________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૨૩ ત્યારે પૂર્વભવના મિત્ર દેવનું આસન ચલાયમાન થયું. તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાવે છે. ત્યારે પૂર્વભવના મિત્રદેવને આ પ્રકારનો આંતરિક વિચાર ઉત્પન્ન થાય છે. - “આ પ્રમાણે મારા પૂર્વ ભવનો મિત્ર અભયકુમાર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભારત વર્ષ માં, દક્ષિણાર્ધ ભારતમાં, રાજગૃહ નગરમાં, પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત ગ્રહણ કરીને, મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારે અભય કુમારની પાસે પ્રગટ થવું યોગ્ય છે.” દેવ આ પ્રમાણે વિચાર કરીને ઉત્તરપૂર્વ દિગ્બારમાં જાય છે, અને વૈક્રિય સમુદ્રઘાતથી સમુદ્રઘાત કરે છે, જીવ પ્રદેશોને બહાર કાઢીને સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ પ્રમાણે છે. કર્કેતનરત્ન, વજરત્ન, વૈડૂર્યરત્ન, લોહિતાક્ષરત્ન, મસાર ગલ્લરત્ન હંસગર્ભ રત્ન, પુલકરત્ન, સૌગંધિકરત્ન, જ્યોતિસરત્ન, એકરત્ન, અંજન રત્ન,રજતરત્ન,જાતરૂપરત્ન, અંજનપુલકરત્ન, સ્ફટિકરત્ન, અને રિઝરત્ન આ રત્નોના યથા બાદર પુદ્ગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી અભય કુમાર ઉપર અનુકંપા કરતો પૂર્વભવમાં ઉત્પન્ન થયેલ નેહજનિત પ્રીતિના કારણે ને ગૂણાનુરાગ કારણે તે ખેદ કરવા લાગ્યો. પછી તે દેવ રત્નમય ઉત્તમ વિમાનથી નિકળીને પૃથ્વીતળ પર જવાને માટે શીધ્ર ગતિનો પ્રચાર કર્યો, તે સમયે ચલાયમાન થતા, નિર્મળ સુવર્ણના પ્રતાર જેવા કપૂર અને મુગુટના ઉત્કૃષ્ટના આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિઓ, સુવર્ણ અને રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચનાવાળા પહેરેલ કટિસૂત્રથી તેને હર્ષ ઉત્પન્ન થતો હતો. ચલાયમાન એવા શ્રેષ્ઠ અને મનોહર કુંડલીવડે ઉજ્જવળ મુખની કાંતિથી તેનું રૂપ અતિશય મનોહર હતું. કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ શનિ અને મંગળગ્રહના મધ્યભાગમાં સ્થિત અને ઉદય પામેલા શરદ ઋતુના ચંદ્રની જેમ તે દેવ જોનારાઓના નેત્રોને આનંદ આપી રહ્યો હતો. દિવ્ય ઔષધિઓની સમાન મુકુટ આદિના તેજથી દેદીપ્યમાન રૂપથી મનોહર, સમસ્ત ઋતુ ઓની પુષ્પાદિક લક્ષ્મીવડે જેની શોભા વૃદ્ધિ પામી છે, એવો તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસાર થી મનોહર મેરુપર્વતની સમાન તે દેવ શોભતો હતો. આવું વિચિત્ર રૂપ વિકર્વી દિવ્ય રૂપને ધારણ કરતો, તે દેવ અસંખ્ય સંખ્યાવાળા અસંખ્ય નામવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને જવા લાગ્યો. પોતાની વિમળ પ્રભાથી તિછ લોકને તથા નગરવર રાજ ગૃહને પ્રકાશિત કરતો થકી દિવ્યરૂપ ધારી તે દેવ અભયકુમારની પાસે આવી પહોંચ્યો.
[૨૨] ત્યાર પછી પાંચ વર્ણવાળા તથા ઘુંઘરુવાળા ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવ આકાશમાં સ્થિત થઈને(અભયકુમારને આ પ્રમાણે કહે છે.)હે દેવાનુપ્રિયા હું તમારા પૂર્વભવનો મિત્ર સૌધર્મકલ્પવાસી મહાન ઋદ્ધિનો ધારક દેવ છું. કેમકે તમે પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત તપ કરીને મને મનમાં રાખીને સ્થિત થયા છો, એ કારણે હે દેવાનું પ્રિય! હું શીધ્ર અહીં આવેલ છું. હે દેવાનુપ્રિય! બતાવો તમારું શું ઈષ્ટ કાર્ય કરું? તમને શું આપું? તમારા સંબંધિઓને શું કરું શું આપું? તમારા મનની ઈચ્છા શું છે? અભયકુમારે આકાશમાં સ્થિત પૂર્વભવના મિત્ર દેવને જોઈને હુષ્ટતુષ્ટ થયો. પૌષધને પાય.
હે દેવાનુપ્રિય ! મારી લઘુમાતા ધારિણી દેવીને આ પ્રમાણે અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે. યાવતુ હું પણ મારા દોહદને પૂર્ણ કરું. તમે મારી લઘુમાતા ધારિણી દેવીના આ પ્રકારના દોહદને પૂર્ણ કરી દો. ત્યાર પછી અભયકુમારના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ, તુષ્ટ થઈને તે દેવે અભયકુમારને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org