________________
અધ્યયનન્ટ
૨૦૯
થયો અને યાવત્ વિચરે છે. તે પછી તે નન્દિનીપિતા શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો, ગુણવ્રતો વગેરેથી આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયાં. આનંદની જેમ જ તે જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાનને સ્થાપન કરે છે અને ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરીને વિચરે છે. વીસ વરસ સુધી શ્રાવક પર્યાય પાળે છે, વિશેષતા એ છે કે તે અરુણ વિમાનમાં ઉત્પન્ન થયો. પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ જઈ સાધના કરી મોક્ષ જશે.
અધ્યયન-૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-૧૦-લેઈયાપિતા
[૫૮] હે જંબૂ ! તે કાલે, તે સમયે શ્રીવસ્તી નગરી હતી, કોષ્ઠક ચૈત્ય હતું. તે શ્રીવાસ્તવનો રાજા જિતશત્રુ હતો. તે શ્રીવસ્તી નગરીમાં લેઈયાપિતા નામે ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને દીપ્ત-તેજસ્વી હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, ચાર હિરણ્યકોટિ વ્યાજે મૂકેલી અને હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં લગાડેલી હતી. તેને દસ-દસ હજાર ગાયોનાં ચાર વ્રજો હતાં. એટલે ચાલીસ હજાર ગાયો હતી. ફાલ્ગુની ભાર્યા હતી. મહા વીર સમોસર્યા. આનંદની પેઠે તે ગૃહસ્થધર્મને સ્વીકારે છે, અને કામદેવની જેમ જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિહરે છે. પરંતુ અગિયારે શ્રાવકની પ્રતિમાઓ ઉપસર્ગ રહિત તેજ રીતે કહેવી. કામ દેવના વૃત્તાન્તમાં જે સૂત્રપાઠ છે તે પ્રમાણે અહીં કહેવું. યાવત્ સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે.
[૫૯-૬૦]દસે શ્રાવકોને પંદરમાં વર્ષે ચિન્તા-ધર્મ-પ્રજ્ઞપ્તિ મુજબ વર્તવાનો વિચાર થાય છે. અને દશે શ્રાવકો વીસ વરસ શ્રમણોપાસક પર્યાયમાં રહ્યાં. એ પ્રમાણે હે જંબૂ ! યાવત્ નિર્વાણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે ઉપાસકદશાંગના દસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ઉપાસદશા નામક સાતમાં અંગમાં એક શ્રુતસ્કંધ છે. દશ અધ્યયન છે. એકસરખા સ્વર છે. દશ દિવસમાં તેનો પાઠ પૂરો થાય છે. એમ કરવાથી શ્રુતસ્કંધનો પાઠ થઈ જાય છે, બે દિવસમાં આનો પાઠ પૂરો કરવાની અનુમતિ પણ આપી છે.
અધ્યયન-૧૦-ની દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org