SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૭ રહેવા લાગ્યો તે એકના હાથથી બીજાના હાથમાં જતો એકની ગોદમાંથી બીજાની ગોદમાં જતો, બાળની ઉચિત એવા ગીતોવડે ગવાતો હતો આંગળી પકડીને ચલાવતો હતો, ક્રીડા આદિથી. લાલન-પાલન કરવામાં આવતો, મનોહર મણિજડિત પૃથ્વીતલ ઉપર ચાલતો તથા વાયુ રહિત અને વ્યાઘાત રહિત એવી ગિરિની ગુફામાં સ્થિત ચંપક ના વૃક્ષની જેમ સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા અનુક્રમથી નામકરણ, પારણામાં સુવાડવું, પગોથી ચલાવવું, ચોટી રાખવી આદિ સંસ્કારો મહાન્ ઋદ્ધિ અને સત્કાર પૂર્વક કરે છે. ત્યાર પછી તે મેઘકુમાર આઠ વર્ષથી અધિક વયનો થયો ત્યારે માતા-પિતાએ શુભ તિથિ કરણ અને મુહૂર્તમાં તેને કલાચાર્ય પાસે મોકલ્યો. કલાચાર્યે મેઘકુમારને લેખ આદિ શકુનિરૂત પક્ષીના શબ્દ પર્યંતની બહોં તર કળાઓ સૂત્રથી, અર્થથી, અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડી. તે બહોંતેર કળાઓ આ પ્રમાણે. લેખન ગણિત રૂપ બદલવું નાટક ગાયન વાઘ વગાડવું સ્વ૨જાણવા વાજિંત્રસમારવું. સમાન તાલ જાણવા દ્યૂત રમવું લોકોની સાથે વાદ વિવાદ કરવું પાસાથી રમવું ચોપાટ રમવી નગરની રક્ષા કરવી. જળ અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું ધાન્ય નિપજાવવું નવુ પાણી ઉત્પન્ન કરવું, પાણીને સંસ્કાર કરી શુદ્ધ બનાવવુંતેમ જ ગરમ કરવું. નવીન વસ્ત્ર બનાવવા, રંગવા શીવવાની તથા પહેરવાની કળા વિલેપનની વસ્તુને જાણવી, તૈયા૨ ક૨વી, લેપન કરવી આદિ શય્યા બનાવવી, શયન કરવાની વિધિને જાણવી આદિ આર્ય છંદને ઓળખવો તથા બનાવવો પહેલિકાઓ બનાવવી, બુઝાવવી માગધિકા બનાવવી. પ્રાકૃત ભાષામાં ગાથા આદિ બનાવવું. ગીતિ છંદની રચના કરવી શ્લોક બનાવવો સુવર્ણ બનાવવું તેના આભૂષણ બનાવવા, પહેરવા આદિ નવી ચાંદિ બનાવવી, તેના આભૂષણ બનાવવા. ચૂર્ણ ગુલાબ અબીલ આદિ બનાવવું, તથા તેનો ઉપયોગ કરવો. ધરેણા ઘડવા, પહેરવા આદિ તરુણીની સેવા કરવી પ્રસાધન કરવું સ્ત્રીનાલક્ષણ જાણવા પુરુષનાલક્ષણ જાણવા અશ્વનાલક્ષણ જાણવા હાથીનાલક્ષણ જાણવા ગાય-બળદના લક્ષણ જાણવા કુકડાના લક્ષણ જાણવા. છત્રલક્ષણ જાણવા દંડ-લક્ષણ જાણવા. તલવારનું લક્ષણ જાણવું મણિનુંલક્ષણ જાણતું. કાકણીરત્નનુંલક્ષણ જાણવું વાસ્તુવિદ્યા-જાણવી. નવું નગર વસાવ વાની કળા વ્યૂહ-મોર્ચા બનાવવો. વિરોધીના વ્યૂહની સામે પોતાની સેના નો મોર્ચો રચવો સૈન્ય સંચાલન કરવું શત્રુસૈન્યના સમક્ષ પોતાની સેનાને ચલાવવી. ચક્રવ્યૂહ ગરુડનાબૂહ શકટ વ્યૂહ સામાન્ય યુદ્ધ કરવાની કળા વિશેષ યુદ્ધ કરવું અત્યંત વિશેષ યુદ્ધ કરવું યષ્ટિયુદ્ધ મુષ્ટિયુદ્ધ બાહુયુદ્ધ લતાયુદ્ધ થોડાનું બહુ અને બહુનું થોડુ બતાવવાની કળા ખડ્ગની મૂઠ બનાવવી. ધનુષ બાણ સંબંધી કળા ચાંદીનો પાક બનાવવો સોનાનો પાક બનાવવો સુતર છેદવાની કળા ક્ષેત્ર ખેડવાની કળા કમળના નાલ છેદવાની કળા પત્ર છેદન મૃત ને જીવિત કરવું. જીવિતને મૃત કરવું અને કાગડા, ઘુવડ આદિ પક્ષીઓની બોલી પહેચાનવી. [૨૬] ત્યાર પછી તે કલાચાર્ય, મેઘકુમારોને બહોતેર કળાઓ સૂત્રથી અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડીને પછી તેના માતા પિતા પાસે લઇને આવ્યા. ત્યારે મેઘ કુમા૨ના માતા-પિતાએ કલાચાર્યનું મધુર વચનોથી તથા વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો સન્માન કર્યો, સત્કાર-સન્માન કરીને જીવિકાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy