સંસ્તારક તથા ઔષધ અને ભૈષજ્યા વડે સત્કાર કરવો યોગ્ય છે, એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ-ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે સંબંધમાં પ્રશ્ન પૂછે છે. પ્રશ્નો પૂછી તેનો અર્થ ગ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કરી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર વંદન કરે છે. વંદન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને જ્યાં વાણિજ્યગ્રામ નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શિવાનંદા ભાયને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ પ્રમાણે ધર્મ સાંભળ્યો અને તે ધર્મ અને ઈષ્ટ છે, પુનઃ પુનઃ ઈષ્ટ છે અને તેની મને રુચિ થઈ છે. માટે દેવાનપ્રિયે તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર, યાવતુ તેમની પર્યાપાસના કર અને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહસ્થધર્મનો સ્વીકાર કર.”
[૧૧]ત્યાર બાદ તે શિવાનન્દા ભાય આનંદ શ્રાવક દ્વારા એમ કહેવા પર હર્ષિત અને પ્રસન્ન થઈ. તે કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનું પ્રિયો! જલદી. લઘુકરણ- ઈત્યાદિ વર્ણનયુક્ત બળદો જેમાં જોડાયેલા હોય એવો શ્રેષ્ઠ ધાર્મિક રથ હાજર કરો. ત્યાર બાદ તે શ્રેષ્ઠ વાહનમાં બેસીને જાય છે અને ભગવાનની યાવતુ પર્યપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીર શિવાનન્દાને અને તે મોટી પર્ષદાને ધમોપદેશ કરે છે. ત્યાર પછી શિવાનન્દા શ્રમણ ભગવંત મહાવીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org