________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮
૮૩
વચ્ચમાં થઈને નીકળી.નીકળીને જ્યાં પૂષ્કરિણી હતી, ત્યાં આવી.આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. યાવત્ અત્યંત પવિત્ર થઈને ભીની સાડી પહેરીને ત્યાં જે કમલ આદિ હતા તેમને યાવત્ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં નાગગૃહ હતું, ત્યાં જવાનો માટે વિચાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણીજ દાસ-દાસીઓ ફૂલોની છાબડી ળઈને તથાં ધૂપની કુછિયાં હાથમાં લઈને પાછળ ચાલવા લાગી. ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે જ્યાં નાગગૃહ હતું, ત્યાં આવી. આવીને નાગગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવિષ્ટ થઈને રોમહસ્તક લઈને પ્રતિમાને પૂજી યાવત્ ધૂપ કર્યો. ધૂપ કરીને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી.ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા સ્નાન કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આસીન થયા. કોરંટનાં ફૂલો સહિત અન્ય પુષ્પોની માળાઓ જેમાં લપેટીહતી,એવું છત્ર તેણેમસ્તકપરધારણકરેલહતું.યાવત્ત્તમશ્વેત ચામર ઢોળ વામાં આવતા હતા. તેની આગળ આગળ વિશાળ ઘોડા, હાથી, રથ અને પૈદલ યોદ્ધા- આમ ચતુરંગી સેના ચાલી. સુભટોનો સમૂહ ચાલ્યો તે જ્યાં નાગગૃહ હતું ત્યાં આવ્યો. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રતિમા પર દૃષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂષ્પમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્યાં એક મહાનશ્રીદામકાન્ડ જોયું.
ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડને ઘણા સમય સુધી જોતો રહ્યો. જોઇને તેશ્રીદામકાન્ડના વિષયમાં તેને આશ્ચર્ય ઉત્પન્ન થયું.તેણે સુબુદ્ધિઅમાત્યને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા દૌત્ય કાર્ય માટે ઘણા ગ્રામો, આકરો, નગરો યાવત્ સન્નિવેશમાં ઘૂમો છો, અને ઘણાં રાજાઓ ઇશ્વરો આદિના ગૃહમાં પ્રવેશ કરો છો. તો શું તમે આવું સુંદર શ્રીદામકાન્ત પહેલાં ક્યાંય જોયું છે જેવું પદ્માવતી દેવીનું આ શ્રીદામકાંડ છે ? ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું- હે સ્વામિન્ ! મેં એકવાર કોઈ સમયે આપના દૌત્યકાર્ય માટે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર પ્રતિલેખન ઉત્સવના સમયે દિવ્ય શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પદ્મા વતી દેવીનું આ શ્રીદામકાંડ લાખો અંશ પણ નથી લાગતો. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા એ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે, ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્ષ્વાકુરાજા પ્રતિબુદ્ધિને કહ્યું- સ્વામિન્ ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત અને સુંદર ચરણ વાળી છે. ઇત્યાદિ વર્ણન જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ આદિના સમાન જાણી લેવું જોઈએ.
ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ અમાત્યની પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને અને શ્રીદામકાન્ડની વાતથી હર્ષિત થઈને દૂતને બોલાવ્યો. બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મિથિલા રાજધાની જાઓ ત્યાં કુંભ રાજા ની પુત્રી પ્રભાવતી દેવીની આત્મજા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માંગણી કરો પછી ભલે તેના માટે આખું રાજ્ય શુલ્કમાં દેવું પડે. ત્યાર પછી તે દૂતે પ્રતિબુદ્ધિ રાજાના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થઈને તેની આજ્ઞા અંગીકાર કરી. મિથિલા રાજધાની જવાનો વિચાર કર્યો.
[૮] તે કાળ અને તે સમયમાં અંગ નામક જનપદ હતું. તેમાં ચંપાનામક નગરી હતી. તે ચંપાનગીમાં ચંદ્રછાય નામક અંગરાજ અંગદેશના રાજા હતા. તે ચંપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org