________________
૨૬.
નાયાધમ્મ કહાઓ-૧-૧/૨૩ નગરમાં સુગંધિત જળ છાંટે,યાવતુસર્વત્ર મંગળવાનકરવો.કારાગારથી કેદીઓને મુક્ત કરો તોલ અને માપની વૃદ્ધિ કરો. આ પ્રમાણે બધું કરીને મારી આજ્ઞા મને પાછી આપો.
- ત્યાર પછી શ્રેણિક રાજા કુંભકાર આદિ જાતિ રુપ અઢાર શ્રેણિઓને અને તેના ઉપવિભાગરૂપઅઢાપ્રશ્રેણિઓનેબોલાવેછે.બોલાવીને આ પ્રમાણે કહે છેઃ હે દેવાનું પ્રિયો! તમે જાઓ અને રાજગૃહ નગરની અંદર અને બહાર દશ દિવસની સ્થિતિપતિકા કરાવો.તે આ પ્રકારે દશ દિવસ સુધી શુલ્ક બંધ કરવામાં આવે, કર માફ કરવામાં આવે, વેઠ લેવાતો નિષેધ કરવામાં આવે. દંડ તથા કુંદડ બંધ થાય. રાજા તરફથી બધો ઋણ ચુકવી દેવામાં આવે. કોઈ દેવાદારને પકડવામાં આવે નહિ, આ પ્રમાણે ઘોષણા કરો. તથા સર્વત્ર મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો. ચારે તરફ વિકસ્વર પુષ્પોની માળાઓ લટકાવો.ઉત્તમ ગણીકાઓ જેમાં મુખ્ય છે.એવોપાત્રોથીનૃત્યાદિક કરાવો.અનેક તાલા ચરો પાસે નાટક કરાવો એવું કરો કે લોક હર્ષિત થઈને ક્રીડા કરે. આ પ્રમાણે યથાયોગ્ય દસ દિવસની સ્થિતિપતિકા કરો અને કરાવો અને મારી આજ્ઞા મને પાછી સોંપો.
- ત્યાર પછી શ્રેણિક રાજા બહારની ઉપસ્થાન શાળામાં, પૂર્વની તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા અને સેંકડો, હજારો, લાખોના દ્રવ્યથી યાન એવં દાન આપ્યું. આવકમાંથી અમુક ભાગ આપ્યો અને પ્રાપ્ત થયેલ દ્રવ્યને ગ્રહણ કરતો વિચારવા લાગ્યો. ત્યાર પછી તેના (બાળકના) માતા પિતાએ પહેલા દિવસે જાત કર્મ કર્યું. બીજે દિવસે જાગરિકા કરી. ત્રીજા દિવસે સૂર્ય-ચંદ્રનું દર્શન કરાવ્યું. આ પ્રકારે અશુચિ જાત કર્મની ક્રિયા સંપન્ન થઈ. પછી બારમો દિવસ આવ્યો વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓ તૈયાર કરવી. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, સેના અને બીજા ઘણા ગણનાયક દંડ નાયક આદિને આમંત્રણ આપ્યું. ત્યાર પછી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. મણિતિલક આદિ કૌતુક કર્યું, યાવતુ સમસ્ત અલ કારોથી વિભૂષિત થયો. પછી વિશાળ ભોજન મંડપમાં તે અશન, પાન, ખાદિમ અન્ય સ્વાદિમ ભોજનનો મિત્ર જ્ઞાતિ આદિ તથા ગણનાયક આદિની સાથે આસ્વાદન, વિસ્વાદન, પરસ્પર વિભાજન અને પરિભોગ કરતો વિચરવા લાગ્યો.આ પ્રમાણે ભોજન કર્યા પછી શુદ્ધ જળથી આચમન કર્યું. હાથ મોઢું ધોઈને સ્વચ્છ થયા, પરમ શુચિ થયા. પછી તે મિત્ર, આદિનો વિપુલ વસ્ત્ર ગંધ,માળાઅને અલંકારથીસત્કાર-સન્માનકર્યું.સત્કાર-સન્માન કરીને આ પ્રમાણે કહ્યું કેમકે અમારો આ પુત્ર જ્યારે ગર્ભમાં સ્થિત હતો. ત્યારે તેની માતાને અકાલ-મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી અમારા આ પુત્રનું નામ મેઘકુમાર હોવું જોઇએ આ પ્રમાણે માતા પિતાએ બાળકનું ગુણનિષ્પન નામ રાખ્યું.
ત્યાર પછી મેઘકુમાર પાંચ ધાયમાતા દ્વારા ગ્રહણ કરાયો, તે આ પ્રમાણે હતી ક્ષીરપાત્રી-દુગ્ધપાન કરાવના ધાચ મંડનધાત્રી-મજ્જનધાત્રી-ક્રીડાપધાત્રી-અંકધાત્રી - આ સિવાય અન્યાન્ય કુન્જ ચિલતિક, વામન, વડભી મોટી પેટવાળી1, બર્બરી. બકુશ દેશની, યોનક, પલ્હવિક, ઈસિનીક, ઘોર કિન અને લ્હાસક દેશની, લકુશ, દ્રવિડ, સિંહલ, અરબ, પુલિંદ, પકણ, વહલ, મરંડ, શબર, પારસ, આ પ્રમાણે વિવિધ દેશોની રાજગૃહને સુશોભિત કરનાર, ઇગિત, ચિત્તિત અને પ્રાર્થિત પોત પોતાના દેશમાં વેષને ધારણ કરનાર, અતિનિપુણ, વિનયયુક્ત દાસીઓના દ્વારા તથા સ્વદેશીય દાસીઓ દ્વારા અને વર્ષધરો, કંચુ- કીયો અને મહત્તરોના સમુદાય થી તે મેઘ કુમાર ઘેરાયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org