________________
૧૮
નાયાધમ્મ કહાઓ - ૧૧/૧૫ સ્વપ્ન અનેત્રીસ મહાસ્વપ્નમળી કુલ બોતેર સ્વપ્નો કહેલા અમે જોયા છે તેમાં તે સ્વામી ! અરિહંતની માતા કે ચક્રવર્તીની માતા અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ત્રીશ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઇને લાગે છે. તે આ પ્રમાણે :
[૧૬] હાથી વૃષભસિંહ અભિષેક પુષ્પોની માળા ચંદ્ર સૂર્ય દ્ધા પૂર્ણ કુંભ પદ્ય યુક્ત સરોવર ક્ષીર સાગર વિમાન અથવા ભવનરત્નોની રાશિ ધૂમવિહીન અગ્નિ.
[૧૭] જ્યારે વાસુદેવ ગર્ભમાં આવે છે ત્યારે વાસુદેવની માતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે જ્યારે બલદેવ ગર્ભમાં આવે છે ત્યારે બલદેવની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈ પણ ચાર સ્વપ્નોને જોઇને જાગૃત થાય છે. જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે. ત્યારે માંડલિક રાજાની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈ પણ એક સ્વપ્નને જોઈને જાગૃત થાય છે. હે સ્વામિનું! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયેલ છે. તેથી સ્વામિનું ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, મંગલકારી, સ્વપ્ન જોયેલ છે. તેનાથી આપને અર્થનો, સુખનો, ભોગનો પુત્રનો લાભ થશે ધારિણી દેવી પૂરા નવ માસ વ્યતીત થવા પર યાવતું પુત્રને જન્મ આપશે તે પુત્ર પણ બાલ વયને પાર કરીને ગુરની સાક્ષી માત્રથી પોતાના બુદ્ધિ વૈભવથી સમસ્ત કળાઓનો જ્ઞાતા થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને સંગ્રામમાં શુર, આક્રમણ કરવામાં વીર અને પરાક્રમી થશે વિસ્તીર્ણ અને વિપુલ બળવાહનવાળા થશે રાજ્યના અધિપતિ રાજા થશે. અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અણગાર થશે. તેથી હે સ્વામિનું! ધારિણી દેવીએ ઉદાર, યાવતું સ્વપ્ન જોયેલ છે. આ પ્રમાણે કહીને સ્વપ્ન પાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. તદનન્તર શ્રેણિક રાજા તે સ્વપ્નપાઠકો પાસેથી આ અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ યાવતુ આનંદિત-દયવાળો થઈ ગયો અને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો.
હે દેવાનુપ્રિયો ! જે તમે કહો છો, તે તેમ જ છે સત્ય છે, એ પ્રમાણે કહીને તે સ્વપ્ન ના ફળને સમ્યક પ્રકારે સ્વીકાર કરીને સ્વપ્નપાઠકોનો વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, અને વસ્ત્ર, ગંધ માળા, અને અલંકારોથી સત્કાર કરે છે. સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય પ્રીતિદાન કરે છે અને પ્રીતિદાન આપીને વિદાય કરે છે. ત્યાર પછી શ્રેણિક રાજા સિંહાસનથી ઉક્યો. અને જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યો આવીને સ્વપ્નપાઠકોના કથનાનુસાર બધુ કહે છે અને વારંવાર તેની અનુમોદના કરે છે. ત્યાર પછી ધારિણી દેવી શ્રેણિક રાજા પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હુષ્ટ તુષ્ટ થઈ યાવતું આનંદિત દય વાળી થઈ. તેણીએ તે સ્વપ્નને સમ્યક પ્રકારે અંગીકાર કર્યું, પોતાનું વાસગૃહ હતું ત્યાં આવી, સ્નાન કરીને તથા બલિકમ કરીને યાવત્ વિપુલ ભોગ ભોગવતી થકી રહેવા લાગી.
[૧૮] ત્યાર પછી ધારિણી દેવીના બે માસ વ્યતીત થવા પર જ્યારે ત્રીજો માસ ચાલતો હતો ત્યારે તે ગર્ભના દોહન કાળ અવસર પર આ પ્રકારનો અકાળ મેઘની દોહદ ઉત્પન્ન થયો. જે માતાઓ પોતાના અકાળ મેઘના દોહદને પૂર્ણ કરે છે તે માતાઓ ધન્ય છે, તે પુણ્યવર્તી છે, કૃતાર્થ છે, તેમણે પૂર્વજન્મમાં પુણ્યનું ઉપાર્જન કરેલ છે, તે કતલક્ષણ, છે, તેમનો વૈભવ સફળ છે, તેમને મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત થએલ છે, 'આકાશમાં મેઘ ઉત્પન્ન થવા પર, ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થવાપુર, વરસવાની તૈયારીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org