SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૮૫ ત્યાર પછી તે નૌકા બંધનોથી મુક્ત થઈ અને પવનના બળથી પ્રેરિત થઈ. તેના પર સફેદ કપડાનો પાલ ચઢેલ હતો તેથી એવું લાગતું હતું કે જાણે પાંખ ફેલાવેલી કોઈ ગરુડયુવતી હોય ! વહેતા ગંગાના જળના તીવ્ર પ્રવાહના વેગથી ક્ષુબ્ધ થતી થતી હજારો મોટા તરંગો અને નાના તરંગોના સમૂહને ઉલ્લંઘન કરતી થકી તે કેટલાક અહોરાત્રમાં લવણ સમુદ્રમાં અનેક સો યોજન દૂર ચાલી ગઈ. ત્યાર પછી અનેક સો યોજન લવણ સમુદ્રમાં પહોંચેલ તે અહંન્નક આદિ સાંયાત્રિક નૌકાવણિકોને ઘણાજ સેંકડો ઉત્પાત પ્રાદુર્ભત થયા. ઉત્પાત આ પ્રમાણે હતો- અકાલમાં ગર્જના થવા લાગી, અકાલમાં વિજળી ચમકવા લાગી, અકાલમાં ગંભીર ગડગડાટ થવા લાગ્યો, વારંવાર આકાશમાં દેવતા નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી અહંન્નક સિવાય બીજા સયાત્રિક નૌકા વણિકોએ એક મોટા તાલ પિશાચને જોયો. તેની જાંઘ તાડ વૃક્ષની સમાન લાંબી હતી અને બાહુઓ આકાશ સુધી પહોંચેલ ખૂબ લાંબી હતી. તેનું મસ્તક ફૂટેલ હતું, ભ્રમરોના સમૂહ, ઉત્તમ અડદનો ઢગલો અને ભેંસની સમાન કાળો હતો જલથી પરિપૂર્ણ મેઘોના સમાને શ્યામ હતો. તેના નખ છાજલી સમાન હતા. તેની જીભ હળની ફાલ સમાન હતી તેના હોઠ લાંબા હતા. તેનું મુખ સફેદ, ગોળ, પૃથક-પૃથક તીખી, સ્થિર, મોટી અને વાંકી દાઢોથી વ્યાપ્ત હતું. તેની બે જિદ્દાઓના અગ્ર ભાગ મ્યાન વિનાની ધારદાર તલવાર-યુગલના સમાન હતા, પાતલા હતા, ચપલ હતા, તેમાંથી નિરંતર લાળ ટપકી રહી હતી. તે રસ-લોલુપ હતા. ચંચલ હતા; લપલપાઈ રહ્યા હતા અને મુખથી બહાર નીકળ્યા હતા. મુખ ફાડેલ હોવાથી તેનું લાલ લાલ તાળવું ખૂલું દેખાતું હતું અને તે મોટું વિકૃત બીભત્સ અને લાળ ઝરાવનાર હતું. તેના મુખમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળી રહી હતી. તેથી તે એવો દેખાતો હતો, જેમાં હિંગળથી વ્યાપ્ત અંજનગિરિની ગુફા રૂપ બિલ હોય. સંકોચાયેલ મોડ સમાન તેના ગાલ સંકોચાયેલા હતા, અથવા તેની ઇન્દ્રિયો, શરીરની ચામડી, હોઠ અને ગાલ બધા કરચલી વાળા હતા. તેનું નાક નાનું હતું ચપટું હતું વાંકુ હતું અને ભગ્ન હતું તેના બંને નાસિકા પુટોથી ક્રોધના કારણે નીકળતો શ્વાસવાય અત્યંત નિષ્ફર અને કર્કશ હતો. તેનું મુખ મનુષ્ય આદિના ઘાતને માટે રચિત હોવાથી ભીષણ દેખાતું હતું. તેના બને કાન ચપલ અને લાંબા હતા, શખુલી તેમની ઉંચા મુખવાળી હતી. તેના પર લાંબા લાંબા અને વિકૃત બાલ હતા. અને તે કાન નેત્રની પાસેના હાડકા સુધીને અડતા હતા. તેના નેત્રો પીળા અને ચમકદાર હતા. તેના લલાટ પર ભ્રકુટિ ચઢી હતી જે વિજળી જેવી દેખાતી હતી. તેમની ધ્વજની ચારે તરફ મનુષ્યોના મુંડોની માળા લપેટી હતી. વિચિત્ર પ્રકારના ગોનસ જાતિના સપનું તેમણે બખ્તર બનાવી રાખેલ હતું.તેણે આમતેમ ફરતા ફંફાડા મારતા સપ, વિંછિઓ ગોહો, ઉંદરો, નોળીયા અને કાકીડાની વિચિત્ર પ્રકારની ઉત્તરાસગ જેવી માળા પહેરી હતી. ભયાનક ફેણાવાળા અને ધમ ધમતા બે કાળા સર્પોના લાંબા લટકતા કુંડલ કાનમાં ધારણ કર્યા હતા. પોતાના બંને કંધો પર બિલાડી અને શિયાળ રાખેલ હતા. પોતાના મસ્તક પર દેદીપ્યમાન અને ઘૂ ઘૂ ધ્વનિ કરનાર ઘુવડોનો મુગુટ બનાવ્યો હતો. તે ઘંટાના શબ્દના કારણે ભયંકર અને ભયાનક પ્રતીત થતો હતો. કાયરજનોના દ્ધને દળનાર હતો. તે દેદીપ્યમાન અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર ચબ, રક્ત, મેદ, માંસ અને મળથી મલિન અને લિપ્ત હતું. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy