________________
આશ્રવ, અધ્યયન-૩
૨૬૭ કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પી ડાતા ગાત્રોવાળા, નખ, કેશ, દાઢી-મૂછ-રોમાદિ જેના વધેલા છે તેવા, પોતાના મળ મૂત્રમાં રગદોળાતા ચોર લોકો ત્યાં જ કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઈચ્છતા છતાં મરણ પામે છે. કેટલાંકના દેહમાં કીડા પડે છે. લોકો તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે. અને “સારું થયું, ભલે એ પાપી મૂઓ.” એમ બોલીને કેટલાક લોકો હર્ષિત થાય છે.
વળી મુઆ પછી ઘણા વખત સુધી તેમનાં સ્વજનોને પણ તેઓ લાના કારણ રુપ બને છે. મરણ પામ્યા પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉણ અને અતિશય શીત વેદના વગેરે સતત કષ્ટો અશાતા વેદનીય કર્મોદય આવવાને લીધે તેઓ સહન કરે છે તે નરકથી નીકળીને વળી પાછા તીર્થંચ યોનિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભોગવે છે. પછી અનંત કાળે તે જીવો મોટે કષ્ટ કરી મનુષ્યભવ પામે છે, મનુષ્યપણે પણ તે જીવો અનાર્ય દેશમાં હલકાં કુળમાં ઉપજે છે અને જો આયે દેશમાં ઉપજે છે તો લોકબાહ્ય, ડહાપણરહિત અને કામભોગને વિષે સદા અતૃપ્ત એવા ઉપજે છે અને ત્યાં પણ નરકનાં આવર્તન બાંધે છે, ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, કૂર કર્મના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા બને. તેઓ એકાંત હિંસાની રુચિ વાળા કરોળી યાની જાળની પેઠે કર્મના આવરણથી વીંટાઈને દુઃખ ભોગવે. એવી રીતે સંસારની પરિધિમાં તેઓ પરિભ્રમણ કરે છે. એ સંસારસમુદ્રમાં જન્મ-જરા-મરણરુપી ગંભીરપણું છે, દુઃખે કરીને પ્રક્ષુબ્ધ એવું ધણું જળ છે, સંયોગ વિયોગપી મોજાં ઉછળે છે, ચિંતાના પ્રસંગો ચોમેર પ્રસરી રહેલા છે, વધ-બંધનરુપી મોટા કલોલ વિસ્તરી રહ્યા છે, કરુણાજનક શબ્દ-વિલાપ અને લોભ નો કલકલ ધ્વનિ અતિશય સંભળાઈ રહ્યો છે, અપમાનરુપ ફીણ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ધણા રોગોની નિરંતર વેદના, પરા ભવ તથ પતન, નિષ્ફર વચન નિર્ભર્સના, એ બધાને ઉપજાવનાર કઠોર કર્મરુપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણજયરુપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કષાયરુપી પાતાળકલશોથી વ્યાપ્ત, લાખો ભવરુપી પાણીના સમૂહનો જ્યાં ત્યાં અંત નથી, જે ઉદ્વેગકારક છે, જેનો પાર પામી શકાતો નથી, આશાપિપાસાપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઈત્યાદિપ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી જ્યાં અંધકાર છવાયો છે, જ્યાં મોહનાં આવર્તન અને કામભોગ મંડલાકરે ભમે છે, વળી જે સમુદ્રમાં ઉચે આવી નીચે પડતા અને આમ દોડતા પાઠીન જેવા પાણીના જીવોની પેઠે ગર્ભવાસમાં ઉંચે-નીચે પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રુદનરુપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રુપી તરંગો રહ્યા છે, પ્રમાદરુપી રૌદ્ર અને ક્ષુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મલ્યરુપી મનુષ્યોના સમૂહો જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્મરુપી મનુષ્યો અતિ રૌદ્ર છે, ધણા અપયશથી યુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મસ્યો રહેલાં છે, અનુપશાંત ઈદ્રિયોવાળાં મોટા મગરની ત્વરિત ચેષ્ટાએ કરીને જે સમુદ્ર ક્ષોભ પામી રહેલા છે, જેમાં સંતાપરુપ વડવાગ્નિ નિત્ય અતિ ચપલ ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રાણ અને અશરણ મનુષ્યો કે જેમને પૂર્વે કર્મના સંચયથી પાપો ઉદય આવ્યા છે તેઓના સેંકડો દુઃખોના વિકાસપી વમળ તે સમુદ્રના જળમાં ધૂમી રહ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org