________________
૧૪
નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૧૨ અલ્પનિદ્રાને લેતી તે ધારિણી દેવી એક મોટો, સાત હાથ ઉંચો રૂપાના પર્વત જેવો શ્વેત સૌમ્ય, સૌમ્ય, આકારવાળો, ક્રિયા કરતો અને આળસથી બગાસું ખાતો, એવો હાથી આકાશ તલથી ઉતરી મુખમાં પ્રવેશ કરતો જોઇને જાગી ગઈ.
ત્યાર પછી તે ધારિણી દેવી આ આવા સ્વરૂપવાળા ઉદાર, પ્રધાન કલ્યાણકારી, શિવ, ધન્ય, માંગલિક, સુશોભિત એવા મહાસ્વપ્નને જોઈને જાગી. તેને હર્ષ અને સંતોષ થયો; ચિત્તમાં આનંદ થયો, મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, અત્યંત પ્રસન્નતા પામી હર્ષનો લીધે તેનું હૃદય વિકસિત થઈ ગયું, મેઘની ધારાઓથી આઘાત પામેલ કંદબ વૃક્ષના પુષ્પની જેમ તેના રોમતૂપ રુંવાડા વિકસીત થઇ ગયા. એવી તે રાણીએ સ્વપ્નો વિચાર કરીને શય્યામાંથી ઉભી થઈ, પાદપીઠથી નીચે ઉતરી,માનસિક ત્વરાથી રહિત શારીરિક ચપળતાથી રહિત, સ્ખલના રહિત, વિલંબથી રહિત રાહજં- હસ જેવી ગતિથી જ્યાં શ્રેણિક મહારાજા હતા ત્યાં આવે છે; શ્રેણિક રાજાને ઈષ્ટ કાન્ત; પ્રિય મનોજ્ઞ, મણામ ઉદાર-શ્રેષ્ઠ સ્વર એવં ઉચ્ચારથી યુક્ત કલ્યાણ સમૃદ્ધિકારક; શિવ નિરુપદ્રવ, ધન્ય,મંગલકારી,સશ્રીક,અલંકારોથી સુશોભિત,હ્દયનેપ્રિયલાગનાર,હૃદયને આહ્લાદ કરનાર, પરિમિત અક્ષરોવાળી, મધુર સ્વરોથી મીઠી, રિભિતશબ્દ અને અર્થથી ગંભીર તાવાળી; અને અનેક ગુણરુપ લક્ષ્મીથી યુક્ત વાણી બોલી શ્રેણીક રાજાને જગાડે છે. શ્રેણિક રાજાની અનુમતિ મેળવીને વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને અને રત્નોની રચનાવડે વિચિત્ર એવા ભદ્રાસન પર બેસે છે. આશ્વસ્ત વિશ્વસ્ત સુખદ અને શ્રેષ્ઠ આસન ઉપર બેસે છે. બન્ને હાથેથી ગ્રહણ કરેલી અને મસ્તકની ચારે તરફ ભમતી અંજલીને મસ્તક પર ધારણ કરીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહે છે.- દેવાનુંપ્રિય ! આજે હું તે પૂર્વવર્ણિત યાવત્ પોતાના મુખમાં પ્રવેશ કરતાં હાથીને સ્વપ્નમાં જોઇને જાગી ગઈ તો હે દેવાનુંપ્રિય ! આ ઉદાર યાવત્ સ્વપ્નનું વિશેષ ફળ શું હશે ?
[૧૩-૧૪] ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવી પાસેથી આ અર્થને સાંભળી અને હૃદયમાં અવધારી; હર્ષ પામ્યો. સન્તુષ્ટ થયો; આનંદ પામ્યો, યાવત્ મેઘની ધારા થી હણાયેલા કદંબ વૃક્ષના સુગંધી પુષ્પની જેમ તેનું શરીર પુકિત થયું એટલે હર્ષના કા૨ણે તેની રોમરાજિ ઉભી થઇ. રાજા તે સ્વપ્નને અવગ્રહણ કરે છે બુદ્ધિથી સ્વપ્નના ફળનો વિચાર કરે છે. વિચાર કરીને પોતાના સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞા નથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે ધારિણી દેવીને તેવા પ્રકારની યાવત્ હ્દયને આહ્લાદ કરાનારી મૃદુ, મધુર, રિભિત ગંભીર અને સશ્રીક અલંકારાદિકની શોભા વાળી વાણી વડે પ્રશંસા કરતાં આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિયે ! તમો એ ઉદાર-સ્વપ્ન જોયેલ છે. કલ્યાણકારી,શિવ,ધન્ય,મંગલમય,સુશોભન સ્વપ્ન જોયું છે.દેવી! આરોગ્ય, તુષ્ટિ દીર્ઘાયુષ્ય, કલ્યાણ અને માંગલ્યકારક સ્વપ્ન તમે જોયું છે હે દેવાનુપ્રિયે ! આ સ્વપ્નથી તમને અર્થનો, પુત્રનો, રાજ્યનો, તથા ભોગ અને સુખનો લાભ થશે. નિશ્ચય થી હે દેવાનુ પ્રિયે ! તમે બરાબર નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થવા પર અમારા કુળનાં કેતુ ધ્વજા સમાન; કુળના દીપક સમાન, કુળમાં પર્વત સમાન; કુળનો ભૂષણ કુલની કીર્તિ વધારનાર, કુળની વૃત્તિ-આજીવિકા વધારનાર, કુળને આનંદ આપ નાર, કુળની યશોવૃદ્ધિ કરનાર, કુળના આધારરૂપ, કુળમાં વૃક્ષ સમાન આશ્રય કરવા લાયક અને કુળની વૃદ્ધિ કરનાર તથા અતિકોમળ હાથ-પગવાળો યાવત્ પુત્રને જન્મ આપશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org