________________
૪૧
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ તમને જરા પણ ચેન ન હતું. તે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત હતી. અને ત્રિતુલા હતી કઠોર અને દુસ્સહ હતી. તે વેદનાના કારણે તમારું શરીર પિત્ત જ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીર માં દાહ ઉત્પન્ન થઈ ગયો હતો. તે સમયે તમે એવી સ્થિતિમાં રહ્યા. ત્યાર પછી હે મેઘ ! તમે તે ઉજ્જવલ-ચાવતુ દુસ્સહ વેદનાને સાત દિવસ-રાત સુધી ભોગવી. એક સો વીસ વર્ષનું આયુષ્ય ભોગવીને આર્તધ્યાનના વશીભૂત તેમજ દુઃખથી પીડિત થયા, કાળ માસમાં કાળ કરીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા પર વિધ્યાચલની પાસે એક મન્દોન્મત્ત અને શ્રેષ્ઠ હાથીની એક શ્રેષ્ઠ હાથીણીની કુખમાં હાથીના બચ્ચાના રૂપમાં ઉત્પન્ન થયા ત્યાર પછી તે હાથ ણીએ નવ માસ પૂર્ણ થતાં વસંત ઋતુમાં તમને જન્મ આપ્યો. ત્યાર પછી તે મેઘ ! તું ગભવાસથી મુક્ત થઇને ગજલકભક થઈ ગયો. લાલ કમળની સમાન, લાલ અને સુકો મળ થયો. રક્ત વર્ણ, પારિજાત નામક વૃક્ષ, લાખના રસ, સરસ કુંકુમ અને સંધ્યા કાળના વાદળાના રંગ સમાન રક્ત વર્ણ થયો. પોતાના યૂથપતિને પ્રિય થયો. ગણિકાની સમાન યુવતી હાથણીઓનાં ઉદર પ્રદેશમાં પોતાની સૂંઢ નાખતો થકો કામ ક્રીડામાં તત્પર રહેવા લાગ્યો આ પ્રમાણે સેંકડો હાથીઓથી ઘેરાયેલ થઈને તું પર્વતના રમણીય કાનનો માં સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! તું બાલ્યાવસ્થા પાર કરીને યૌવનને પ્રાપ્ત થયો. પછી યૂથપતિના કાળધર્મને પ્રાપ્ત થવા પર તું પોતે જ તે યૂથને વહન કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! વનચરોએ તારું નામ મેરુપ્રભ રાખ્યું. તું ચાર દાંતવાળો હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સાતે અંગોથી ભુમિને સ્પર્શ કરનાર, આદિ પૂર્વોક્ત વિશેષ ણોથી યુક્ત યાવતું સુંદર રૂપવાળો થયો.
ત્યાર પછી અન્યદા કોઈ વખતે ગ્રીષ્મકાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વનના દાવાનલની જ્વાલાઓથી વન પ્રદેશ બળવા લાગ્યો. દિશાઓ ધૂમાડાથી ભરાઈ ગઈ. તે સમયે તું વંટોળિયાની જેમ આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો, ભયભીત થયો, વ્યાકુળ થયો અને બહુ ફરવા લાયો. ત્યારે હાથીઓ અને હાથણીઓની સાથે તેમનાથી ઘેરાયેલો ચારે બાજૂ એક દિશામાંથી બીજી દિશામાં ભાગ્યો. હે મેઘ ! તે સમયે તે વનના દાવા નળને જોઈને તને આ પ્રમાણોનો અધ્યવસાય યાવતુ ઉત્પન્ન થયો “લાગે છે કે આ પ્રકારની અગ્નીની ઉત્પત્તિ મેં પહેલા ક્યારેક અનુભવેલ છે” ત્યાર પછી હે મેઘ ! વિશુદ્ધ થતી વેશ્યાઓ, શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને જાતિસ્મરણને આવરણ કરનાર કર્મોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા, અને ગવેસણા કરતા તને સંજ્ઞી જીવોને પ્રાપ્ત થવાવાળું જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી હે મેઘ ! – આ અર્થને સમ્યક પ્રકારે જાણવા લાગ્યો કે નિશ્ચય જ હું વ્યતીત થયેલ બીજા ભવમાં આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમ વૈતાઢ્ય પર્વતની તલાટીમાં સુખપૂર્વક વિચરતો હતો. ત્યાં આ પ્રકારની મહાન અગ્નિનો સંભવ અનુભવ કરેલ હતો ‘તદન્તર હે મેઘ ! તું - તે ભવમાં તે દિવસના અંતિમ પ્રહર સુધી પોતાના યુથ સાથે વિચરણ કરતો હતો.હેમેઘ !
ત્યાર પછી તૂ કાળ કરીને બીજા ભવમાં સાત હાથ પ્રમાણ ઉંચો યાવતુ જાતિસ્મરણથી યુક્ત, ચાર દાતવાળા મેરુપ્રભ નામનો હાથી થયો. ત્યાર પછી તે મેઘ ! તમને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે મારે માટે શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા વિધ્યાચલની તળાટીમાં દાવાનલથી રક્ષા કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org