SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ઉવવાઈયં-(૧૬) પૂર્વી, દ્વાદશાંગના જ્ઞાતા, ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગના જ્ઞાતા, સર્વ અક્ષરનાસનિ પાતને જાણ નારા ભાષાના જ્ઞાતા, જિનની સમાન યથાર્થ પ્રરુ પણા કરનારા હતા તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [૧૭] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો ઈયસમિતિવાળા, યાવતુ પરિષ્ઠાપન રૂપ સમિતિવાળા, મનો ગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિવાન હતા, ગુપ્તન્દ્રિય ગુપ્તબ્રહ્મચારી મમત્વ રહિત, પરિ ગ્રહ રહિત, ક્રોધ માન માયા લોભ રહિત, બહારથી શાંત, અંદરથી શાંત, બહાર અંતર બંનેથી શાંત, કર્મકૃત વિકારથી રહિત, આસ્રવ રહિત, ગ્રંથિરહિત, સંસાર સ્રોતથી અલગ રહેનારા નિર્લેપ, શંખની જેમ રાગાદિથી રહિત, જીવની જેમ અપ્રતિહત ગતિ વાળા હતા, શુદ્ધ કરેલા સુવર્ણની સમાન નિર્મળ, દર્પણની જેમ પ્રગટ ભાવવાળા, કાચ બાની સમાન ગુપ્તદ્રિય, કમળપત્રની સમાન નિર્લેપ, આકાશની સમાન નિરાલંબન, પવનની સમાન ઘરથી રહિત, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય સમાન તેજસ્વી, સાગર જેવા ગંભીર, પક્ષીની સમાન સર્વથી વિમુક્ત, મેરુ પર્વત સમાન અકંપ, શરદ ઋતુના જલની જેમ નિર્મળ હૃદયવાળા, ગેંડાના શીંગડાની સમાન એક સ્વરૂપ, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની સમાન શૂરવીર, વૃષભની સમાન બલિષ્ઠ, સિંહ જેવા દુર્ઘર્ષ પૃથ્વીની સમાન સર્વ સહા તપ અને સંયમના તેજથી દેદીપ્યમાન હતા. ભગવાન મહાવીરના સમીપમાં રહેનારા, સ્થવિર ભગવંતોને કોઈ પણ વિષય માં પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે છે. -દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સચિત્ત અચિત્ત સચિત્તાચિત્ત ક્ષેત્રથી ગામ, નગર, જંગલ, ખેતર, ખળા, ઘર, આંગણા કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક લવ મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન તેમજ બીજા પણ સંવત્સરાદિ રૂપ ભાવની અપેક્ષાએ-ક્રોધ, માન, માયા, લોભ, ભયમાં તથા હાસ્યમાં મુનિઓને કોઈપણ જાતનો પ્રતિબંધ ન હતો. તે ભગવાન મહાવીરના શિષ્યો ગ્રીષ્મકાળ તેમજ શીત કાળના આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા, કુહાડા ચંદન સમાન મુનિજનો અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાન દ્રષ્ટિવાળા હતા. પત્થર અને સુવર્ણને સમાન ગણનારા, સુખ અનેદુઃખમાં સમાન પરિણામવાળા,આ લોક તથા પરલોકની આસક્તિ થી રહિત, ભવ સંસારને તરવાવાળા, સંયમઆરાધનામાં તત્પર હતા. [૧૮] તે ભગવાનના શિષ્યો આ પ્રકારે વિહાર કરતા હતા. આ પ્રમાણે આત્યંતર તેમજ બાહ્ય તપમાં તત્પર રહેતા હતા. [૧૯] બાહ્ય તપ શું છે? તે આ પ્રમાણે છે-અનશન, અવમોદરિકા, ભિક્ષાચરિકા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીનતા. અનશન તપ શું છે? અનશન બે પ્રકારે છે,-ઈત્વરિક અને માવત્યિક, ઇત્વરિક તપ શું છે ? ઇત્વરિક તપ અનેક પ્રકારનું છે. ચતુર્થભક્ત--ભક્ત-અષ્ટમ-ભક્ત – દશમ - ભક્ત - દ્વાદશ - ભક્ત - ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત-અર્ધમાસિક-ભક્ત- એક માસિક ભક્ત- દ્વિમાસિક ભક્ત, યાવતુ છે માસિક ભક્ત, આ સર્વ ઈ–રિક તપ છે. યાવત્રુથિક તપ કેટલા પ્રકારના છે ? યાવત્ક થિત તપ બે પ્રકારે છે.-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન શું છે ? પાદપોપગમન બે પ્રકારે છે, -વ્યાઘાત અને નિવ્યઘિાત ભક્તપ્રત્યાખ્યાન શું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy