________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨
પ૭ કારાગારમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને વિજય ચોરની સાથે એકજ બેડીમાં બાંધી દીધો. ત્યાર પછી ભદ્રા ભાયએ બીજે દિવસે યાવતું સૂર્યના જાજ્વલ્યમાન થવા પર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કર્યો. ભોજન તૈયાર કરીને, ભોજન, રાખવાનું પિટક બરાબર કર્યું અને તેમાં ભોજનનું પાત્ર રાખી દીધું. પછી તે પિટકને લાંછિત કર્યું અને તેના ઉપર મહોર લગાવી. સુગંધિ પાણીથી પરિપૂર્ણ નાનો એવો ઘડો. તૈયાર કર્યો. પછી પંથક દાસચેટકને અવાજ કર્યો, અને કહ્યું- હે દેવાનુપ્રિય ! તું જા અને આઅશનાદિકારાગૃહમાં ધન્યસાર્થવાહની પાસે લઈ જા.ત્યારે પંથકે ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ થઈને જ્યાં કારાગૃહ હતું અને જ્યાં ધન્ય સાર્થવાહ હતો. ત્યાં પહોંચ્યો. પહોંચીને ભોજનનો પિટક રાખ્યો. તેને ચિલ અને મહોરથી રહિત કર્યા પછી ભોજનનાં. પાત્રો લીધા. તેને ધોયા. પછી હાથ ધોવાનું પાણી આપ્યું, અને ત્યાર પછી ધન્ય સાર્થવાહને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન પિરસ્ય.
તે સમયે વિજય ચોરે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય ! તમે મને આ વિપુલ અશનાદિ હિસ્સો આપો.' ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું - હે વિજય! ભલે હું આ વિપુલ અશનાદિ કાગડા કુતરાને આપું પણ તું પુત્રઘાતક, પુત્રહન્તા શત્રુ વેરી, પ્રતિકૂલ આચરણ કરનાર અને પ્રત્યેક વાતમાં વિરોધી છે. તને હિસ્સો ન આપે ત્યાર પછી ધન્ય સાર્થવાહે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વા. દિમનો આહાર કર્યો. ધન્ય સાર્થવાહને મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય સાથી વાહે વિજય ચોરને કહ્યું-વિજય, ચાલો, એકાંતમાં ચાલો. જેથી હું મળમૂત્રનો ત્યાગ કરી શકું. ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- દેવાનુપ્રિય ! તમે આહાર કરેલ છે. તેથી તમને મળ અને મૂત્રની બાધા ઉત્પન્ન થયેલ છે. દેવાનુપ્રિય ! હું તો બહુ ચાબુકોના પ્રહારો યાવતુ લતાના પ્રહારોથી તથા તરસ અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ. મૂત્રની બાધા નથી. દેવાનુપ્રિય ! જવું હોય તો તમે એકાંતમાં જઈને મળ મુત્રનો ત્યાગ કરો. જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમમાંથી સંવિભાગ કરો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું. ત્યાર પછી ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું હું તમને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કરીશ.
ત્યાર પછી વિજયે ધન્ય સાર્થવાહના આ અર્થનો સ્વીકાર કર્યો. પછી વિજય ધન્ય સાર્થવાહની સાથે એકાંતમાં ગયો. ધન્ય સાર્થવાહે મલ મુત્રનો પરિત્યાગ કર્યો. પછી જળથી ચોખ્ખા અને પવિત્ર થઇને તે સ્થાન પર આવીને રહ્યા. ત્યાર પછી બીજા દિવસે ભદ્રા સાર્થવાહીએ અશનાદિ તૈયાર કરીને પંથકની સાથે મોકલ્યા. યાવતુ પંથકે ધન્યને પિરસ્યું ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને તેમાંથી ભાગ આપ્યો. પછી ધન્ય સાર્થવાહે પંથક દાસચેટકને રવાના કર્યો. તદનન્તર તે પંથક ભોજનપિટક લઈને કારાગૃહથી બહાર નીકળ્યો. તેણે ભદ્રા સાર્થવાહીને કહ્યું દેવાનુપ્રિય ! ધન્ય સાર્થવાહે તમારા પુત્રના ઘાતક યાવતુ પ્રત્યમિત્રને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી હિસ્સો આપ્યો છે.'
1 [૫૨] ત્યારે ભદ્રા સાર્થવાહી દાસ ચેટક પંથકની પાસેથી આ અર્થ સાંભળીને તુરત લાલ થઈ ગઈ, રૂદ થઈ યાવતુ ખીજાતી થકી ધન્ય સાર્થવાહ પર પ્રદ્વેષ કરવા લાગી. ત્યાર પછી, ધન્ય સાર્થવાહને કોઈ સમયે મિત્ર જ્ઞાતિ નિજક સ્વજન સંબંધી અને પરિવારના લોકોએ પોતાના સારભૂત અર્થથી, રાજદંડથી મુક્ત કરાવ્યો. મુક્ત થઇને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org