________________
૧૭
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
ત્યાર પછી શ્રેણિક રાજા, પોતાની સમીપ ઈશાન ખુણામાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા સરસોના માંગલિક ઉપચારથી જેમાં શાંતિ કર્મ કરેલ છે. એવા આઠ ભદ્રાસનો રખાવે છે. ૨ખાવીને સભાના અંદરના ભાગમાં જવનિકા (પડદો] બંધાવે છે તે જવનિકા વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી મંડિત હતી. અત્યંત દર્શનીય હતી. મોટા મૂલ્યવાળી હતી. મોટા નગરમાં બનેલી હતી. કોમલ અને સેંકડો પ્રકારની રચનાવાળા ચિત્રોના સ્થાનભૂત હતી. તેમાં ઈહામૃગવૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સર્વ, કિંમર, રર જાતિના મૃગ, સરજા, ચમરી, ગાય, હાથી, વનલતા પઘલતા, વિગેરના ચિત્રો આલેખેલા હતાં, તથા તેના છેડા ઊત્તમ સુવર્ણના તારોથી ભરેલા હોવાથી શોભતા હતા. તેની અંદરના ભાગમાં ધારિણી દેવીને માટે આસ્તરક વડે અને કોમળ આંકડાવડે ઢાંકેલું, શ્વેત વસ્ત્રવડે આચ્છાદન કરેલું સુંદર સ્પર્શવાળું હોવાથી આખા અંગને સુખ ઉપજાવે તેવું અને અત્યંત કોમળ ભદ્રાસન સ્થાપિત કર્યું ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત જ્યોતિષના સૂત્ર અને અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશલ સ્વપ્ન પાઠકોને શીધ્ર બોલાવો.
ત્યાર પછી તે કૌટુંબિક પુરષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ થયા. યાવતુ આનંદિત હદયવાળા થયા અને બંને હાથ જોડી દેશે નખ ને એકઠા કરી મસ્તક પર ફેરવી અંજલિ જોડીને “હે દેવ! એમ જ થાઓ એ પ્રમાણે કહીને વિનય વડે તે આજ્ઞાને અંગીકાર કરી. રાજગૃહ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં સ્વપ્ન પાઠકોના ઘર હતાં ત્યાં આવ્યા, તત્પશ્ચાતુ તે સ્વખપાઠકો શ્રેણિક રાજાના કૌટુમ્બિક પુરુષો દ્વારા બોલાવવા પર હષ્ટ તુષ્ટ યાવતુ આનંદિત ર્દયવાળા થયા. તેઓ એ સ્નાન કર્યું. બલિકમ કર્યું યાવતું કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કર્યો અ૫ કિન્તુ મૂલ્યવાળા આભરણ વડે શરીરને અલંકૃત કર્યું. મસ્તકપરદૂર્વા અને સરસવ ધારણ કર્યો. એ પ્રમાણે કરીને પોત પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચ થઇને જ્યાં શ્રેણિક રાજાના મુખ્ય મહેલનું દ્વાર હતું ત્યાં આવ્યા.આવીને શ્રેણિક રાજાને જય વિજય શબ્દોથી વધા વ્યા. શ્રેણિક રાજાએ ચંદન આદિ વડે તેમની અર્ચના કરી, ગુણોની પ્રશંસા કરીને વંદન ક્ય. પુષ્પો દ્વારા પૂજા કરી, આદરપૂર્ણ દ્રષ્ટિથી જોઇને અને નમસ્કાર કરીને માન કર્યું સત્કાર કર્યો. સન્માન કર્યું તે સ્વપ્ન પાઠકો પહેલાથી બીછાવેલ ભદ્રાસનો ઉપર અલગ અલગ બેઠા.
ત્યાર પછી શ્રેણિક રાજાએ જવનિકાની પાછળ ધારિણી દેવીને બેસાડી. પછી હાથમાં પુષ્પ અને ફળ લઈને અત્યંત વિનયની સાથે તે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો!આજે ધારિણી દેવી યાવતું મહા સ્વપ્નને જોઈને જાગી છે.તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર યાવતું શ્રીક મહાસ્વપ્નનું કેવું કલ્યાણકારી વિશેષ પ્રકારનું ફળ થશે.? ત્યારે તે સ્વપ્નપાઠકો શ્રેણિકરાજાની પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ આનંદિત હૃદયવાળા થયા. તેઓએ તે સ્વપ્નને સમ્યક્ પ્રકારે અવગ્રહણ •કર્યું કરીને પરસ્પર એક બીજા સાથે વિચાર કર્યો વિચાર વિમર્શ કરીને સ્વપ્નનો અર્થ પોતાની મેળે પ્રાપ્ત કર્યો. તેનો વિશેષઅર્થ બીજાનો અભિપ્રાય લઈ ગ્રહણ કયો અર્થનો નિશ્ચય કર્યો. તે સ્વપ્ન પાઠકોશ્રેણિકરાજાની સામે સ્વપ્નશાસ્ત્રનું વારંવાર ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે બોલ્યા. હે સ્વામિનું! આ પ્રકારે અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીશ
Jain
ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org