________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૩૯ જવાબ આપ્યો હા, એ અર્થ સમર્થ છે.
ભગવાન બોલ્યા- હે મેઘ ! આના પહેલાના ત્રીજા ભવમાં વેતાઠુય પર્વતની પાદમૂળમાં તું ગજરાજ હતો વનચરોએ તારું નામ “સુમેરુપ્રભ' રાખેલ હતું. તે સુમેરુ પ્રભાનો વર્ણ શ્વેત હતો. શંખના ચૂર્ણની સમાન ઉજ્જવલ, વિમલ, નિર્મળ, દહીના ફોટા ની સમાન, ગાયના દૂધના ફેણની સમાન અને ચંદ્રમાના સમાન રૂપ હતું તે સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો હતો મધ્યભાગમાં દસ હાથના પરિમાણ વાળો હતો ચાર પગ, સૂંઢ પૂંછડું અને લિંગ- આ સાત અંગ પ્રતિષ્ઠિત હતા. સૌમ્ય, પ્રમાણોપેત અંગ વાળો, સુંદર રૂપવાળો, આગળથી ઉંચા મસ્તકવાળો શુભ સ્કંધાદિવાળો હતો તેને પાછળનો ભાગ શૂકરની સમાન નીચે નમેલ હતો. તેની કુંખ બકરીની જેવી હતી. અને તે છિદ્રહીન હતી. તેમાં ખાડો પડેલ ન હતો. તેમજ લાંબી ન હતી. તે લાંબા ઉદરવાળો, લાંબા હોઠ વાળો, લાંબી સૂંઢવાળો હતો. તેની પીઠ ખેચેલ ધનુષના પૃષ્ઠ જેવી આકૃત્તિ વાળી હતી. તેના અન્ય અવયવ સારી રીતે મળેલ હતા, પ્રમાણ યુક્ત ગોળ અને પુષ્ટ હતા. પૂંછડી ચોટલી અને પ્રમાણો પત હતી. પગ કાચબાની જેમ પરિપૂર્ણ અને મનોહર હતાં. વીસ નખો શ્વેત, નિર્મળ, ચીકણાં અને નિરાહત હતા, છ દાંત હતા. હે મેઘ ! ત્યાં તમે ઘણાં હાથીઓ હાથીણીઓ, અને કુમાર અવસ્થાને પ્રાપ્ત કરેલ કલભો ને કલભિકાઓથી ઘેરાયેલો રહીને એક હજાર હાથીઓનો નાયક, માર્ગદર્શક, અગ્રિમ, પ્રસ્થાપક યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનાર હતા. તે સિવાય ઘણા અન્ય એકલા હાથીઓના બચ્ચાઓનું પાલન કરતો યાવત્ વિચરણ કરતો હતો. હે મેઘ ! તું હંમેશા પ્રમાદી, ક્રીડા પરાયણ, કંદર્પરતિક્રીડા કરવામાં પ્રીતિવાળો, મૈથુનપ્રિય, કામ ભોગમાં અતૃપ્ત અને કામ ભોગમાં તૃષ્ણાવાળો હતો. ઘણાં હાથીઓથી ઘેરાયેલ થઈને વૈતાઢય પર્વતની તળેટીમાં પર્વતોમાં, દરીઓ માં પર્વતોના અંતરાલમાં, કંદરાઓમાં, ઉન્ડરોમાં, ઝરણાઓમાં, નહેરોમાં, ખાડાઓમાં, પલ્લવોમાં, કાદવવાળા ખાબોચિયામાં, કટક, માં કટપલ્લવો પર્વતની સમીપવર્તી ખાબોચિયામાં, તટોમાં, અટવીમાં, ટૂંકો કુટો ઉપરથી સાંકડા અને નીચે પહોળા પર્વતોમાં, પર્વતના શિખરોપર પ્રાભારોમાં મેચોમાં, કાનનમાં,વનોમાં,વનખંડોમાં,વનોની શ્રેણીઓમાં,નદીઓમાં, નદીકક્ષોમાં,યૂથો ચોરસ વાવડીઓમાં, ગોળ અથવા કમળોવાળી વાવડીઓમાં, દીર્ઘકામાં, ગુંજાલિકામાં, સરોવરમા સરોવરની પંક્તિઓમાં સરસરપંક્તિઓમાં, વનચરો દ્વારા વિચાર જેને આપેલ છે એવો તું બહુસંખ્યક હાથીઓની સાથે વિવિધ પ્રકારના તરૂપલ્લવો, પાણી અને ઘાસનો ઉપભોગ કરતો નિર્ભય અને ઉદ્વેગ રહિત થઈને સુખે સુખે વિચરતો હતો.
ત્યાર પછી એકવાર કદાચિત પ્રાવૃત્ વષ, શરદ, હેમન્ત અને વસન્ત એ પાંચ ઋતુઓ ક્રમશઃ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો ત્યારે જેઠ માસમાં વૃક્ષોના પરસ્પરના સંઘર્ષથી અગ્નિ ઉત્પન્ન થઈ તથા શુષ્ક ઘાસ, પાંદડા, કચરા અને વાયુથી દીપ્ત થયેલ અત્યંત ભયાનક અગ્નિથી ઉત્પન્ન વનના દાવાનળની જ્વાળા ઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો. દિશાઓ ધુમાડાથી વ્યાપ્ત થઈ ગઈ. પ્રચંડ વાયુના વેગથી અગ્નિની જ્વાળાઓ તૂટ્યા લાગી અને ચારે તરફ પડવા લાગી. પોલા વૃક્ષો અંદર અંદર જ બળવા લાગ્યા. વનપ્રદેશોની નદી નાળાનું પાણી મૃતગાદિના શબો થી સડવા લાગ્યું-તેનું કીચડ કીડાવાળું થઈ ગયું. તેમના કિનારાનું પાણી સુકાય ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org