________________
૧૫
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
તે પુત્ર બાલ્યાવસ્થાને પસાર કરીને કળા આદિના જ્ઞાનમાં પરિપકવ થઈને, યૌવનને પ્રાપ્ત થઈને શૂરવીર અને પરાક્રમી થશે. તે વિપુલ બળ - સૈન્ય તથા વાહન વાળો થશે. રાજ્યના અધિપતિ રાજા થશે તેથી દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે. દેવી ! તમે આરોગ્યકારી, તુણકારી, દીઘયુષ્યકારી, અને કલ્યાણકારી સ્વપ્ન જોયેલ છે. એ પ્રમાણે કહીને રાજા વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવાથી હર્ષિત થઈ. સંતોષ પામી. તેના હૃદયમાં આનંદ થયો. બંને હાથના તળીયા ભેગા કરી યાવતુ હાથ જોડી આ પ્રમાણે બોલી. હે દેવાનુપ્રિય! તમે કહો છો તેમજ છે. આપનું કથન સત્યજ છે. સંશય રહિત છે. મને ઇષ્ટ તથા અત્યંત ઈષ્ટ છે. આપે મને જે અર્થ કહ્યો છે તે અર્થ સત્ય છે. આ પ્રમાણે કહીને ધારિણી દેવી સ્વપ્નને સમ્યક્ પ્રકારે અંગીકાર કરે છેશ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને ઉઠે છે. ઉઠીને જ્યાં પોતાની પથારી છે ત્યાં આવે છે. બેસીને આ પ્રમાણે વિચારે છે. મારું આસ્વપ્ન બીજા અશુભ સ્વપ્ન વડે હણાય ન જાઓ. એમ વિચારી, તે ધારિણી દેવી દેવ અને ગુરુજ નના સંબંધવાળી પ્રશસ્ત ધાર્મિક કથાઓ વડે શુભ સ્વપ્નનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી વિચરવા લાગી.
[૧૫] ત્યાર પછી શ્રેણિક રાજાએ પ્રભાત કાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. કહ્યું- તે દેવાનુપ્રિય! આજે બહારની ઉપસ્થાનશાળામાં શીધ્ર વિશેષ કરીને અત્યંત રમણીય ગંધોદકથી સિંચિત સાફસુફ લીંપેલી પંચવર્ણના સરસ સુગંધિત વિખરેલા પુષ્પોના સમુહ રૂપ, ઊપચારથી યુક્ત, કાલાગુર, ઉત્તમ કંચૂક, તુરુષ્ક તથા ધૂપના મહેકતાં ગંધથી વ્યાપ્ત થવાના કારણે મનોહર, શ્રેષ્ઠ સુગંધના ચૂર્ણથી સુગંધિત તથા સુગંધની ગુટિકાની સમાન કરો અને કરાવો. આજ્ઞાનુસાર કાર્ય થઈ જવાની સૂચના કરો. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષો શ્રેણિક રાજા દ્વારા આ પ્રમાણે કહેવા પર હર્ષિત તથા સંતુષ્ટ થયા તેની આજ્ઞા પાછી સોંપી. તદનન્તર રાત્રિ પ્રકશમાન પ્રભાત રૂપ થઈ પ્રફુ લ્લિત કમળોના પત્રો વિકસિત થયા, કાળા મૃગના નેત્રો નિદ્રારહિત હોવાથી વિકસ્વર થયા. પછી તે પ્રભાત પાડુર થયું. લાલ અશોકની કાંતિ, પલાશના પુષ્પ; પોપટની ચાંચ, ચણોઠીનો રાતો, અધ ભાગ,બપોરીયાનું પુષ્પ કપોતના પગ અને આંખ, કોકિલાના નેત્ર, જાસુદના પુષ્પ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ, તથા હિંગળોકના સમૂહની લાલિમાથી પણ અધિક શોભાયમાન છે. એવો સુર્ય ક્રમથી ઉદિત થયો. સૂર્યના કિરણો નો સમૂહ નીચે ઉતરીને અંધકારનો વિનાશ કરવા લાગ્યો. બાળ-સૂર્ય રૂપી કુંકુમથી માનો જીવ લોક વ્યાપ્ત થઈ ગયો. નેત્રોના વિષયનો પ્રચાર થવાથી વિકસિત થનાર લોક સ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળના વનને વિકસિત કરનાર તથા હજાર કિરણોવાળો દિવસને કરનાર સૂર્ય તેજ વડે જાજ્વલ્યમાન થયો. તે સમયે રાજા શ્રેણિક શસ્યામાંથી ઊભા થયા.
શયામાંથી ઊઠીને રાજા શ્રેણિક જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે. પ્રવેશ કરીને અનેક પ્રકારની વ્યાયામ યોગ્ય, કૂદવું વ્યામર્દન, કુસ્તી તથા કરણ અને ખૂબ શ્રમ કર્યો. ત્યાર પછી શતપાક, તથા સહસ્ત્રીપાક આદિ સુગંધિત તેલ આદિના અભંગ ણોથી, જે પ્રીતિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિને દીપ્ત કરનાર દણિીય મદનીય બૃહણીય તથા સમસ્ત ઇન્દ્રિયોને એવં શરીરને આહ્યાદિત કરનાર હતા. રાજા શ્રેણિકે અત્યંગન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org