________________
વિવાગસૂર્ય - ૧/૬/૩૦
[૩૦] ત્યાર બાદ તે દુર્યોધન જેલરનો જીવ નરકભૂમિથી નીકળીને એ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર બંધુશ્રીએ બાળકને જન્મ આપ્યો. બારમે દિવસે માતાપિતાઓએ તે બાળકનું નામ ‘નન્દિષેણ’ રાખ્યું યાવત્ યુવરાજ પદ આપ્યું. ત્યાર બાદ રાજ્ય અને અતઃપુરમાં અત્યન્ત આસક્ત એવો તે નન્દિષણકુમાર શ્રીદામ રાજાને મારીને તેના સ્થાને પર પોતે આવીને મન્ત્રી આદિની સાથે રાજ્યલક્ષ્મીને વધારવાની તથા પાલન કરવાની ઇચ્છા કરવા લાગ્યો. તે માટે તે નર્દિષણ કુમાર મહારાજા શ્રીદામ ના અનેક આન્તરિક છિદ્રો જોવા લાગ્યો અને વિરહની પ્રતીક્ષા કરતો સમય વ્યતીત કરવા લાગ્યો.
૩૧૪
ત્યાર બાદ તે શ્રીદામ રાજાના વધનો પ્રસંગ પ્રાપ્ત ન થવાથી કુમાર નન્દિષેણે કોઇ વખતે ચિત્ર નામના નાઇ - હજામને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિય ! તું શ્રીદાસ રાજાના સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ જાણી છે તથા અન્તઃપુરમાં સર્વત્ર સ્વેચ્છાપૂર્વક આવી જઇ શકે છે, અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકાર કર્મ કરે છે, તેથી હે દેવાનુપ્રિય ! જ્યારે તું રાજાના અલંકાર કર્મ કરતો હો તે સમયે રાજાની ગરદનમાં અસ્તરો ખુંચાડી દે તો હું તને અર્ધું રાજ્ય આપી દઇશ. ત્યારબાદ તું અમારી સાથે ઉત્તમ કામભોગોનો ભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરજે ત્યારબાદ મિત્ર નામના નાઇએ કુમાર નન્દિર્ષણના ઉક્ત વચનને સ્વીકારી લીધું. પરંતુ થોડા સમય પછી તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે જો કોઇપણ રીતે આ વાતનો પત્તો શ્રીદામ રાજાને મળીજાય તો ન જાણે તે મને કેવા કુમોતથી મારે ? આ વિચાર આવતાં જ તે ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન તેમજ સંજાતભય થઇ ગયો અને તત્કાળ જ જ્યાં શ્રીદામ રાજા હતા, ત્યાં આવ્યો. કહેલા લાગ્યો - હે સ્વામી ! ખરેખર, નન્દિર્ષણ કુમાર રાજ્યમાં મૂર્છિત, મૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આપનો વધ કરવાનું ઇચ્છી રહ્યો છે. તે આપને મારીને પોતે જ રાજ્ય લક્ષ્મીને વધારવાની અને ભોગવવાની ઉત્કટ અભિલાષા સેવી રહ્યો છે. શ્રીદામ રાજા એ ચિત્ર પાસેથી આ વાતને સાંભળીને તેનાપર વિચાર કર્યો અને અત્યંત ક્રોધમાં આવી ને ન્દિષણને પોતાના અનુચરો દ્વારા પકડાવીને આ પ્રમાણે તેને મારવામાં આવે એવો આદેશ રાજ્યપુરૂષોને કર્યો.
હે ગૌતમ ! આ નદ્દિષેણ પુત્ર આ રીતે પોતે કરેલા અશુભ કર્મોના ફળને ભોગવી રહ્યો છે. હે ભગવન્ ! નદ્દિષણ કુમાર અહીંથી મૃત્યુ સમયે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે નન્દિષણ કુમાર ૬૦ વર્ષની પરમ આયુને ભોગવીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું શેષસંસાર ભ્રમણ પૂર્વવત્ સમજી લેવું, પૃથ્વીકાયમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થતાં ફરી તે જ હસ્તિનાપુર નગરમાં એ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ ક૨શે અને ચારિત્રનું યથાવિધિ પાલન કરીને તેના પ્રભાવથી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને ૫૨મ નિર્વાણ પદને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારના દુઃખોનો અન્ત કરશે. અધ્યયનઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org