________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ કરીને વિચારે છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક નિષ્ક્રીડિત નામક તપ કર્મ અંગીકાર કરીને વિચરે છે. તે તપ આ પ્રમાણે કરાય છે. સર્વ પ્રથમ એક ઉપવાસ કરે, ઉપવાસ કરીને સર્વકામગુણિત પારણા કરે; પારણા કરીને બે ઉપવાસ કરે, પછી એક ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ, કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે કરીને ત્રણ ઉપવાસ કરે. કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને સાત કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને આ આઠ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને નવ ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે કરીને નવ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે સર્વ જગ્યાએ પારણાના દિવસે સર્વ કામગુણિત પારણા કરીને ઉપવાસ પૂર્ણ કરવો એમ સમજવું.
આ પ્રમાણે. ફુલ્લક સિહનિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાત્રમાં સૂત્રનુંસાર યાવત્ આરાધિત થાય છે. ત્યાર પછી બીજી પરિપાટીમાં એક ઉપવાસ કરે છે, ઈત્યાદિ બધુ પહેલાની સમાન સમજવું. વિશેષતા એ છે કે તેમાં વિકૃતિ રહિત પારણા કરે છે આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ સમજવી વિશેષતા એ છે કે અલેપકતથી પારણા કરે છે. ચોથી પરિપાટીમાં પણ તેમજ સમજવું જોઇએ. તેમાં આયંબીલથી પારણા થાય છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપની બે વર્ષ અને અઠ્યાવીસ અહોરાત્રીમાં સૂત્રના કથનાનુસાર યાવત્ તીર્થંકરની આજ્ઞાથી આરાધના કરીને જ્યાં સ્થવિર ભગવાન હતા, ત્યાં આવ્યા. આવીને તેઓને વંદના કરી, નમસ્કાર કર્યા.
ભગવન્અમે મહતુ સિંહનિષ્ઠીડિત નામનો તપકર્મ કરવા ઈચ્છીએ છીએ તે તપ ક્ષુલ્લક સિંહનિષ્ક્રીડિત તપના સમાન જ જાણવો જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ચોત્રીસ ભક્ત સુધી પહોંચી પાછા ફરાય છે. એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. સંપૂર્ણ મહાસિંહનિષ્ક્રીડિત તપ છ વર્ષ, બે માસ અને બાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. ત્યાર પછી તે મહાબલ પ્રમુખ સાતે અણગાર મહાસિંહનિષ્ક્રીડિત તપકર્મનો સુત્રાનુસાર યાવતું આરાધન કરીને જ્યાં સ્થવિર ભગવાન્ હતા, ત્યાં આવે છે. આવીને સ્થવિર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઘણાંજ ઉપવાસ બેલા આદિ કરતાં વિચરે છે. ત્યાર પછી તે મહાબલ પ્રકૃતિ અણગાર તે પ્રધાન તપના કારણે શુષ્ક હીન તથા રુક્ષ થઈ ગયા, જેમ ભગવતી સૂત્રમાં કહેલ દક મુનિ-વિશેષતા એ છે કે સ્કંદક મુનિએ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરેલ હતી, પરંતુ આ સાત મુનિઓએ સ્થવિર ભગવાન પાસેથી આજ્ઞા લીધી. આજ્ઞા લઈને ચાર નામક પર્વત પર આરૂઢ થયા. આરૂઢ થઈને યાવતુ બે માંસની સંલેખના કરીને એકસો વીસ ભક્તના અનશન કરીને, ચોરાસીલાખ વર્ષ સુધી સંયમ પાળીને ચોરાસી લાખ પૂર્વનું કુલ આયુષ્ય ભોગવીને જયંત નામક ત્રીજા અનુત્તર વિમાનમાં દેવપર્યાયથી ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org