________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬
૩૧૫ હતાં, હાથીના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ઊંટના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ગાયોના મૂત્રથી ભરેલા હતાં. કેટલાંક ભેંસોના મૂત્રથી, કેટલાંક બકરાંઓના મૂત્રથી તો કેટલાંક ઘેટાંના મૂત્રથી ભરેલા હતા.
તે દુર્યોધન નામના જેલર પાસે અનેક હસ્તાંદુકો, યાદાદુકો, કાષ્ઠની બેડી, લોખંડની બેડી અને લોખંડની સાંકળના ઢગલાઓ રહેતા હતા, અને દુર્યોધન જેલરની પાસે અનેક ચાબુકો, ચિંચાની ચાબુકો, આંબલીની ચાબુકો કોમળ ચામડાની ચાબુકો તથા સામાન્ય ચાબુકો અને વૃક્ષથી છાલથી બનાવેલ ચાબુકોના, અનેક શિલાઓ, લાક ડીઓ, મુદગરો અને નગરો, અનેક પ્રકારની ચામડાની રસ્સીઓ, ઝાડની છાલથી બનાવેલ રસ્સી, વાળની રસ્સીઓ અને સૂતરની રસ્સીઓના, તલવાર, આરા, અસ્તરા અને કદબચીરપત્ર નામના શસ્ત્ર વિશેષના, અનેક પ્રકારની લોખંડની ખીલીઓ, વાંસ ની શલાકાઓ, ચામડાના પટ્ટાઓ અને ચલપટ્ટ, અનેક પ્રકારની સોયો, ડુંભાણાઓ લોહમય શલાકાઓ અને નાના મુદ્દગરોના, અનેક પ્રકારના શસ્ત્રો, નાના છરાઓ, કુહાડાઓ, નખ છેદકો અને ડાભોના પુંજ અને નિકરો પણ રાખેલા હતા.
ત્યાર બાદ તે દુર્યોધન નામમો જેલર સિંહસ્થ રાજાના અનેક ચોર, પારદારિક, રાજાપકારી, ઋણધારક, બાળઘાતી, વિશ્વાસઘાતી, જુગારી અને ધૂર્ત પુરુષોને રાજ પુરષોને દ્વારા પકડાવીને ઊંધે માથે પાડે છે. પાડીને લોખંડના દંડથી મુખને ખોલે છે. મુખ ખોલીને કેટલાંકને જસત,ચૂના આદિથી મિશ્રિત જલ અથવા કલકલ શબ્દ કરતું અત્યન્ત ઉષ્ણ જળ અને ક્ષારયુક્ત તેલ પીવડાવે છે તથા કેટલાંકને તેનાથી નવડાવે છે તથા કેટલાંકને ઊંધે માથે પાડીને ઘોડાનું, હાથીનું યાવતું ઘેટાનું મૂત્ર પીવડાવે છે. ઊલટી કરાવે કેટલાંકના શરીરને સંકોચે છે અને મરડે છે. કેટલાંકને સાંકળોથી બાંધે છે, કેટલાંકના હાથ કાપે છે, યાવતુ શસ્ત્રોથી શરીરના અવયવોને કાપે છે, કેટલાંકને વાંસથી સોટીઓથી યાવતું વૃક્ષના છાલની ચાબુકો દ્વારા મરાવે છે. કેટલાંકને ઊંધે માથે પાડીને તેના વક્ષઃ સ્થળ પર શિલા અને લાકડાં ગોઠવીને રાજપુરુષો દ્વારા તે શિલા તથા લાકડાંનું કંપન કરાવે છે, કેટલાંકના હાથો અને પગો, તંત્રિઓથી બંધાવીને કૂવામાં ઊંધો લટકાવે છે, લટકાવીને ગોથા ખવડાવે છે તથા કેટલાકનું અસિપત્ર યાવતુ કદંબચીરપત્રોથી છેદન કરાવે છે અને તેના પર ક્ષારયુક્ત તેલનો માલિસ કરાવે છે. કેટલાંકના મસ્તકમાં, કંઠ મણિઓમાં કોણિઓમાં, ઘૂંટણોમાં તથા ગુલ્ફોમાં લોઢાના ખીલાઓ તથા વાંસની શલાકાઓ ઠોકાવે છે તથા વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશ કરાવે છે. કેટલાંક ની હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં મુદગરો દ્વારા સોયો અને ડુભાણા ઓ થી શરીર છોલાવે અને મૂળસહિત કુશાઓ, મૂળરહિત કુશાઓ તથા ભીના ચામડા દ્વારા બંધાવી દે છે, ત્યાર બાદ તડકામાં ઊભા રાખીને તે સૂકાઈ જવા પર તડતડ શબ્દપૂર્વક તેનું ઉત્પાદન કરાવે છે. આ રીતે તે દુર્યોધન નામનો જેલર આવી નિર્દયતાપૂર્ણ પ્રવૃત્તિ ઓને જે પોતાનું કાર્ય બનાવતો, એમાં જ પ્રધાનતા માનતો, એ પ્રવૃત્તિઓને જ પોતાનું જ્ઞાન બનાવતો તથા આ જ દુષ્ટ વૃત્તિઓને પોતાનું સર્વોત્તમ આચરણ બનાવતો અત્યન્ત પાપકમોનું ઉપાર્જન કરીને ૩૧૦૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળા માસમાં કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org