________________
૧૬
નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૧૫ કરાવ્યું. ત્યાર પછી તે તેલ ચોપડેલા શરીરના ચર્મને, પરિપૂર્ણ હાથ-પગવાળા તથા કોમળ તલવાળા, છેક, દક્ષ,મર્દન કરવામાં ચતુર, મેધાવી, નિપુણ, પરિશ્રમના જીતનાર, અભંગન મર્દન અને ઉદ્ધવર્તન કરવાના ગુણમાં પૂર્ણ પુરુષો દ્વારા અસ્થિઓને સુખકારી, માંસને સુખકારી, ત્વચાને સુખકારી; તથા રોમોને સુખકારી આપ્રમાણે ચાર પ્રકારની સંબોધના (મર્દન)વડે શ્રેણિક રાજાએ શરીરનું મર્દન કરાવ્યું રાજાનો પરિશ્રમ દૂર થયો.
- વ્યાયામશાળાની બહાર નીકળીને રાજા શ્રેણિક જ્યાં મજ્જનગૃહ છે. ત્યાં આવે છે.મજ્જન ગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ચારે તરફ સરીખો મનોહર, વિચિત્ર પ્રકારના મણીઓ અને રત્નોના તળીયાવાળા અને રમણીય સ્નાન મંડપની અન્દર, વિવિધ પ્રકારના મણિ અને રત્નોની રચના વડે ચિત્ર વિચિત્ર સ્નાન કરવાની પીઠ ઉપર સુખે કરીને બેઠેલા રાજાએ પવિત્ર સ્થાનથી આણેલા શુભ જળથી, પુષ્પમિશ્રિત, ગંધ મિશ્રિત, અને શુદ્ધ જળવડે વારંવાર કલ્યાણ- કારક શ્રેષ્ઠ સ્નાનની વિધિએસ્નાન કર્યું. તે કલ્યાણકારી અને માંગલિક સ્નાનને અંતે કૌતુક કરવામાં આવ્યાં. એવી રીતે શ્રેષ્ઠ
સ્નાન કર્યા પછી પક્ષીની પાંખ જેવા અત્યંત કોમળ સુગંધવાળા અને કષાય રંગથી રંગેલા વસ્ત્રવડે શરીરને લંડ્યું. પછી કોરા બહુમુલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યો સરસ ને સુગંધિત ગોશીષ ચંદનથી તેના શરીર પર વિલેપન કરવામાં આવ્યું. શુચિપુષ્પોની માળા પહેરી, કેસર આદિનું લેપન કર્યું. મણિઓ અને સુવર્ણના અલંકાર ધારણ કર્યો. આઢાર સરો હાર નવ સરો અઈહાર, ત્રણ સરો નાના હાર, તથા લાંબા લટકતા કટિ સૂત્રથી શરીરની સુંદર શોભા વધારી. કંઠમાં કંઠા પહેય, ઓગળીઓમાં વીંટી પહેરી, સુંદર અંગપર અચાન્ય સુંદર આભરણો ધારણ કર્યા અનેક મણિઓના બનેલ કટક અને ત્રુટિક નામક આભૂષણોથી તેના હાથ ખંભિત જેવા પ્રતીત થવા લાગ્યા. અધિક રૂપને લીધે તે રાજા અત્યંત શોભવા લાગ્યા. તેમનું મુખ દેદીપ્યમાન થયું. મસ્તક દીપવા લાગ્યું તેમનું વક્ષસ્થળ હારવડે આચ્છાદિત હોવાથી અત્યંત પ્રીતિને ઉત્પન્ન કરવા લાગ્યું. લાંબા લટકતા દુપટ્ટા વડે તેમણે સારી રીતે ઉત્તરાસંગ કર્યું. મુદ્રિકાઓથી તેમની આંગળીઓ પીળી દેખાવા લાગી.વિવિધ પ્રકારના મણિઓસુવર્ણઅને રત્નોવડે નિર્મળ મહામૂલ્યવાળા, નિપુણ કારીગરો વડે બનાવેલ દેદીપ્યમાન સુરચિતા સારી રીતે મળી ગયેલા સાંધવાળા, વિશેષ પ્રકારના, મનોહર, સુંદર આકારવાળા અને પ્રશસ્ત એવા વીરવલય ધારણ કર્યા. સુંદર, મુકુટ આદિ આભૂષણોથી અલંકૃત અને વસ્ત્રોથી વિભૂ ષિત રાજા શ્રેણિક કલ્પવૃક્ષ સમાન દેખાવા લાગ્યા. કોરંટ વૃક્ષના પુષ્પોની માળાવાળું છત્ર તેના મસ્તક પર ધારણ કરવામાં આવ્યું. આજુબાજુ ચાર ચામરોથી તેનું શરીર વિંઝવા લાગ્યું. તેનું દર્શન થતાંજ લોકો માંગલિક જય જય શબ્દ બોલવા લાગ્યા તથા અનેક ગણ નાયક, દંડનાયક રાજાઓ ઈશ્વર તલવર, માંડલિક, કૌટુંબિક, મંત્રી ઓ,મહામંત્રીઓ ગણક દ્વારપાળ અમાત્ય ચેટ પીઠમર્દ નાગર વેપારીઓ શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, અને સંધિપાલએ સર્વની સાથે પરિવરેલો, એક્યાસી ગ્રહગ ણમાં દેદીપ્યમાન અને અઠ્ઠાવીસ નક્ષત્રો અને કોટાકોટી તારાઓના મધ્યમાં ચંદ્રની જેવા પ્રિય દર્શનવાળો તે નરપતિ ઉજ્વલ મહામેઘમાંથી જેમ ચંદ્ર નીકળે તેમ સ્નાનગૃહ માંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા (સભા) હતી ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org