________________
[૨૯૨]
नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ
વિવાગસૂર્ય
-
અંગસૂત્ર ૧૧-ગુર્જરછાયા
-
INESS
-
1 શ્રતસ્કલ્પ-૧ -
-
-
(-અધ્યયન-૧-મૃગાપુત્ર:-) [૧] તે કાળ અને તે સમયમાં ચમ્પા નામની નગરી હતી. ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના, શિષ્ય, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક, જાતિસમ્પન કુળસમ્પન્ન પાંચસો અણગારોથી ઘેરાયેલા સુધમાં નામના અણગાર પૂર્ણભદ્ર ચૈત્યમાં વિરાજમાન છે. ધર્મકથા સાંભળવા માટે પર્ષદા નિકળી. ધર્મકથા સાંભળીને, પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં આર્ય સુધમસ્વિામીના શિષ્ય, જેમનું શરીર સાત હાથનું છે અને જે ગૌતમ સ્વામીની જેમ મુનિવૃત્તિનું પાલન કરનાર તથા ધ્યાનરૂપ કોષ્ઠને પ્રાપ્ત થઈ રહ્યા છે, તે આર્ય જબ્બ નામના અણગાર વિરાજમાન હતા. ત્યાર પછી શ્રદ્ધાસમ્પન આર્ય શ્રી જબૂસ્વામી શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં ઉપસ્થિત થયા, પ્રદક્ષિણા કર્યા બાદ વંદન અને નમસ્કાર કરીને તેમની સેવા કરતા થકા આ પ્રમાણે બોલ્યા :
[૨-૩ હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિપાક સૂત્ર' નામક અગિયારમા અંગનો શું અર્થ ફરમાવ્યો છે ? હે જબ્બ ! વિપાકસૂત્ર નામક અગિયારમા અંગના બે મૃત સ્કંધો પ્રતિપાદિત કર્યો છે. જેમકે - દુઃખવિપાક અને સુખવિપાક. હે ભગવાન્ ! દુઃખ વિપાક નામક પ્રથમ શ્રુતસ્કંધમાં શ્રમણ ભગવાનું મહાવીર કેટલા અધ્યયનો કહ્યા છે? પ્રથમ શ્રુતસ્કંધના દશ અધ્યયનો પ્રતિપાદિત કર્યા છે. જેમકે મૃગાપુત્ર, ઉજિકતક, અગ્નિ , શકટ, બૃહસ્પતિ, નદી, ઉમ્બર, શૌરિદત્ત, દેવદતા અને અંજૂ.
[૪] હે ભગવાનું! યાવતુ પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? હે જબૂ! તે કાળા અને તે સમયમાં મૃગાગ્રામ નામનું એક નગર હતું. ઇશાન ખૂણામાં સંપૂર્ણ ઋતુઓમાં થનાર ફળ-પુષ્પાદિથી યુક્ત “ચંદનપાદપ' નામક એક રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં સુધર્મ યક્ષનું યક્ષાયતન હતું. તે મૃગાગ્રામ નગરમાં વિજ્ય નામક ક્ષત્રિય રાજા હતો. મૃગા નામની રાણી હતી, કે જે સવાંગસુકુમારી તથા રૂપ-લાવણ્યથી યુક્ત હતી. તેમને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક હતો. તે જન્મકાળથી જ આંધળો, મૂંગો, બહેરો, પંગુ, હુંડ અને વાતરોગી હતો. તેના હાથ, પગ, કાન, નેત્ર અને નાસિક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org