SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ આવીને વૈભારગિરિના કટતટમાં અને તળેટી માં દંપતિઓના ક્રીડાસ્થાન આરા મોમાં. પુષ્પફળથી સંપન્ન ઉદ્યાનોમાં,સામાન્ય વૃક્ષો થી યુક્ત કાનનોમાં, નગરથી દુર વર્તી વનો માં, એક જાતિના વૃક્ષોના સમૂહ વાળા વનખંડમાં, વૃક્ષોમાં વૃત્તાકી આદિના ગુચ્છાઓ માં, વાંસની ઝાડી આદિ ગુલ્મો માં, આમ્ર આદિની લતાઓમાં, નાગરવેલ આદિની વલ્લીઓમાં ગુફાઓમાં,તળાવોમાં, થોડા પાણીવાળા કચ્છોમાં, નદીઓમાં, અને અન્ય જલાશયોમાં સ્નાન કરતી પત્રો પુષ્પો, ફળો, અને પલ્લવોને ગ્રહણ કરતી પુષ્પાદિકને સુંઘતી, ફળાદિકનું આસ્વાદન કરતી અને બીજાને આપતી, વૈભાર ગિરિની સમીપની ભૂમિમાં પોતાનો દોહદ પૂર્ણ કરતી ચારે તરફ પરિભ્રમણ કરવા લાગી. ધારિણી દેવીએ દોહદને દૂર કર્યો, દોહદને, પૂર્ણ કર્યો અને દોહદને સંપન્ન કર્યો. ત્યાર પછી ધારિણી દેવી સેચનક નામના ગંધ હસ્તી ઉપર આરુઢ થઈ. યાવતું રાજગૃહ નગર ની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને મનુષ્ય સંબંધી વિપુલ ભોગ ભોગવતો વિચરે છે. [૨૩] ત્યાર પછી અભયકુમાર જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવીને પૂર્વના મિત્ર દેવનો સત્કાર-સન્માન કરે છે. વિદાય કરે છે. ત્યાર પછી અભયકુમાર દ્વારા વિદાય કરેલ તે દેવ ગજેનાથી યુક્ત, પચરંગી મેઘોથી સુશોભિત દિવ્ય વષ-લક્ષ્મીનો પ્રતિસંહરણ કરે છે, જે દિશાથી, પ્રગટ થયેલ હતો, તે દિશા તરફ ચાલ્યો ગયો, [૨૫] ત્યારપછી ધારિણી દેવીએ પોતાનો તે અકાળ દોહદ પૂર્ણ થવા પર દોહદને સમ્માનિત કર્યો. ગર્ભની અનુકંપાને માટે, ગર્ભને બાધા ન પહોંચે તે રીતે યતનાથી ઊભી થતી, યતનાથી બેસતી અને યતનાથી શયન કરતી, આહાર કરતી થકી એવો આહાર કરતી કે જે અધિક તીખો ન હોય; અધિક કડવો ન હોય, કષાય ન હોય, અધિક ખાટો ન હોય અને અધિક મીઠો પણ ન હોય, દેશ અને કાળના અનુસાર જો તે ગર્ભને માટે હિત કારી હોય, મિત હોય, પચ્ય હોય તે ચિંતા, શોક, મોહ, ભય અને ત્રાસથી રહિત થઈને બધી ઋતુઓમાં સુખપ્રદ ભોજન, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સુખપૂર્વક તે ગર્ભનું વહન કરે છે. ત્યાર પછી ધારિણી દેવીએ નવમાસ પરિપૂર્ણ થવા પર અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થવા પર, અર્ધ રાત્રિના સમયે, અત્યંત કોમળ હાથપગવાળા યાવતું સવગ સુંદર બાળકનો પ્રસવ કર્યો. ત્યારે દાસીઓ ધારિણી દેવીને પુત્ર ઉત્પન્ન થયો જુએ છે જોઇને હર્ષના કારણે શીધ્ર, મનથી ત્વરાવાળી, કાયાથી ચપળ, અને વેગવાળી તે દાસીઓ જ્યાં શ્રેણિક રાજા છે, ત્યાં આવે છે. આવીને શ્રેણિક રાજાને જય-વિજય શબ્દ કહીને વધાઈ આપે છે, બંને હાથ જોડીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય! ધારિણી દેવીએ પુત્રને જન્મ આપેલ છે. તે અમે દેવાનુપ્રિયને પ્રિય નિવેદન કરીએ છીએ તમને પ્રિય થાઓ. ત્યાર પછી શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી તે અર્થ સાંભળીને અને ર્દયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા તેણે તે દાસીઓનું મધુર વચનોથી તથા વિપુલ પુષ્પો ગંધો માળાઓ અને આભૂષણોથી સત્કાર સન્માન કર્યું. તેમને દાસી. પણથી મુક્ત કરી દીધી. તેમને એવી આજીવિકા કરી આપી કે તેમના પુત્ર પૌત્ર સુધી ચાલે.આ પ્રમાણે આજીવિકા કરીને વિપુલ દ્રવ્ય આપીને વિદાય કરી. ત્યાર પછી શ્રેણિક રાજા કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે આદેશ આપે છે-હે દેવાનુપ્રિયો ! શીઘ જ રાજગૃહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy