________________
સૂત્ર-૧૪
૩૫ પંદર દિવસની દીક્ષાવાળા, કેટલાક ૧ માસની તેમ જ બે માસ, ૩ માસ, યાવત્ ૧૧ માસની પ્રવ્રજ્યવાળા હતા. કેટલાંક ૧ વર્ષની, ૨ વર્ષની, ૩ વર્ષની કેટલાક અનેક વર્ષની પ્રવ્રજ્યાવાળા હતા. તેઓ સંયમથી અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા.
[૧૫] તે કાળ અને તે સયયમાં શ્રમણ ભગવાન મહાવીરના અનેક શિષ્યો હતાં. તેઓ નિગ્રંથ ભગવંતો હતા. તેમાંથી કેટલાક વિશિષ્ટ મતિજ્ઞાની હતા. યાવતુ કેવળ જ્ઞાની હતા. કેટલાક મનબળવાળા, યાવતુ નાયબળવાળા હતા, કેટલાક જ્ઞાનબળ, દર્શન બળ, ચારિત્રબળવાન હતા. કેટલાક મનથી શાપ તથા અનુગ્રહ કરવામાં સમર્થ હતા. કેટલાંક શ્લેષ્મઔષધિ જલ્લૌષધિ વિખુડીષધિ-આમષષધિ સવૌષધ લબ્ધિવાળા કેટલાંક કોષ્ટબુદ્ધિવાળા,બીજ બુદ્ધિવાળા, પાટબુદ્ધિવાળા, કેટલાંક પદાનુસારી, કેટલાંક એક સર્વઇન્દ્રયોના વિષયને ગ્રહણ કરનારા, કેટલાક ક્ષીરાસંવ, મધાસ્ત્રવ, ઘીઆઅવા વાળા હતા. કેટલાંક અક્ષીણ મહાનસિક લબ્ધિવાળા હતા એટલે તેમજ કેટલાંક ઋજુ મતિ કેટલાંક વિપુલમતિ મન પયયજ્ઞાન વાળા હતા. કેટલાંક વૈક્રિયલબ્ધિવાળા ધારક હતા.વિદ્યાચારણ, જંઘાચારણ વિદ્યાધર, અકાશગામી હતા. કનકાવલી એકાવલી લઘુ સિંહનિષ્ક્રીડિત મહાસિંહનિષ્ક્રીડિત ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા સર્વતોભદ્ર- પ્રતિમા અને આયંબિલ-વર્ધમાન તપ કરનારા, એક માસિક ભિક્ષપ્રતિમાના ધારક, તેમજ બે ત્રણ યાવતુ ૭ માસ પ્રમાણ ભિક્ષપ્રતિમાના ધારક હતા. પ્રથમ સાત દિવસ રાત્રીની ભિક્ષપ્રતિ માના, યાવતુ ત્રીજી સાત દિવસરાતની ભિક્ષપ્રતિમાના, સાત સાત દિવસ જેમાં છે તેવી ૪૯ દિવસની આઠ આઠ દિવસ જેમાં છે તેવી નવ, નવ દિવસ જેમાં છે તેવી દશ, દશ દિવસ જેમાં છે તેવી પ્રતિમાના ધારક. ક્ષુલ્લકમોકપ્ર, મહામોક , યવમધ્યચંદ્ર, વજમધ્યચંદ્ર, વિવેક, કાયોત્સર્ગ, ઉપધાન પ્રતિમા,અને પ્રતિસંલીન, પ્રતિમાના ધારક હતા. તે સર્વ મુનિઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા.
[૧૬] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના શિષ્યો અનેક સ્થવિર ભગવંતો હતા જે જાતિસંપન્ન- કુલસંપન્ન- બલ.- રૂપ, વિનય, જ્ઞાનસંપન, વિશિષ્ટ દર્શનવાળા, લજ્જા યુક્ત, દ્રવ્ય અને ભાવ લાઘવવાળા, ઓજસ્વી, તેજસ્વી વર્ચસ્વી - યશસ્વી, જેમણે, ક્રોધ માન માયા અને લોભ જીત્યો છે, જિતેન્દ્રિય, નિદ્રાજીત, પરીષહ
જીત, જીવવાની આશા તેમજ મરણના ભયથી સર્વથા મુક્ત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, ક્રિયાઓમાં પ્રધાન, ગુણોથી પ્રધાન, નિગ્રહ પ્રધાન, સંયમક્રિયામાં પ્રધાન, સરલતા પ્રધાન, માર્દવ પ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રોમાં પ્રધાન, શાસ્ત્રો માં જ્ઞાનમાં પ્રધાન, બ્રહ્મચર્ય પ્રધાન, નયપ્રધાન, નિયમ પ્રધાન, સત્યપ્રધાન, શુદ્ધિમાં પ્રધાન, ગૌરવર્ણ ઉત્તમ કીર્તિસંપન્ન ઉત્તમ બુદ્ધિ સંપન્ન હતા. લજ્જા અને તપથી જિતેન્દ્રિય હતા, અકલુષિત દયવાળા હતા, નિદાન રહિત, વિષયોમાં ઉત્સુકતા રહિત, બાહ્યલેશ્યાથી રહિત અપ્રતિલેશ્ય સંયમમાં રત હતા, ઇન્દ્રિયોનું દમન કરનાર હતા. તે સાધુઓ આ નિગ્રંથપ્રવચનને આગળ રાખીને વિચરતા હતા.
તે ભગવાન મહાવીરના શિષ્યો સ્વસિદ્ધાન્તને જાણનારા હતા. પરસિદ્ધાન્તને જાણનારા હતા. સ્વ-પર સિદ્ધાન્તરૂપી કમળવનથી પૂર્ણ પરિચિત હતા. એકધારા પ્રશ્નો પૂછવામાં આવે તેના જવાબ આપનારા હતા. રત્નના કરંડિઆ સમાન સમ્યજ્ઞા નાદિ ગુણોથી યુક્ત હતા. કુત્રિકા પણ જેવા હતા પરવાદીને જીતનારા, શાસ્ત્રોના ધારક, ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org