________________
૩૩૫
શ્રુતસ્કંધ-૨, અધ્યયનરાજા હતો. તેનું નામ મિત્ર હતું. તેમણે સંભૂતિવિજય નામના મુનિરાજને આહારથી પ્રતિલાભિત કર્યા. યાવતુ આજ જન્મમાં તે સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. | અધ્યયન કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન મહાબલકુમાર ) [૪રી જંબૂ!મહાપુર નામક નગર હતું. તેમાં રકતપાલ યક્ષનું વિશાળ યક્ષાયતન હતું. નગરમાં મહારાજ બલનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. તેને મહાબલ નામનો રાજકુમાર હતો. તેનું રક્તવતી પ્રમુખ પ00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યું. ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા. ત્યાર પછી મહાબલ રાજકુમારે ભગવાન પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવે તેનો પૂર્વભવ પૂછ્યો, કે-ગૌતમ ! મણિપુર નામનું એક નગર હતું ત્યાં નાગદત્ત નામના અણગારને નિર્મળ ભાવનાઓ સાથે શુદ્ધ આહાર દ્વારા પ્રતિલાભિત કર્યા. મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં મહાબલરૂપે ઉત્પન્ન થયો ત્યાર પછી તેણે સાધુ ધર્મમાં દીક્ષિત થઈને યાવતુ સિદ્ધપદ મોક્ષને પ્રાપ્ત કર્યો.
અધ્યયન-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન-૮-ભદ્રનંદી) [૪૪] જંબૂ! સુઘોષ નામનું નગર હતું ત્યાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. નગરમાં અર્જુન નામના યક્ષનું યક્ષાયતન હતું. નગરમાં અર્જુન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રક્તવવતી નામની રાણી અને ભદ્રનન્દી નામનો કુમાર હતો. તેનું શ્રીદેવી વિગેરે ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા ભદ્રનંદીએ ભગવાન્ પાસેથી શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. ગણધરદેવ ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછ્યો ગૌતમ ! મહાઘોષ નામનું નગર હતું. ત્યાં ધર્મઘોષ ગાથાપતિ રહેતો હતો, તેણે ધમસિંહ નામના અણગારને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા અને મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં ઉત્પન્ન થયો, યાવતુ તેણે સિદ્ધગતિને ઉપલબ્ધ કરી.
અધ્યયન-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન ૯-મહાચંદ્ર ) [૪૫] જંબૂ! ચંપા નામની નગરી હતી, ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉઘાન હતું. તેમાં પૂર્ણચંદ્ર યક્ષનું આયતન હતું. ત્યાંના રાજાનું નામ દત્ત હતું અને રાણીનું નામ દત્તવતી હતું. તેમનો યુવરાજપદથી અલંકૃત મહાચન્દ્ર નામનો કુમાર હતો. તેને શ્રીકાન્તા પ્રમુખ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. એક દિવસ પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા. મહાચન્ટે તેમની પાસે શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. ગૌતમ સ્વામીએ પૂર્વભવ વિષે પૃચ્છા કરી. ભગવાન મહાવીરે ઉત્તર દેતાં કહ્યું કે-ચિકિત્સિકા નામની નગરી હતી. મહારાજ જિતશત્ર ત્યાંનો રાજા હતો. તેણે ધર્મવીર્ય અણગારને પ્રતિલાભિત કર્યા, યાવતું સિદ્ધપદ-મોક્ષપદને પ્રાપ્ત કર્યું.
અધ્યયન-૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org