________________
૪૦
નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૩૭ ભંગારક પક્ષી દીનતા પૂર્વક આજંદન કરવા લાગ્યાં. વૃક્ષો પર રહેલ કાગડા અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દ કરવા લાગ્યા. વૃક્ષોનો અગ્રભાગો અગ્નિ કણોના કારણે પર વાળા સમાન લાલ-દેખાવા લાગ્યા, પક્ષીઓના સમૂહ તરસથી પીડિત થઇને પાંખો ઢીલી કરીને, જીહવા અને તાલુને પ્રગટ કરીને અને મુખ ખોલીને શ્વાસ લેવા લાગ્યા ગ્રીષ્મ કાળની ઉષ્ણતા, સૂર્યનો તાપ અત્યંત કઠોર તેમજ પ્રચંડ વાયુ તથા સુકું ઘાસ, પાંદડા અને કચરાથી યુક્ત વંટોળીયાના કારણે ભાગ દોડ કરવાવાળા મન્દોન્મત્ત તથા સંભ મણવાળા સિંહ આદિ વ્યાપદોના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળ વ્યાકુળ થઈ ગયો. એવું પ્રતીત થવા લાગ્યું કે તે પર્વત ઉપર મૃગતૃષ્ણા રૂપ પટ્ટબંધ બાંધેલ છે. ત્રાસને પ્રાપ્ત મૃગ અન્યપશુ અને સરીસૃપ આમ તેમ તરફડવા લાગ્યા. એવા ભયાનક અવસરે હે મેઘ ! તમારૂ મુખનું દ્વાર ફાટી ગયું. જીહવાને અગ્રભાગ બહાર નીકળી ગયો. મોટા મોટા બંને કાનો ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર થયા જાડી અને મોટી સૂંઢ સુકાઈ ગઈ. તેણે પૂંછને ઉચી કરી લીધી. ભંગારની સમાન વિરસ આર્ત નાદના ચીત્યારથી જાણે તે આકાશતલને ફોડતો હતો. જાણે પગોના આઘાતથી પૃથ્વી તલને કંખિત કરતો હતો. સીત્કાર કરતો, વલ્લરીઓના ચારે તરફ સર્વત્ર સમૂહને છેદતો, ત્રાસ પામેલ અને ઘણી સંખ્યાવાળા હજારો વૃક્ષોને ઉખેડતો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની જેમ, વાયુથી ડોલતા જહાજની જેમ અને વંટોળિયાની જેમ આમતેમ ભ્રમણ કરતો અને વારંવાર લીંડી ત્યાગતો, ઘણા હાથીઓ અને હાથણીઓની સાથે દિશાઓ અને વિદિશાઓમાં આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો. હે મેઘ! તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત શરીરવાળો, વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્લબ, થાકેલ, માંદો, બહેરો તથા દિગમૂઢ થઈને પોતાના યુથથી છૂટો પડી ગયો. વનની દાવાવળની જ્વાળાઓથી પરા ભૂત થયો. ગર્મીથી, તરસથી, ભૂખથી પીડિત થઈને ભયને પ્રાપ્ત થયો. દુઃખી થયો. તારો આનંદ રસ શુષ્ક થઈ ગયો. આ વિપત્તિથી કેમ છુટકારો મેળવું એ પ્રમાણે વિચાર કરીને ઉદ્વિગ્ન થયો. તને પૂરી રીતે ભય ઉત્પન્ન થયો. તેથી તું આમ તેમ દોડવા લાગ્યો. તે સમયે એક થોડા પાણી વાળ અને ઘણાં કાદવવાળું સરોવર દેખાયું તેમાં પાણી પીવાને માટે ઘાટ વિના તું ઉતર્યો. ત્યાં કિનારાથી દૂર ચાલ્યા ગયા પણ પાણી સુધી ન પહોંચી શક્યા અને વચ્ચોવચ કીચડમાં ફસાઈ ગયા હું પાણી પીવું' એમ વિચારીને ત્યાં તે સૂંઢ ફેલાવી પરંતુ તમારી સૂંઢ પણ પાણી સુધી ન પહોંચી ત્યારે હે મેઘ ! તમે ફરી “શરીરને બહાર કાઢું” એમ વિચારીને જોર કર્યું તો ગાઢ કીચડમાં ફસાઈ પડ્યા. ત્યારે હે મેઘ ! એક વખત એક નવજવાન શ્રેષ્ઠ હાથીને તમોએ સૂંઢ, પગ અને દાંત રૂપ મસૂલોથી પ્રહાર કરીને માર્યો હતો. અને તમારા ટોળા માંથી ઘણાં સમય પહેલા તેને કાઢી મૂકેલ હતો. તે હાથી પાણી પીવાને માટે તેજ સરોવરમાં ઉતર્યો. ત્યાર પછી તે નવજવાન હાથીએ તમને જોયો. જોતાની સાથે જ તમારા પૂર્વના વેરનું સ્મરણ થયું. સ્મરણ થતાની સાથે જ તેને ક્રો ધના ચિન્હ પ્રગટ થયા તેનો ક્રોધ વધી ગયો. તેણે રૌદ્ર રૂપ ધારણ કર્યું અને ક્રોધાગ્નિ થી જલી ઉઠ્યો. તેથી તે તમારી પાસે આવ્યો આવીને તીક્ષ્ણદાંત રૂપી મુસલોથી ત્રણ વાર તમારી પીઠ વીંધી નાખી.અને વીંધીને પૂર્વના વેરનો બદલો લીધો.બદલો લઈને હષ્ટ તુષ્ટ થઈને પાણી પીધું. પાણી પી ને જે દિશાથી આવેલ હતો તે દિશા તરફ પાછો ચાલ્યો ગયો.
ત્યાર પછી હે મેઘ ! તમારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ, એ વેદના એવી હતી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org