________________
૩૩૬
વિવાગસૂર્ય-ર/૧૦૪૬ (અધ્યયન ૧૦વરદત્ત) [૪૬] જંબૂ ! તે કાળે અને તે સમયે સાકેત નામનું સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઉત્તરકુરુ નામનું ઉદ્યાન હતું. તેમાં પર્થમૃગ' નામના યક્ષનું યક્ષાયતન હતું. સાકેત નગરમાં મહારાજ મિત્રનદીનું રાજ્ય હતું. તેની રાણીનું નામ શ્રીકાન્તા અને પુત્રનું નામ વરદત્ત હતુ. વરદર કુમારનો વીરસેના પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. ત્યાર પછી કોઈ સમયે ઉત્તરકુરુ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થયું. વરદત્ત ભગવાન્ પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવ દ્વારા પૂછવા પર ભગવાન મહાવીરે વરદત્તના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે-હે ગૌતમ ! શદ્વાર નામનું નગર હતું તેમાં વિમલવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે ધર્મચિ નામના અણ ગારને આહારાદિના દાનથી પ્રતિલાભિત કર્યા તથા મનુષ્ય આ યુષ્યને બાંધ્યું. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે આ સાકેત નગરમાં મહારાજ મિત્ર નંદીની રાણી શ્રીકાન્તાના ઉદરથી વરદત્તના રૂપમાં ઉત્પન્ન થયો. બાકીનો વૃત્તાન્ત સુબાહુ કુમારની જેમ સમજવો વરદત્ત કુમારનો જીવ સ્વર્ગીય તથા માનવીય અનેક ભવ ધારણ કરતો થકો, અંતમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેમાં ઉત્પન્ન થઈ ૬ઢ પ્રતિજ્ઞની જેમ યાવતુ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. જંબૂ સ્વામી ભગવાન્ ! આપે સુખવિપાકનું જેવું કથન કર્યું છે, તે તેમજ છે, તેમજ છે.
| અધ્યયનઃ ૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! [૪૭] વિપાક સૂત્રના બે મૃત સ્કંધો છે. તે આ પ્રમાણે-દુઃખ વિપાક અને સુખ વિપાક. દુઃખ વિપાકના એક સરખા દશ અધ્યયનો છે, કે, જે દસ દિવસમાં પ્રતિપાદિત કરવામાં આવે છે. આ રીત સુખવિપાકના વિષયમાં પણ જાણવું. શેષ વર્ણન આચારાંગ સૂત્રની જેમ સમજી લેવું જોઈએ.
શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયાપૂર્ણ
૧૧| વિવાગસુર્ય-ગુર્જરછાયાપૂર્ણ
અંગસૂત્ર-૧૧-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org