________________
સત્ર-૨૯,
૩૯૭. ગુંજતા રહે છે એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે. વળી, તે બને પડખેની બેઠકોમાં વજમય સોળ સોળ પ્રકંઠકો-છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસો યોજન અને જાડાઈ સવાસો યોજન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મોટો ઉંચો મહેલ આવેલો છે, તે દરેક મહેલ અઢીસો યોજન ઉંચો અને સવાસો યોજન પહોળો છે. જાણે પ્રભાના પંજ ન હોય એવા એ મહેલો વિવિધ મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલો ઉપર પવનથી ફરફરતી રહે છે. એના મણિકનકમય શિખરો ઉંચા આભને અડતાં છે. મહેલોની ભીંતોમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાંઓ મૂકેલાં છે. બારણામાં પેસતાંજ વિકાસમાન પુંડરીક કમળો અને ભીંતોમાં વિધવિધ તિલકો તથા અધ ચંદ્રકો કોરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સોનેરી વળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકો પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે. એ મહેલોનાં બારણાંની બન્ને બાજુ, સોળ સોળ તોરણો જણાવેલાં છે. એ મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પદ્મ વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે. તે એક એક તોરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદેતો તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તેજ રીતે દરેક તોરણની આગળ એક એક બાજા સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિપુરુષ મહો રગ ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પદ્મલતા વગેરેની શ્રેણિઓ આવેલી છે. એ રીતે, દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હારો ગોઠવેલી છે. વળી, તે તોરણની આગળ બબ બબે આરિતા હોવાનું જણાવેલું છે. એ આરિસાનાં ચોકઠાં સુણવમય, મંડળો એકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબો નિર્મલાતિનિર્મળ છે.હે દીર્ઘજીવીશ્રમણ!ચંદ્રમંડળજેવાએનિર્મળઆરિસા અધિકાય પ્રમાણ જણાવેલા છે.
વળી, એ તોરણોની આગળ વજના બબે થાળો જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા થાળો જાણે કે ત્રણવાર છડેલા આખા ચોખાથી ભરેલા જ હોય એવા ભાસે છે. વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણી અને તાજાં લીલાં ફળોથી ભરેલી બે બે પાત્રીઓ મૂકેલી જણાવેલી છે. એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવડી મોટી સર્વરત્નમય અને શોભનાતિશોભન છે. વળી, એ તોરણોની આગળ નાના વિધ ભાંડોથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકો છે, બે બે પેઢલીઓ છે. એ પેઢલી
ઓમાં સોનાનાં અને રુપાનાં અનેક પાટિયાંઓ જણાવેલાં છે, એ નાગદતો ઉપર વજ મય શિંકાં છે, એ શિકાં ઉપર કાળા નીલા રાતા પીળા અને ધોળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટો વૈર્યમય સુંદર છે. વળી, એ તોરણોની આગળ રતનથી ભરેલા બબે કરંડિયાઓ છે. ચક્રવર્તીના રત્નપૂર્ણ કરંડિ યાની જેમ એ કરંડિયાઓ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે. વળી, એ તોરણોની આગળ વજમય બબે હયકઠા ગજકંઠા ગંજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુરુષકંઠા મહોરગકંઠા ગાંધર્મકંઠા અને ધર્વકંઠા અને વૃષભકંઠા છે. તેઓમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે. વળી, એ તોરણોની આગળ બબ્બે સિંહાસનો અને બળે છત્રો હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈડુના, કૂલ સોનાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org