________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨
૫૫ સાંભળીને અને સમજીને આ પ્રમાણેનો અધ્યવસાય ઉત્પન્ન થયો ઉત્તમ જાતિથી સંપન્ન સ્થવિર ભગવાન અહીં આવ્યા છે તો હું ઈચ્છું છું કે સ્થવિર ભગવાનને વંદન કરું, નમસ્કાર કરૂં.” આ પ્રમાણે વિચારીને ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું યાવતુ શુદ્ધ, બહુમૂલ્ય, અલ્પ, માંગલિક વસ્ત્ર ધારણ કર્યા પછી પગે ચાલીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં
સ્થવિર ભગવાન હતા ત્યાં પહોંચીને તેમને વંદના કરી. નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્વવિર ભગવાને ધન્ય સાર્થવાહને વિચિત્ર ધર્મને ઉપદેશ આપ્યો.
ત્યાર પછી ધન્ય સાર્થવાહ ધર્મ ઉપદેશ સાંભળીને યાવતુ બોલ્યો “ભગવંત ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવતું તે પ્રવ્રજિત થઈ ગયો. યાવતું ઘણાં વર્ષ સુધી શ્રામસ્ય-પર્યાય પાળીને ભોજનના પ્રત્યાખ્યાન કરીને એક માસની સંલેખના કરીને અનશનથી સાઠ ભક્તોને છેદીને કાળ સમયે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોયમની સ્થિતિવાળો દેવરૂપે ઉત્પન્ન થયો. તે ધન્ય નામનો દેવ આયુના દલિકોને ક્ષય કરીને, આયુકર્મની સ્થિતિનો ક્ષય કરીને તથાભવનો ક્ષય કરીને તરતજ દેહનો ત્યાગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે.
[૫૪] હે જંબૂ! જેમ ધન્ય સાર્થવાહે ધર્મ છે એવું સમજીને યાવતુ વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો ન હતો. સિવાય શરીરની રક્ષા કરવા માટે. આ પ્રમાણે હે જબ્બ ! આપણા જે સાધુ યા સાધ્વી યાવતું. પ્રવ્રજિત થઇને, સ્નાન, ઉપમદન પુષ્પ, ગંધ, માળા અલંકાર આદિ શૃંગારનો ત્યાગ કરીને અશન, આદિઆહાર કરે છે. તે ઔદારિક શરીરના વર્ણના માટે, રૂપના માટે, યા વિષય સુખનો માટે નથી કરતાં સિવાય જ્ઞાન દર્શનચારિત્રને વહન કરવા. તે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો શ્રાવિકાઓ દ્વારા આ લોકમાં અર્ચનીય યાવતુ ઉપાસનીય હોય છે પરલોકમાં પણ તે હસ્તકેદન, કર્ણોદન અને નાસિકા છેદન તથા તેવી રીતે દ્દયના ઉત્પાદન તેમજ વૃષણોના ઉત્પાદન અને ઉબંધનઆદિ કષ્ટોને પ્રાપ્ત નહી કરે તે અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા સંસારને યાવતુ પાર કરશે જેમ ધન્ય સાર્થવાહ કર્યો. આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે બીજા જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે. | અધ્યનનઃ ૨નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(અધ્યયન ૩-અંડ) [૫૫] હે ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મ કથાના બીજા અધ્યાય નનો પૂવક્ત અર્થ કહેલ છે તો તૃતીય અધ્યયનનો શો અર્થ ફરમાવેલ છે? હે જબૂ તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઊત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુના ફળો અને ફૂલોથી યુક્ત હતું, રમણીય હતું નંદનવનની સમાન સુખ આપનાર હતું તથા સુગંધયુક્ત અને શીતલ છાયાથી વ્યાપ્ત હતું. તે સુભૂમિભાગ ઉદ્યાનના ઉત્તરમાં એક પ્રદેશમાં, એક માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં એક શ્રેષ્ઠ મયૂરીએ પુષ્ટ, પ્રાપ્ત થયેલ પ્રસવકાલના અનું
મથી પ્રાપ્ત, ચોખાના પીંડ સમાન શ્વેત વર્ણવાળા, છિદ્ર રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલી મુઠ્ઠીની બરાબર બે ઈંડાને જન્મ આપ્યો. જન્મ આપીને તે પોતાની પાંખોના વાયુથી તેમની રક્ષા કરતી. અને પોષણ કરતી રહેતી હતી. તે ચંપા નગરીમાં બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org