________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૨૯૪ ન હતી. માત્ર તે અંગો પાંગોનો આકાર જ હતો અને તે આકાર પણ ઉચિત સ્વરૂપવાળો ન હતો. મૃગાદેવી ગુપ્ત ભૂમિગૃહમાં ગુપ્તરૂપથી આહારાદિ દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન-પોષણ કરતી રહી હતી.
[૫] તે મૃગાગ્રામ નામક નગરમાં એક જન્માન્ત પુરુષ રહેતો હતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો હતો. તેના માથાના વાળ અત્યન્ત વિખરા યેલા હતા, એવા તે જન્માન્ત પુરુષ મૃગાગ્રામના પ્રત્યેક ઘરમાં ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર નગરની બહાર ચંદનપાદપ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદ નીકળી વિજ્ય રાજા પણ મહા રાજ કણિકની જેમ ભગવાનના ચરણોમાં ઉપસ્થિત થઈને તેમની પર્યુપાસના કરવા લાગ્યો. નગરના કોલાહલમય વાતાવરણને જાણીને તે જન્માન્ત પુરુષ, તે પુરુષને કહેવા લાગ્યો - હે દેવાનુપ્રિય! શું આજે મૃગાગ્રામમાં ઈન્દ્ર આદિનો મહોત્સવ છે? જેના કારણે જનતા નગરથી બહાર જઈ રહી છે? તે પુરુષે કહ્યું - હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યાં આ જનતા જઈ રહી છે. ત્યારે તે અન્ય પુરુષે તે પુરુષને કહ્યું-ચાલો, આપણે પણ જઇએ. જઈને ભગવાનની પÚપાસના કરીએ. ત્યાર પછી તે પુરષ શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને તે જન્માન્ધ પુરુષે ભગ વાનુને પ્રદક્ષિણા કરીને વન્દના અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ શ્રમણ ભગવાન્ મહા વીરે વિજયરાજાને અને પરિષદુને ધમપદેશ આપ્યો. ભગવાનુની કથાને સાંભળી રાજા વિજ્ય તથા પરિષદ ચાલી ગઇ.
[] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન્ ગૌતમસ્વામીએ અંધ પુરુષને જોયો, જોઇને શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીને કહ્યું - હે ભદન્ત! શું એવો કોઈ પુરૂષ પણ છે કે જે જન્માધ તથા જન્માલ્વ રૂપ હોય? ભગવાને ફરમાવ્યું -હા, ગૌતમ!. છે. આ મૃગાગ્રામ નગરમાં વિજ્ય રાજાનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક છે, જે જન્મકાળથી અર્ધી અને જન્માશ્વ રૂપ છે. તેના હાથ, પગ, આંખ આદિ અંગોપાંગ પણ નથી માત્ર તેઅંગોપાંગોનો એક આકારજ છે. હે ભગવાન્ ! આપની આજ્ઞાથી હું મૃગાપુત્રને જોવા ઇચ્છું છું. તેના ઉત્તરમાં ભગવાને કહ્યું - ગૌતમ ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.
હવે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રસન્ન થયેલા ગૌતમ સ્વામી ભગવાનની પાસેથી મૃગાપુત્રને જોવા માટે ચાલ્યા. ઇસમિતિનું યથાવિધિ પાલન કરતા થકા ભગવાન ગૌતમસ્વામીએ મૃગાદેવીનું ઘર હતું. તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાર બાદ મૃગાદેવીએ ગૌતમ સ્વામીને આવતા જોયા, જોઇને પ્રસન્ન થઈ અને નતમસ્તક થઈને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! આપના આગમનનું શું પ્રયોજન છે? હે દેવાનુપ્રિય! હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર પછી ઉત્પન્ન થયેલા ચાર પુત્રોને વસ્ત્રાભૂષણાદિથી અલંકત કરીને ભગવાન ગૌતમના ચરણોમાં માથું નમા વીને કહ્યું - હે ભગવાન્ ! આ મારા પુત્રો છે, આપ જોઈ લો. આ સાંભળી ભગવાન્ ગૌતમે મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયે ! પરન્તુ તમારા જ્યેષ્ઠ પુત્ર મૃગાપુત્રને, જે જન્માલ્વ અને જન્માલ્વરૂપ છે, તથા જેને તમે એકાન્ત ભૂમિગૃહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org