________________
નાયાધમ્મ કહાઓ - ૧-૮૮૧ . [૮૧] તે જયંત વિમાનમાં કેટલાક દેવોની બત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તેઓમાંથી મહાબલને છોડીને બીજા છ દેવોની કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ અને મહાબલની પૂરી બત્રીસાગરોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી મહાબલ સિવાય છ એ દેવો જયંત દેવલોકથી, દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરીને, દેવલોક માં રહેવા સંબંધી સ્થિતિનો ક્ષય થવાથી અને દેવ સંબંધી ભવનો ક્ષય થવાથી, અત્તર રહિત, શરીરનો ત્યાગ કરીને આ જમ્બુદ્વીપમાં ભારત વર્ષમાં વિશુદ્ધ માતા-પિતાના વાશવાળા રાજકુળોમાં અલગ અલગ કુમારના રૂપમાં ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે પહેલો મિત્ર પ્રતિબુદ્ધિ ઈવાકુ દેશનો રાજા થયો. ચંદ્રચ્છાય અંગ દેશનો રાજા થયો, જેની રાજધાની ચંપા હતી. ત્રીજો મિત્ર શંખ કાશી દેશનો રાજા થયો, જેની રાજધાની વાણારસી નગરી હતી. ચોથો રૂકમી કુણાલ દેશનો રાજા થયો, જેની નગરી શ્રાવસ્તી હતી. પાંચમો અદીનશત્રુ કુરુક્ષેત્રનો રાજા થયો, જેની રાજધાની હસ્તીનાપુર હતી. છઠ્ઠો જિતશત્રુ પંચાલ દેશનો રાજા થયો, જેની રાજધાની કાંપિલ્યપુર હતી.
- ત્યાર પછી તે મહાબલ દેવ-ત્રણ જ્ઞાનથી યુક્ત થઈને, જ્યારે સમસ્ત ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, દરેક દિશાઓ સૌમ્ય વિતિમિર અને વિશુદ્ધ હતી, પક્ષિઓના શબ્દ આદિ શકુન વિજયકારક હતા, વાયુ દક્ષિણ તરફ ચાલી રહ્યો હતો અને અનુકૂળ અર્થાત્ શીત મંદ અને સુગંધ રૂપ થઈને પૃથ્વી પર પ્રસાર કરી રહ્યો હતો, પૃથ્વી પર ધાન્ય નિષ્પન્ન થઈ ગયું હતું અને આ કારણે લોકો અત્યંત હર્ષ યુક્ત થઈને ક્રીડા કરી રહ્યા હતા, એવા સમયમાં, અર્ધ રાત્રિના અવસર પર, અશ્વિની નક્ષત્રનો ચંદ્રમાની સાથે યોગ થવા પર, હેમન્ત ઋતુના ચોથા માસ, આઠમા પક્ષમાં અર્થાત્ ફાલ્યુન માસના શુલ્ક પક્ષમાં, ચોથની તિથિના પાછલા ભાગે રાત્રિ ભાગમાં, બત્રીસ સાગરોપમની સ્થિતિવાળા જયન્ત નામક વિમાનથી, અનન્તર, શરીર ત્યાગ કરીને, આ જમ્બુદ્વીપ નામના દ્વિીપના ભરત ક્ષેત્રમાં, મિથિલા નામની રાજધાનીમાં, કુંભરાજાની પ્રભાવતી દેવીની કુક્ષીએ, દેવગતિ સંબંધી આહારનો ત્યાગ કરીને વૈક્રિય શરીરનો ત્યાગ કરીને તેમજ દેવભવનો. ત્યાગ કરીને, ગર્ભના રૂપમાં ઉત્પન્ન થયા.
તે રાત્રિમાં પ્રભાવતી દેવી તેવા પ્રકારના પહેલા કહેલા વાસભાવનમાં પૂર્વવર્ણિત શય્યા પર યાવતુ અર્ધરાત્રિના સમયે, જ્યારે તે એકદમ ન સુતી હતી કે ન જાગતી હતી, વારંવાર ઉંઘતી હતી ત્યારે તે આ પ્રકારના પ્રધાન, કલ્યાણ રૂપ, શિવ ધન્ય, માંગલિક અને સશ્રીક ચૌદ મહાસ્વપ્ન જોઇને જાગી. ગજ વૃષભ સિંહ અભિષેક પુષ્પમાળા ચંદ્રમા સૂર્ય ધ્વજા કુંભ પા સરોવર ક્ષીર સાગર વિમાન રત્નરાશિ નિધૂમ અગ્નિ આ ૧૪ સ્વપ્ન જોયા પછી પ્રભાવતી રાણી જ્યાં રાજા કુમ્ભ હતાં, ત્યાં આવી. આવીને પતિને સ્વપ્નનો વૃત્તાન્ત કહ્યો. કુમ્મરાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નના ફળ પૂછ્યા. યાવતુ પ્રભાવતી દેવી હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને વિચરવા લાગી.
ત્યાર પછી પ્રભાવતી દેવીને ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે કે જે જળ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ, દેદીપ્ય માન, અનેક પચરંગી પુષ્પોથી આચ્છાદિત શય્યા પર સુખપૂર્વક બેઠેલી અને સુખપૂર્વક સુતેલી વિચરે છે. તથા પાટલા, માલતી, ચપ્પા, અશોક, પુનાગના ફૂલો, મરવાના પાન, દમનકના ફુલો, નિદૉષ શતપ ત્રિકાના ફુલો તેમજ કોટના ઉત્તમ પત્રોથી ગુંથેલ, પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org