________________
૫૪
નાયાધમ્મ કહાઓ-૧-૨/પર કારાગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આલંકારિક સભા હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને આલંકારિક કર્મ કર્યું. પછી જ્યાં પુસ્કરિણી હતી ત્યાં આવ્યા. આવીને નીચેની ધોવાની માટી લીધી. અને પુસ્કરિણીમાં અવગાહન કર્યું.જળમાં ડૂબકી મારી સ્નાન કર્યું.બલિકર્મ કર્યું.યાવત્ રાજગૃહનગરમાં પ્રવેશ કર્યો. રાજગૃહ નગરની વચમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં જવાને માટે રવાના થયા.
ત્યાર પછી ધન્ય સાર્થવાહને આવતા જોઇને રાજગૃહ નગરમાં ઘણાં આત્મીય શ્રેષ્ઠીઓએ ધન્ય સાર્થવાહનો આદર કર્યો સન્માનથી બોલાવ્યો. સત્કાર કર્યો, સન્માન કર્યું, માન કર્યું અને શરીરની કુશળ પૂછી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાં જે બહારની સભા હતી તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો, જોઈને પગમાં પડીને કુશળ પૂક્યા. અને ત્યાં જે આત્યંતર સભા હતી તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો જોઇને આસન ઉપરથી તેઓ ઉભા થયા. ઉભા થઈને એક બીજાએ ગળામાં ગળમિલાવ્યું અને હર્ષના આંસુ વહાવ્યા.
ત્યાર પછી ધન્ય સાર્થવાહ ભદ્રા ભાઈ પાસે પહોંચ્યા. ત્યારે ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહને આવતા જોયો. જોઈને તેમણે તેનો ન સત્કાર કર્યો ને માન આપ્યું. ના આદર કરતી કે ન જાણતી થકી તે મૌન રહીને વિમુખ થઈને બેસી રહી. ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાયનેિ આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયે ! મારા આવવાથી તમને શું સંતોષ નથી થયો? હર્ષ અને આનંદ કેમ નથી? મે પોતાના સારભૂત અર્થથી રાજકાર્ય થી પોતે પોતાને છોડાવ્યો છે. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય ! મને કેમ સંતોષ અથવા આનંદ થાય? કે મારા પુત્રના ઘાતક યાવતું પ્રત્યમિત્રને તમે વિપુલ અશનાદિથી સંવિભાગ કર્યો ? ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! ધર્મ, તપ , લોકયાત્રા, ન્યાય, સહચર, સહાયક, અથવા મિત્ર સમજીને મેં તે વિપુલ અશન. આદિ માંથી સંવિભાગ નથી કરેલ. સિવાય શરીર ચિંતા. ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું. તેથી ભદ્રા હૃષ્ટ તુષ્ટ થઈ યાવતું આસન ઉપરથી ઉઠી, કંઠ સાથે કંઠ મેળવ્યો. અને ક્ષેમ કુશળ પૂછ્યું પછી સ્નાન કર્યું યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું અને પાંચ ઇન્દ્રિયોથી વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. ત્યાર પછી વિજય ચોર કારાગારમાં બંધ વધ ચાબુકોનો પ્રહાર યાવતુ તરસ અને ભૂખથી પીડિત હોતો મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. નરકમાં ઉત્પન્ન થયેલો તે કાળો, વિશેષ કાળો દેખાતો હતો. યાવત્ વેદનાનો અનુભવ કરતો હતો. તે નરકથી નીકળીને અનાદિ, અનંત દીર્ઘ કાળવાળા ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં પર્યટન કરશે.
હે જંબૂ ! આ પ્રમાણે આપણા સાધુ અથવા સાધ્વી. આચાર્ય અથવા ઉપા ધ્યાયની પાસે મુંડીત થઈ ગૃહત્યાગ કરીને સાધુત્વની દીક્ષા અંગીકાર કરીને વિપુલ ધન, મણિ, મૌક્તિક કનક અને રત્નોના સારમાં લુબ્ધ થાય છે. તે પણ તેવાજ થાય છે.
પ૩] તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત જાતિથી સંપન્ન વાવતું અનુક્રમથી ચાલતા જ્યાં રાજગૃહ નગર હતું અને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવ્યા યાવતુ યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમનું આગમન જાણી પરિષદ નીકળી. ધર્મઘોષ સ્થ વિરે ધદિશના આપી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને ઘણાં લોકો પાસેથી આ વૃતાન્તને .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org