SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ses રાયપ્પસેણિયું - (૨૮) સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણાં પદ્મોત્સલનાં-એવા એ સર્વરત્નમય ઘડાઓ, હે દીર્ઘ જીવી શ્રમણ ! ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે. વળી, તે બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સોળ સોળ નાગદંતોની- હારી આવેલી છે. તે દરેક નાગદંતો ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એઓ ભીંતમાં બરાબર બેઠેલા, એમનો આગલો ભાગ ભીંતથી સારી રીતે બહાર પડતો- એવા એ સાપના અડધા ભાગ જેવા દેખાતા વજ્રમય સીધા લાંબા નાગદંતો, મોટા મોટા ગજદંતના આકાર જેવા સુંવાળા અને શોભાજનક છે. વળી, એ નાગદંતોમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા સૂતરી પરોવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસકોસોનાનાં, એ ધૂમ તાંની અડખેપડખે જડેલી સોનાના પતરાની પાંદડીઓ છે; જ્યારે દક્ષિણનો ઉત્તરનો પૂર્વનો અને પશ્ચિમનો મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓ માંથી કાન અને મનને શાંતિ આપે એલું મધુરું સંગીત નીકળે છે. વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદંતોની ઉપર બીજા સોળ સોળ નાગદંતોની હારો આવેલી છે, તેઓ પણ ગજદંતના આકાર જેવા સુંવાળા અતિરમણીય છે. ઉપરના આ નાગદંતનોમાં રજતમય શિંકાં ટાંગેલાં છે, એ દરેક ર્શિકામાં વૈડર્યની ધૂપધડીઓ મૂકેલી છે, એ ધૂપઘડીઓમાં ઉત્તમ કાળો અગર કિનરુ અને તુરુષ્કનો સુગંધી ધૂપ મધમધી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મધમધતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનોહારી સુગંધ ઘ્રાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કોર ફેલાતી રહે છે. [૨૯]વળી, એ બારણાંઓની બન્ને પડખેની બેઠકોમાં સોળ સોળ પૂતળીઓની હારો જણાવેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણગારેલી, રંગબેરંગી વચ્ચે પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાય માન છે. એમનો કિટભાગ મૂઠીમાં આવી જાય એવો પાતળો, અંબોડો ઉંડો અને કઠણ પીવર-ભરાવદાર-છાતી, આંખના ખૂણા રાતા, વાળા કાળા કોમળ અને શોનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. જાણે દેવોનાં મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તો -માટીમાંથી-પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાર્થ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીનો ઝબકારો અને પ્રખર સૂર્યનો ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે-એવી એ પૂતળીઓ શૃંગારે આકારે અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે. વળી, એ બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સર્વરત્નમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાનો છે. બન્ને પડખેની એ બેઠકોમાં સોળ સોળ ઘંટાની હારો ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લોલકો વજ્રમય, ઘંટાનાં બન્ને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળો સોનાની અને દોરીઓ રુપાની છે. તેમનો રણકો મેઘના ગડગડાટ જેવો, સિંહની ત્રાડ જેવો, દુંદુભિના નાદ જેવો, હંસના સ્વર જેવો મંજુ છે ઃ એવા-એ કાન અને મનને ઠારે-તેવા રણકાવડે તે ઘંટાઓની આસ પાસનો પ્રદેશ પણ ગાજતો રહે છે. વળી, એ, બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સોળ સોળ વનરાઇઓ છે. એ વનરાઇઓમાં વૃક્ષો વેલો ફ્ળગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy