________________
૨૯૪
વિવાગસૂર્ય-૧/૧/૭ રાખ્યો છે, તેમજ જેનું તમે ગુપ્ત રીતે સાવધાનીપૂર્વક ખાનપાનાદિ દ્વારા પાલણ-પોષણ કરી રહ્યા છો, તેને જોવા માટે હું અહીં આવ્યો છું. આ સાંભળી મૃગા દેવીએ ગૌતમને કહ્યું- ભગવાન! તે એવા જ્ઞાની અને તપસ્વી કોણ છે, જેમણે મારી આ રહસ્ય પૂર્ણ વાત આપને કહી ? હે ભદ્રે ! આ બાળકનો વૃત્તાન્ત મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મને કહ્યો હતો, તેથી હું જાણું છું.
જે સમયે મૃગાદેવી ભગવાન્ ગૌતમની સાથે વાતચીત કરી રહી હતી, તે જ સમયે મૃગાપુત્ર બાળકના ભોજનનો સમય થઈ ગયો હતો. ત્યારે મૃગાદેવીએ ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું - ભગવાન! આપ અહીં ઉભા રહો, હું મૃગાપુત્ર બાળકને બતાવું છું. એટલું કહીને જે જગ્યાએ ભોજનાલય હતું. ત્યાં આવે છે, આવીને પ્રથમ વસ્ત્રપરિવર્તન કરે છે તથા તેમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અધિક પ્રમાણમાં ભરે છે, ત્યાર પછી તે લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભગવાનૂ ગૌતમ સ્વામી હતા, ત્યાં આવે છે, આવીને તેણેએ ભગવાન્ ગૌતમસ્વામીને કહ્યું - ભગવાનું આપ મારી પાછળ આવો. હું મૃગાપુત્ર બાળકને બતાવું છું.
- ત્યાર બાદ તે મૃગાદેવી લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભૂમિગૃહ હતું, ત્યાં આવી. આવીને ચાર પુટવાળા વસ્ત્રથી પોતાના મુખને બાંધતી ભગવાન્ ગૌતમને કહેવા લાગી - ભગવાન ! આપ પણ મુખના વસ્ત્રથી આપના મુખને બાંધી લો, ગૌતમે મુખના વસ્ત્રથી પોતાના મુખને બાંધી લીધું. ત્યારબાદ મૃગાદેવીએ પાછળ મોટું કરીને જ્યારે તે ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી દુર્ગધ આવવા લાગી. તે દુગંધમૃત સર્પ આદિ પ્રાણિઓની દુર્ગધ સમાન જ નહીં પરંતુ તેથી પણ વધારે ખરાબ હતી. ત્યાર પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ગન્ધથી આક પએિલા તથા તેમાં મૂચ્છિત થયેલા તે મૃગાપુત્રે તે આહાર કર્યો અને જઠરાગ્નિથી પચાવેલો તે આહાર તરત જ પર અને રુધિરના રૂપમાં પરિણત થઈ ગયો અને સાથે જ મૃyત્ર બાળકે પરૂઆદિમાં પરિવર્તિત તે આહારની ઊલટી કરી અને તત્કાળ તે તે વમેલા પરુ અને રુધિરને પણ તે ચાટવા લાગ્યો. તે મૃગાપુત્ર બાળકને જોઈને ભગવાન ગૌતમના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ, વિચાર અને કલ્પનાઓ ઉત્પન્ન થવા લાગી. તેમણે વિચાર્યું કે આ બાળક પૂર્વ જન્મોના દુશણ દુષ્પતિક્રાન્ત અને અશુભ કર્મોના પાપ રૂપ ફળનો ભોગવી રહ્યો છે. નરક તથા નારકી મેં જોયા નથી, પણ આ બાળક નરક સમાન વેદનાઓનો અનુભવ કરતો થકો પ્રત્યક્ષ જણાય છે. આમ વિચાર કરી ભગવાન્ ગૌતમે તેના ઘરેથી પ્રસ્થાન કર્યું. શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની જમણી બાજુથી પ્રદક્ષિણા કરીને તેમને વન્દના તથા નમસ્કાર કર્યો, કહ્યું - ભગવાન્ આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી હું મૃગાપુત્રને જોવા ગયા યાવતુ પર, શોણિતનો આહાર કરતા થકા મૃગા પુત્રની દશાને જોઈને જોઇને મારા ચિત્તમાં આ વિચાર ઉત્પન્ન થયો કે - અહો હો ! આ બાળક મહાપાપ રૂપ કર્મોના ફળને ભોગવતો કેટલુંનિકૃષ્ટ જીવન વિતાવી રહ્યો છે.ભદત્તાતે બાળક પૂર્વ ભવમાં કોણ હતો ? ઈત્યાદિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું – ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભારતના વર્ષમાં શદ્વાર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. ત્યાંના લોકો ઘણી નિર્ભયતાથી જીવન વિતાવી રહ્યા હતા. આનન્દનો ત્યાં સર્વતોમુખી પ્રસાર હતો. તે નગરમાં ધનપતિ નામનો એક રાજા રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org