________________
૮૪
નાયાધમ્મ કહાઓ-૧૮૮૭ નગરીમાં અહંન્નક પ્રભૂતિ ઘણા સાંયાત્રિક નૌરાણિક રહેતા હતા. તે વણિકો ઋદ્ધિ સંપન્ન હતા અને કોઈથી પરાભવ પામનાર ન હતા. તેમાં અહંન્નક શ્રમણોપાસક પણ હતો તે જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ત્યાર પછી અહંન્નક આદિ સાંયાત્રિક નીવાણિક કોઈ સમયે એક વાર એક સ્થાન પર એકઠા થયા, ત્યારે તેમાં આપસમાં આ પ્રમાણે કથા સંલાપ થયો.-“આપણે ગણિ મધારિમ મેય અને પરિચ્છે આ ચાર પ્રકારનું કરિયાણું લઈને જહાજ દ્વારા લવણસમુદ્રમાં પ્રવેશ કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ પરસ્પરમાં આ વાત અંગીકાર કરી. અંગીકાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પારિચ્છેદ્ય કરિયાણું ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને છકડા-છકડી તૈયાર કર્યો. ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવ્યા. બનાવીને ભોજનના સમયે મિત્રો અને જ્ઞાતિ જનોને જમાડ્યા, યાવતુ તેમની અનુમતિ લીધી. અનુમતિ લઇને ગાડી-ગાડા જોડ્યા. જોડીને ચમ્પાનગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો, ત્યાં આવ્યા. ગંભીર નામક પોતા પટ્ટનમાં આવીને તેઓએ ગાડી-ગાડા છોડી દીધા. છોડીને જહાજ સજ્જિત કય. ચાર પ્રકારના ભાંડ ભર્યા. ભરીને તેમાં ચાવલ-ચોખા, લોટ, તેલ, ઘી, ગોરસ પાણી, પાણીના વાસણ,ઔષધ,ભેષજ, ઘાસ, લાકડી, વસ્ત્ર, શસ્ત્ર અને તે સિવાયની જહાજ માં રાખવા યોગ્ય વસ્તુઓને જહાજમાં ભરી ભરીને પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં વિપુલ, અસન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને જમાડીને તેઓની અનુમતિની લીધી. નૌકાના સ્થાને આવ્યા. ત્યાર પછી તે અહંન્નક આદિ યાવતુ નૌકા વણી કોના પરિજન યાવતુ તે પ્રકારના મનોહર વચનોથી અભિનંદન કરતા થકા અને તેમની પ્રશંસા કરતા થકા આ પ્રકારે બોલ્યા:
હે આર્ય પિતામહ ! હે તાત! હે ભ્રાતા ! હે મામા ! ભાગિનેય ! આપ આ ભગવાનું સમુદ્ર દ્વારા પુનઃ પુનઃ રક્ષણ કરાતા ચિરંજીવી થાઓ. આપનું મંગલ થાય. અમે આપને અર્થનો લાભ કરીને, ઈષ્ટ કાર્ય કરીને નિર્દોષ ઘર પર આવેલા શીધ્ર જોઈએ’ આ પ્રમાણે કહીને નિર્વિકાર સ્નેહમય, દીર્ઘ, સતૃષ્ણા અને અશ્રુપ્લાવિત દ્રષ્ટિથી જોતા જોતા તે લોકો થોડા સમય સુધી ત્યાં ઉભા રહ્યા. ત્યાર પછી નૌકામાં પુષ્પબલિ કાર્ય સમાપ્ત થવા પર, સરસ રક્તચંદનથી પાંચે આંગળી યોના થાપાં લગાવવા પર, ધૂપ કર્યા પછી, સમુદ્રના વાયુની પૂજા થઈ જવા પર, બલય વાહા યથાસ્થાન સંભાળીને, શ્વેત પતાકા ઉપર ફરકાવી દેવા પર, વાદ્યોની મધુર ધ્વનિ થવા પર, વિજય કારક બધા શકુના થવા પર યાત્રા માટે રાજાનો આદેશ પત્ર પ્રાપ્ત થઈ જવા પર, મહાન અને ઉત્કૃષ્ટ સિહનાદ યાવતું ધ્વનિથી, અત્યંત ક્ષુબ્ધ થયેલ મહાસમુદ્રની ગર્જનાની સમાન પૃથ્વીને શબ્દ મય કરતા થકા યાવતુ તે વણિક એક તરફથી નૌકા પર ચઢ્યો. ત્યારે પછી વંદી અને આ પ્રમાણે કહ્યું- હે વ્યાપારીઓ ! તમને બધાને અર્થની સિદ્ધિ થાય ! તમને કલ્યાણ પ્રાપ્ત થયેલ છે. તમારું સમસ્ત પાપ નષ્ટ થયું છે. આ સમય પુષ્ય નક્ષત્ર ચંદ્રમાંથી યુક્ત છે અને વિજય નામક મહૂર્ત છે, તેથી આ દેશ અને કાળ યાત્રાને માટે ઉત્તમ છે. ત્યાર પછી વંદી. જનના દ્વારા આ પ્રમાણે વાક્ય કહેવા પર હૃષ્ટતુષ્ટ થયા. કુક્ષિધાર કર્ણધાર તે સાંયા ત્રિક નૌકાવણિક પોત પોતાના કાર્યમાં લાગી ગયા. પછી ભાંડોથી પરિપૂર્ણ મધ્ય ભાગ. વાળી અને મંગલથી પરિપૂર્ણ અગ્રભાગવાળી તે નૌકાને બંધનોથી મુક્ત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org