________________
૨૪
નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૨ નિશ્ચિત્ત રહો, અને વિશ્વાસ રાખો. હું આ દોહદની પૂર્તિ કરી આપીશ. એમ કહીને દેવ અભયકુમાર પાસેથી નીકળે છે. નીકળીને ઉત્તર પૂર્વ દિશામાં વૈભારગિરિવર જઇને વૈક્રિય સમુદૂઘાત કરે છે સંખ્યાત યોજન પ્રમાણવાળો દંડ બનાવે છે, યાવતુ બીજીવાર પણ વૈક્રિયસમુદ્ ઘાત કરે છે. અને ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત અને જળ બિંદુ ઓથી યુક્ત, પાંચ વર્ણવાળો મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મીની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જ્યાં અભયકુમાર છે ત્યાં આવે છે આવીને અભય કુમારને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય ! મેં તમારી પ્રીતિને માટે વર્ષાલક્ષ્મીની વિક્રિયા કરી છે તેથી તમારી લઘુમાતા ધારિણીદેવી આ પ્રકારના આ દોહદની પૂતિ કરે.
ત્યાર પછી અભયકુમાર આ સૌધર્મ કલ્પવાસી પૂર્વના મિત્ર દેવથી આ વાત સાંભળી સમજીને હષ્ટ-તુષ્ટ થઈને પોતાના ભવનમાંથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને મસ્તક પરબંને હાથજોડીને પ્રમાણે કહે છે, હે તાત! આ પ્રકારે મારા પૂર્વભવના મિત્ર સૌધર્મવાસી દેવે યાવતુ વર્ષાઋતુની શોભાની વિક્રિયા. કરી છે. તેથી મારી લઘુ માતા ધારિણી દેવી પોતાના અકાળ દોહદને પૂર્ણ કરે. ત્યાર પછી શ્રેણિક રાજા, અભયકુમાર પાસેથી આ વાત સાંભળીને અને દ્ધયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ઠ થયા યાવતુ તેણે કોમ્બિક પુરૂષોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! શીઘજે રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચબુતરા આદિને સીંચન કરીને, યાવતુ ઉત્તમ સુગંધથી સુગંધિત કરીને, અને ગંધની વર્તી હોય તેવું કરો, ત્યાર પછી તે કૌટુમ્બિક પુરૂષો આજ્ઞાનું પાલન કરીને યાવતુ તે આજ્ઞાને પાછી સોંપે છે, તત્પશ્ચાતુ શ્રેણિક રાજા બીજીવાર કૌટુમ્બિક પુરૂષોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો ! ચતુરંગી સેનાને તૈયાર કરો અને સેચનક નામના ગંધહસ્તીને પણ તૈયાર કરો તે કૌટુમ્બિક પુરુષો પણ આજ્ઞા પાલન કરે છે. ત્યાર પછી તે શ્રેણિક રાજા જ્યાં ધારિણી દેવી હતાં ત્યાં આવે છે. આ આવીને ધારિણી દેવીને આ પ્રમાણે કહે છે-દેવાનુપ્રિયો ! આ પ્રકારે ગર્જનાની ધ્વનિથી યુક્તયાવતું વર્ષોની સુષમા પ્રાદુભૂત થયેલ છે. તેથી તમે તમારા અકાળ દોહદની નિવૃત્તિ કરો.
- ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણના કહેવા પર હૃષ્ટતુષ્ટ થઈ અને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગઈ. સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ અને પ્રાય શ્ચિત કર્યું. પછી પગમાં ઉત્તમ નૂપુર પહેરીનેયાવતું આકાશ અને સ્ફટિક મણિની સમાન પ્રભાવાળા વસ્ત્રો ધારણ કરીને સેચનક નામના ગંધહસ્તી પર આરુઢ થઈને અમૃતપંથ નથી ઉત્પન્ન થયેલ ફેણના સમૂહની સમાન શ્વેત ચામરનાબાલો રૂપી વિજણા થી વિંજાતી થકી રવાના થઈ. ત્યાર પછી શ્રેણિકરાજાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, યાવતુ તે સુસજ્જિત થઈને, શ્રેષ્ઠ ગંધહસ્તીના સ્કંધ પર આરુઢ થઈને, કોરંટવૃક્ષના પુષ્પની માળા વાળા છત્રને મસ્તક પર ધારણ કરીને, ચાર ચામરોથી વિંઝાતા ધારિણી દેવીની પાછળ ચાલ્યા. શ્રેષ્ઠ હાથીના સ્કંધપર બેસીને ચાલ્યા ધારિણી દેવી અશ્વ હાથી, રથ અને યોદ્ધાઓ સહિત ચતુરંગી સેનાથી પરિવૃત્ત હતી. તેની ફરતા મહાન સુભટોનો સમૂહ ઘેરાયેલ હતો. આ પ્રમાણે સંપૂર્ણ સમૃદ્ધિની સાથે, યાવતું દુંદુભિના નિઘોષની સાથે રાજગૃહ નગરના શૃંગાટક, યાવતું રાજમાર્ગમાં થઈને નીકળી નાગરિક લોકોએ પુનઃ પુનઃ તેનું અભિનંદન કર્યું ત્યાર પછી તે જ્યાં વૈભારગિરિપર્વત હતો, તે તરફ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org