________________
૨૬૮
પહાવાગરણ - ૧/૩/૧૬ અરતિ-રતિ-ભય-વિષાદ-શોક મિથઅયાત્વરુપી પર્વતોથી તે સાંકડો છે, કર્મબંધન રુપી તેનાં અનાદિ સંતાનો છે, ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવતુ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે, આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ધણો ભાર થઈ જતાં વિષમ પાણીનો સમૂહ પ્રાણીઓને ડુબાવીને ઉંચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું તળીયું છે, ચાર ગતિરુપ, મોટો અને અનંત એવો વિસ્તીર્ણ સંસારરુપ સમુદ્ર છે, જેમને સંયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશો આધાર નથી, ચોરાશી લાખ-જીવયોનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે. ત્યાં અજ્ઞાનરુપી અંધકાર છે, અનંતકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને ભય અને સંજ્ઞાથી યુક્ત જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે.
ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં જીવો આયુષ્ય બાંધે ત્યાં ત્યાં તે પાપકર્મી જીવોને તેમના ભાઈઓ, સ્વજનો, મિત્રો છોડી દે છે, અળખામણા હોઈને તેમનું વચન કોઈ માને નહિ, રહેવાનું સ્થાન-આસન-શયા-ભોજન ખરાબ હોય છે, શરીરનું સંહનન પ્રમાણ, સંસ્થાન અને રુપ કુત્સિત હોય છે, તેઓમાં બહુ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ હોય છે; ધર્મસંજ્ઞા અને સમ્યક્તથી ભ્રષ્ટ હોય છે; દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભોજનને શોધનારા હોય છે, તેઓ દુખે કરી આહાર મેળવી શકે છે, અરસ અને વિરસ અલ્પ ભોજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; તેઓ દીનતા અને શોકથી દાઝતાં દુઃખને ભોગવે છે, તેઓ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પ-ચિત્રાદિ કલા-સમયશાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય છે અને પશું સરખા જન્મેલા હોય છે, લોકો વડે નિંદનીય હોય છે અને તેમનો મોહ, મનોરથ તથા અભિલાષા ધણા હોય છે પણ તે નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ
ગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામભોગની પ્રાપ્તિ મેળવવાને બહુ ઉદ્યમ કરે છે, પરન્તુ તેમાં નિષ્ફળ થાય છે; રોજ રોજ ઉદ્યમ કરવા છતાં મહાલેશે કરીને ધાન્યનો થોડો પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં ઉપભોગથી રહિત, કામ-ભોગથી અને સર્વ સુખથી રહિત હોય છે, તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખો ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી અને અત્યંત સેંકડો પ્રકારનાં દુઃખથી દાઝે છે. પરદ્રવ્ય હરણથી જેઓ નથી નિવત્ય, તેઓ અદત્તાદાનનો ફળવિપાક આ લોક અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપે ભોગવે છે, તે મહા ભયનું કારણ છે, કર્મરુપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવું કર્મ છે. તે ભોગવ્યેજ છૂટકો થાય છે. અધ્યયન-૩-આસવારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયનઃ૪-આસ્રવદ્વારઃ૪) [૧૭] હે જંબૂ! હવે હું આશ્રયદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે કહીશ. એ અ-બ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લોકને વિષે પ્રાર્થનીય- છે, ભારે કીચ્ચડ રુપ છે, પાતળા કાદવ રુપ છે, પાશરુપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રીપુરુષ-નપુંસકના લક્ષણ રુપ છે, તપ-સંયમ-બ્રહ્મચર્યમાં વિધ્ધ કરનાર છે, ચારિત્રનો વિનાશ કરનાર છે, ઘણા પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસો તેનું સેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org