________________
૧૯૬
ઉવાસગદસાઓ-૪૩૨ તારા પોતાના ઘરથી લઈ આવીશ. લઈને તારી આગળ તેનો ઘાત કરીશ, ઘાત કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ. અને તેને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ ને રૂધિર વડે છાંટીશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે મરમ પામીશ. એ જ પ્રમાણે મધ્યમપુત્ર અને નાના પુત્રના વિષય માં પણ સમજવું. એક-એકના પાંચ-પાંચ ટુકડા કરીશ એમ કહે છે અને તેમ જ કરે છે ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત ચુલનીપિતાની જેમ જાણવું. ત્યાર પછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, મરણની પ્રાર્થના કરનાર હે સુરાદેવ શ્રમણોપાસક ! જે તું શીલ વગેરેનો ત્યાગ નહિ કરે તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકીશ. તે આ પ્રમાણેઃ શ્વાસ- કાસ- યાવતુ કાઢે. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈ અકાળે જ જીવનથી મુક્ત થઈશ. પણ તે સુરાદેવ નિર્ભય રહે છે. આ પ્રમાણે બીજી વાત-ત્રીજી વાર પણ કહે છે.
[૩૩] પછી તે સુરાદેવ શ્રમણોપાસકના ચિત્તમાં આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો! આ પુરુષ અનાર્ય છે અને યાવતું અનાર્ય પાપકર્મ કરે છે. જે મારા જ્યેષ્ઠ પુત્રને યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લાવી મારી આગળ ઘાત કરીને યાવતું માંસ અનેરુધિરવડે મારા શરીરને છાંટ્યું છે અને જે આ સોળ મહારોગો છે તેને પણ મારા શરી રમાં એકસાથે મૂકવા ઈચ્છે છે. તો મારે આ પુરષને પકડવો એજ યોગ્ય છે. એમ વિચાર કરીને તે દોડ્યો. પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. તેના હાથમાં ઘરનો થાંભલો આવી ગયો અને અત્યન્ત મોટા શબ્દોથી તે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે સુરાદેવની પત્ની ધન્યા કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં સુરાદેવ શ્રમણોપાસક હતો ત્યાં આવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે અત્યંત મોટા શબ્દ વડે કેમ કોલાહલ કર્યો?
ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે ધન્યાભાયાને સર્વવતાંત કહ્યો ધન્યા પણ ઉત્તર આપે છે કોઈ પુરુષે યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લઈને ઘાત કર્યો નથી. દેવાનુપ્રિય! કોઈ પણ પુરુષ તમારા શરીરમાં એકસાથે સોળ રોગો મૂક્તો નથી. બાકી બધું ચુલની પિતાને તેની માતાએ એમ કહ્યું હતું તેમ તે ધન્યા ભાય કહે છે. યાવતુ તે સુરાદેવ સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં અરુણકાન્ત વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યો પમની સ્થિતિ છે. તે દેવલોકથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે.
અધ્યયન-૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન-૫-ચુલ્લશતક) [૩૪]હે જંબૂ એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે આલભિકા નગરી હતી. ત્યાં શંખવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. ચુલ્લશતક ગૃહપતિ ધન-ધાન્યાદિથી સમૃદ્ધ હતો યાવતુ તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ કોટિ દ્રવ્ય ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલ હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો હતાં, મહાવીર સ્વામી ત્યાં સમોસય. આનંદની જેમ તે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કરે છે. બાકી બધું કામદેવની પેઠે કહેવું,
[૩૫]ત્યાર બાદ તે ચુલ્લશતક શ્રમણોપાસકની આગળ મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રકટ થયો, અને તેણે યાવતું હાથમાં તલવાર લઈને આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.